મેટ્રો બારના વકીલ મતદારો મતદાનના દિવસે ઉંઘશે કે જાગશે ?!
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી શુદ્ધિકરણ માટેનો ઐતિહાસિક જંગ બની રહેશે કે પછી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સત્તાની સીન્ડીકેંટ રચાશે ?! વકીલોમાં પ્રસરેલું ચિંતાનું મોજું ?!
પ્રમુખ પદ ઉપર ઈશ્વરભાઈ દેસાઈઅને હેમંતભાઈ નવલખા વચ્ચે કાંટાળી ટકકર વચ્ચે તેઓ સેક્રેટરી કોને પસંદ કરશે ?!
તસ્વીર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની છે ! જયાં મેટ્રો મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી યોજાવા જઈ રહી છે ! ચૂંટણી પ્રચારનો અંતિમ અને આખરી તબકકો ચાલી રહ્યો છે ! ડાબી બાજુથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી અશ્વિનભાઈ પટેલની તસ્વીર છે ! ઉપપ્રમુખ પદ ઉપર શ્રી અશ્વિનભાઈ પટેલ સફળ થયેલા ઉમેદવાર છે ! તેઓ બારના કાર્યક્રમોમાં વકીલોના પ્રશ્નો રજુ કરવામાં હર હંમેશ કર્મશીલ રહ્યા છે ! ફોજદારી બારની પ્રતિષ્ઠા વકીલોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે !
ત્યારે સાવધાનીથી તડજોડની શતરંજની બાજી રમવાની જરૂર છે ! બારના ૮૦૦૦ વકીલ મતદારો છે માટે જુની સીન્ડીકેંટ બનાવી ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરવાને બદલે જુના કિંગમેઈકરો સાથે બેસીને વ્યુહ ઘડશે તો શ્રી અશ્વિનભાઈ પટેલ સફળતાની વધુ નજીક હશે !
ઉપપ્રમુખ પદના બીજા ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડા છે ! તેઓ ફોજદારી બારના કથિત સત્તાના સોદાગરોથી સુમાહિતગાર છે ! લાયબ્રેરીના શુદ્ધિકરણની ચર્ચાએ જોર પકડયું છે તેનાથી તેઓ માહિતગાર હશે જ ?! અને તેમનો તેમના જ કથિત ટેકેદારો ઉંટિયા તરીકે ઉપયોગ કરી હરાવવાની ચાલ ન રમે તેનું ધ્યાન રાખે તથા બધાંને સાથે રાખીને ચૂંટણી જીતવાનો પ્રયાસ સરાહનીય છે ! શ્રી હસમુખભાઈ ચાવડાના ટેકેદારો બધાં જ જુથોમાં જોવા મળે છે !
એ જોતાં તેઓ ચૂંટણીની વેતરણી પાર કરશે એવી સંભાવના છે ! ઉપપ્રમુખ પદ ઉપર જુના જોગી શ્રી મિતેષભાઈ પંડયા ચૂંટણી લડી રહ્યા છે ! મેટ્રો બારમાં તેઓ વર્ષાેથી નેતૃત્વ કરતા આવેલા છે ! તેઓ ફોજદારી બારના વ્યુહાત્મક પ્રચારથી માહિતગાર છે ! તેઓ “બે ગ્રુપ” માં ચાલે છે ! તેથી તેમની જીત હંમેશા સરળ બને છે !
મજબુત બાર બનાવવા માટનો અને બારના કથિત શુદ્ધિકરણની ચિંતા કરી કંઈક પ્રગતિશીલ નિર્ણયો બારમાં કરાવશે તો એ વધુ યોગ્ય લેખાશે ! શ્રી મિતેષભાઈ પંડયાનો પ્રચાર વેગીલો છે ! પરંતુ મતદારોની સંખ્યા અને મત વિભાજન બન્ને મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે !
મેટ્રો બારના વકીલો વિચારે કે હોઈકોર્ટમાં બારના પ્રશ્નો મુકવા માટે વિવેકશીલતા, પ્રતિષ્ઠા અને કાબેલિયત જરૂરી છે ! માટે પાર્ટી પોલીટીકલથી અને ડીનર ડીપ્લોમસીથી ઉપર ઉઠીને વકીલ મતદારો મતદાન કરે એ જરૂરી છે ! વકીલ મતદારોને ભ્રમિત ઘેન માં રહીને મતદાન ન કરે પણ જાગૃતિપૂર્વક અને સીનીયરોની સલાહ લઈ મતદાન કરશે તો મેટ્રો બારની ગરિમા ઉજાગર થશે !
આખરી તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સલના સભ્ય શ્રી ભરતભાઈ ભગતની છે ! તેઓ મેટ્રો બારમાં શુદ્ધિકરણ સાથે સોદાબાજી કરશે તો આગામી બાર કાઉÂન્સલની ચૂંટણીમાં તેમની સામે અનેક ઉમેદવારો મેદાને આવશે ?! તેવી ચર્ચાએ પણ જોર પકડતા શ્રી ભરતભાઈ ભગત પોતાની શીટ બચાવે છે કે સત્તાના અંગારા પર ચાલે છે ?! એ જોવાનું રહે છે ?! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
ઉપપ્રમુખ પદ ઉપર અશ્વિનભાઈ પટેલ, હસમુખભાઈ ચાવડા, મિતેષભાઈ પંડયા, અજયભાઈ તોમર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે ! ૮૦૦૦ વકીલ મતદારો મતદાન વધારશે તો મત વિભાજનનો લાભ મળશે ?!
બ્રિટીશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસેલ કહ્યું છે કે, “કોણ સાચું એનહીં શું સાચું એ વધુ મહત્વપૂર્ણ છે”!! ગ્રીક વૈજ્ઞાનિક એરીસ્ટોટલ કહે છે કે, “ડાહ્યા માણસોનું લક્ષ્ય આનંદ નિશ્ચિત કરવાનું નહીં, દુઃખ અટકાવવાનું હાય છે”! મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારમાં એટલે કે, ફોજદારીકોર્ટ બાર એસોસીએશનના ૮૦૦૦ થી વધુ બુÂધ્ધજીવી વકીલો તેમના પ્રતિનિધિઓને ચૂંટવા જઈ રહ્યા છે !
આ ૮૦૦૦ થી વધુ બુÂધ્ધજીવી વકીલો જો તેમની બુÂધ્ધ પ્રતિભા સાથે જોડાયેલ આત્માનો અવાજ સાંભળી મતદાન કરશે તો વકીલો સાથે સત્તાનું કથિત રાજકારણ ખેલતા ઉમેદવારોના સુપડા સાફ થઈ જશે ! ગુજરાત બાર કાઉÂન્સલની આગામી ફેબ્રુઆરીએ યોજાનારી સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખી ફોજદારી બારમાં ચૂંટણી લડાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે !
બીજી તરફ બારમાં ચૂંટાઈને કથિત સત્તાનો દુરઉપયોગ કરાતા અને જુનીયર્સ વકીલોને કથિત રીતે શોષણ કરતા કોઈ કથિત ઉમેદવાર હોય તો આવાને ઘરભેગા કરવાની જવાબદારી જુનીયર્સ વકીલોની છે ! આજે બાર ડુબશે તો આવતી કાલે વકીલાતનો વ્યવસાય ડુબી જશે ?! આ વિચાર્યુ છે કોઈએ ?!
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની પ્રમુખ પદ ઉપર ચૂંટણી જીતવા માટે મજબુત અને કાબેલ પ્રમુખ નહીં ચૂંટાય તો ફોજદારી બારનો અવાજ વકીલોના પ્રશ્નો સત્તાના નશામાં ડુબી જશે ! અને હાઈકોર્ટ સુધી વ્યવસ્થિત રજૂઆત નહીં થાય તો ફોજદારી બારની ચૂંટણી ફારસ બનીને રહી જશે ?!
અમદાવાદના મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારમાં ૮૦૦૦ જેટલા બુÂધ્ધજીવી વકીલ મતદારો છે ! આ વકીલ મતદારોએ દરિયામાંથી છીપલું નહીં મોતી શોધવાનું છે ! અને માટે જો જુનીયર્સ અને સિનીયર વકીલોને પોતાના વકીલ મંડળની ચિંતા હોય તો પ્રમાણિક, કર્મશીલ અને કાબેલ ઉમેદવાર પ્રમુખ પદ ઉપર ચૂંટવા પ્રમાણિક પ્રયત્ન કરવાનો છે !
પ્રમુખ પદ પર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ ચૂંટણી લડે છે તેઓ સરળ સ્વભાવના, વિચારશીલ અને કર્મશીલ ઉમેદવાર છે ! તેઓનું લોબીંગ પુર બહારમાં ચાલે છે ! બલ્કમાં મતોની સોગઠાબાજી ગોઠવી રહ્યા છે ! “જો જીતા વોહી સિકંદર” એ નાતે ગ્રુપ મિટીંગો પણ તેઓ કરી રહ્યા છે ! ફોજદારી બારમાં ડીનર ડીપ્લોમસીની દરેકને આદત પડી ગઈ છે !
બુÂધ્ધજીવી વકીલો પણ રેવડીના રાજકારણમાં કથિત રીતે ડુબ્યા છે કે શું ?! ઉમેદવારો ખર્ચના ખાડામાં ઉતરી રહ્યા છે ! પ્રમુખ પદના ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ ઉત્સાહી અને ચૂંટણીના ચાણકય છે ! છેલ્લી ઘડીએ તેમના રાજકીય ગોડફાધર મદદ કરે એવી સંભાવના છે !
અને તમામ જ્ઞાતિ, જુથને લઈને ચાલનારા ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ આખરી ઘડીએ ચૂંટણી જીતવા માટે સ્થાપિત હિતો સાથે હાથ મિલાવશે તો કદાચ ચૂંટણી જીતી જશે ! પણ બેક સીટ પર ડ્રાઈવીંગ કરનારાને પ્રમુખ પર કાબુ રાખનારા ભુલથી ચૂંટશે તો તેઓ કેવો અને કઈ રીતે વહીવટ કરશે ?! એ વકીલ મતદારોએ અને પોતે પણ જોવાનું છે બાકી ઈશ્વરભાઈ દેસાઈ ચૂંટણી પ્રચારમાં આગળ ચાલી રહ્યા છે એવું ફોજદારી બારના કિંગમેઈકરો માને છે !
ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર સીધી ટકકર છે ! શ્રી હેમંતભાઈ નવલખા વકીલાતના વ્યવસાયિક મૂલ્યોના સમર્થક રહ્યા છે ! તેઓ નિર્ણાયક ક્ષણે સંઘર્ષ કરવા માટે તૈયાર હોય છે ! જુનીયર્સ વકીલોમાં તેઓ વાયુવેગે પ્રચાર ચલાવી રહ્યા છે મહિલા ધારાશાસ્ત્રીઓનું એક જૂથ તેમના સમર્થનમાં પ્રચાર પણ ચલાવે છે ! મેટ્રો બારના ગંભીર પ્રશ્નોથી સુમાહિતગાર છે ! લાયબ્રેરીમાં ચાલતી અને મનાતી અનૈતિકતાની ચર્ચાથી તેઓ સુમાહિતગાર હોવાનું ચર્ચાય છે !
ત્યારે બારના શુદ્ધિકરણ માટે તેમણે વકીલો જોડે મત માંગશે તો કદાચ તેઓ ચૂંટણીમાં વિજય ધ્વજ લહેરાવવામાં કામિયાબ થશે ! એવી પણ એક ચર્ચા ચાલે છે ! ચૂંટણીની મોડી રાત્રે વોટ શેર ટ્રાન્સફરનું સોદાબાજીનું અભૂતપૂર્વ રાજકારણ ખેલાય છે ! પરંતુ છેલ્લી ઘડીએ થતી સોદાબાજીનું શ્રી હેમંતભાઈ નવલખા ધ્યાન રાખે અને પોતે ફોજદારી બારને મજબુત કરવા માંગે છે તેના પર ત્રીજી આંખ ખુલ્લી રાખી પ્રચાર કરશે તો તેઓ જીતવા માટેનો ઈતિહાસ રચી શકે તેમ છે !
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારમાં સેક્રેટરી પદ ઉપરનો રસાકસીભર્યાે ચૂંટણી જંગનું પરિણામ જુનીયર્સ વકીલોનું અને મહિલા ધારાશાસ્ત્રીઓનું ભાવિ નકકી કરશે અને ફોજદારી બારના બુÂધ્ધજીવી વકીલ મતદારો ફોજદારી બારનું ભવિષ્ય નકકી કરશે ?!
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, “હું સારૂ કાર્ય કરૂં ત્યારે મને સારૂ લાગે અને ખરાબ કૃત્ય કરૂં ત્યારે ખરાબ લાગણી અનુભવાય એ જ મારો “ધર્મ””! મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બાર એસોસીએશનમાં સેક્રેટરી પદ માટે જામેલા ચૂંટણી જંગ ફોજદારી બારની ગરિમાની દિશા નકકી કરશે ! સેક્રેટરી પદ ઉપર ઉભેલા ઉમેદવાર શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ સિંહ બનીને ટાઈગર જોડે ટકકર લીધી છે !
વકીલ મતદારો “સિંહ” ને જીતાડે છે કે પછી “ટાઈગર” ને એ જોવાનું રહે છે ! ૮૦૦૦ થી વધુ બુÂધ્ધજીવી વકીલ મતદારો છે ! વકીલ આલમમાં એક ગંભીર ચર્ચાએ જોર પકડયું છે કે શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલે કોઈ દિવસ પોતાના હોદ્દાની ગરિમાને કલંક લાગે એવું કામ કરે નહીં ! સત્તાનો દુરઉપયોગ કરે નહીં ! તેઓ બારમાં અનેક વાર ચૂંટાયા છે ! પરંતુ તેમણે બારના લેટરહેડનો દુરઉપયોગ કરી જુનીયર્સ વકીલો સામે તીર તાકયુ નથી ! મહિલા ધારાશાસ્ત્રીઓમાં ચર્ચાનો વિષય બન્યા નથી ! મુસ્લિમ મતદારોનું સ્વમાનજાળવી બીનસાંપ્રદાયિકતાનો અસલી પરિચય આપ્યો છે !
જયાં નૈતિકતા છે ત્યાં જ “કર્તવ્ય ધર્મ” છે ! આવું માનનારા શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ છેલ્લી ઘડીએ ૧૦-૨૦ ટકા વોટ ટ્રાન્સફર કરવાનું રાજકારણ ચાલે છે ! તેનાથી સજાગ રહીને પોતાની વોટ બેંક અત્યારથી જ મજબુત કરે જેથી સત્તાની સોદાબાજીના કથિત નિર્માલ્ય રાજકારણનો તેઓ ભોગ ન બને ! સીનીયર વકીલો પણ સત્તા પરિવર્તન ઈચ્છતા જણાય છે ! ત્યારે બુદ્ધિજીવી વકીલ મતદારો પોતાનું હિત શેમાં છે તે જોઈ મતદાન કરે છે કે કેમ ?! એ જોવાનું રહે છે !
અમેરિકાના રાજનિતિજ્ઞ માર્ટીન લ્યુથર કિંગ કહે છે કે, “જીવનનો સૌથી મહત્વનો અને ટોચનો પ્રશ્ન એ છેકે, તમે બીજા માટે શું કરો છો ?!” મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બારમાં જોઈન્ટ સેક્રેટરી પદથી પ્રમુખ પદ સુધી સત્તા સંભાળી ચૂકેલા સેક્રેટરી પદના ઉમેદવાર શ્રી ભરતભાઈ શાહ ફોજદારી બારના “ટાઈગર” કહેવાય છે ! તેઓ વકીલોના પ્રશ્ને ગમે તે મેજીસ્ટ્રેટ સામે જાહેરમાં રજૂઆત કરી શકે છે !
તેઓ પીઢ, અનુભવી નેતા છે ! તેમને નહીં અનુસરતાગમે તે વ્યક્તિથી ડરતા નથી એ શ્રી ભરતભાઈ શાહ એ બારનો અવાજ છે ! તેઓ તડજોડના રાજકારણના માહિર છે ! શ્રી ભરતભાઈ શાહને જીતાડવા “મોટા સાહેબ” જુનીયર્સ વકીલોને કારોબારી પદ ઉપર કથિત ટિકીટો વહેંચી ઉભા રાખ્યા છે ! આ કથિત ઉંટ તરીકે ઉપયોગ કરાયેલા જુનીયર્સ વકીલો કેટલા મત ભરતભાઈ શાહને અપાવશે ?! એની ચર્ચાએ પણ જોર પકડયું છે !
લાયબ્રેરીમાં થતો કથિત સત્તાનો દુરઉપયોગ ભરતભાઈ શાહ કેમ અટકાવી ન શકયા ?! કે પછી તેમની તેમાં મુક સંમતિ હતી ?! આ મુદ્દો બારમાં ટોક ઓફ ધી બાર વકીલોએ બનાવ્યો છે ! આ અંગેના ગર્ભિત સંકેતો આપતા સંદશાઓ મોબાઈલ દ્વારા પણ ફરતા થયા છે ! ત્યારે શ્રી ભરતભાઈ શાહે લાયબ્રેરીના શુદ્ધિકરણની ચર્ચા પણ વળતા સંદેશાઓ મુકવાની જરૂર છે !
કારણ કે મહિલા ધારાશાસત્રીઓમાં આ મુદ્દો વધારે ચર્ચાનો વિષય બન્યો છે ?! તેને અટકાવવાની જરૂર છે ! બાકી તો શ્રી ભરતભાઈ શાહ બારના ટાઈગર છે ! અને તેમના વિરોધીઓનો કઈ રીતે ચૂંટણીલક્ષી શિકાર કરવો એ જાણે છે માટે તેમને કોઈ જીતતા હરાવી શકે તેમ કોઈ નથી ! પરંતુ જો ફોજદારી બારના કથિત કિંગમેઈકરો છેલ્લી ઘડીએ એક થઈ રણનિતિ નકકી કરશે તો ટાઈગરને હરાવી “સિંહ” પણ જીતી શકે છે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
