ભારત જવા ઉત્સુક છું, મહિનાના અંતે મોદીને મળીશ: ટ્રમ્પ
વાશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ભારત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતેના તેમના કાર્યક્રમ વિશે ટ્રમ્પે કહ્યું કે, હું ભારત જઈ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણી પાસે લાખો લોકો હશે. ટ્રમ્પે કહ્યુ, મને લાગે છે કે, એરપોર્ટથી નવા સ્ટેડિયમમાં ૫થી ૭ લાખ લોકો જ આવશે.મોદી મારા મિત્ર છે અને તેઓ એક મહાન સજ્જન છે અને હું ભારત જવા માટે ઉત્સુક છું. જેથી અમે મહિનાના અંતે મળી રહ્યા છીએ. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને ગુજરાત વિધાનસભામાં રજૂ થનારું રાજ્ય સરકારનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું વાર્ષિક અંદાજપત્ર ૨૪ને બદલે ૨૬ ફેબ્રુઆરીએ રજૂ થશે. અગાઉ રાજ્યપાલે નોટિફિકેશન દ્વારા કરાયેલી તારીખમાં તબદીલી લાવવામાં આવી છે.
મેલેનિયા ટ્રમ્પને પાટણના પટોળા અને જામનગરી બાંધણીનો સ્કાર્ફ ભેટ અપાશે,મોદી અને ટ્રમ્પ તથા અમેરિકાના પ્રથમ સન્નારી મેલેનિયા ટ્રમ્પને ગુજરાત સરકાર તરફથી ગુજરાતી સંસ્કૃતિ અને કલાકારીગરીના નમૂનારૂપ ભેટ સોગાદો આપવામાં આવશે., મેલેનિયા ટ્રમ્પને પાટણના પટોળા અને જામનગરી બાંધણીનો સ્કાર્ફ તથા કચ્છી ભરતનો રૂમાલ આપવામાં આવશે., ટ્રમ્પને ભાતીગળ ભરતકામવાળું એક જેકેટ અથવા અન્ય કોઇ ઉપવસ્ત્ર ભેટમાં અપાશે.,૨૦૦૦ બસો થકી મહેમાનો સ્ટેડિયમ પહોંચશે,કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો બસ દ્વારા જ મોટેરા સ્ટેડિયમ પહોંચે.,ટ્રાફિકમાં અડચણ ન ઊભી થાય તે માટે મોટેરા સ્ટેડિયમ ખાતે વિશેષ મહેમાનોના વાહનોના કાફલો જ જશે,આમંત્રિત મહેમાનોના વિવિધ જૂથને અમદાવાદ અને ગાંધીનગરમાં પોતાના ગ્રૂમાં જ ચોક્કસ સ્થળે એકત્રિત થશે,સિક્યોરિટી ચેક કરીને બસમાં બેસાડી ચોક્કસ રૂટ મારફતે સ્ટેડિયમ લઇ જવાશે,,ગુજરાત સરકારે આ માટે ૨૦૦૦ ખાનગી બસો ભાડે કરવાનું આયોજન કર્યું,અમદાવાદમાં ૧૩ કિલો મીટરનો રોડ શો યોજાશે, એરપોર્ટથી બાય રોડ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે.,એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે., આ રોડ ૨.૧૩ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
સ્ટેડિયમમાં એક લાખની મેદની એકઠી થશે.,તમામ વાહનો સ્ટેડિયમની આસપાસના ત્રણ કિમીના એરિયામાં તૈયાર કરાયેલા ર્પાકિંગ પ્લોટમાં પાર્ક કરાવાશે,મોટેરા, સાબરમતી અને ચાંદખેડામાં ભાડેથી રહેતા હોય અને પોલીસને જાણ ન કરી હોય તેવા લોકોને નોટિસ આપી છે., રોડ બનાવવા ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય કામગીરી કરનારા લોકોની તપાસ માટે પોલીસની ૫ ટીમો મૂકી છે. સિવિલના ડોક્ટરો, ૨૧ વિભાગના સ્ટાફની ૨૪ અને ૨૫મીની રજા રદ, ટ્રમ્પ અને મોદી બંને મહાનુભાવોના બ્લડગ્રૂપ પ્રમાણે જુદા જુદા યુનિટ પણ રાખવામાં આવશે., કોઈપણ કારણસર અચાનક સર્જરીની જરૂર પડે તો તે અંગે પણ વ્યવસ્થા કરવામાં આવી છે., સ્ટેડિયમ ખાતે પણ ૧૫ એમ્બુલન્સ તહેનાત કરવામાં આવશે.