ગુજરાત હાઈકોર્ટ બારમાં સેક્રેટરી પદ ઉપર નિર્ણાયક જંગ જામ્યો છે !
કારોબારી પદ ઉપર લડતા ઉમેદવારો અને ટેકેદારોની મોટી જવાબદારી કેમ ?!
ગુજરાત હાઈકોર્ટ બારમાં સક્ષમ, નિડર, કર્મશીલ, પ્રતિભાશાળી ઉમેદવારો મત વિભાજનમાં હારી જશે તો હાઈકોર્ટ બારની પ્રતિભા કોણ ઉજાગર કરશે ?! અને વકીલોના પ્રાણ પ્રશ્નો કોણ ઉકેલી શકશે ?! વકીલ મતદારોમાં ચકચાર ?!
અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રિગને કહ્યું છે કે, “લોકશાહી એ મુરઝાઈ જાય એવું પુષ્પ નથી, પરંતુ તેને સિંચવું તો પડે જ”! ગુજરાત હાઈકોર્ટ બારનો ટેકનીકલ વહીવટ લોકશાહી ઢબે ચાલે, પુરી પારદર્શકતા સાથે ચાલે તે જોવાની જવાબદારી હાઈકોર્ટ બારના જનરલ સેક્રેટરીની છે ! લોકશાહી ઢબે ચૂંટાયેલા દરેક પ્રતિનિધિ એ વિનમ્ર સેવક છે ! સાથે બાર અને બેન્ચ વચ્ચે સેતુ છે !
ત્યારે ગુજરાત હાઈકોર્ટ બારમાં સેક્રેટરી પદ ઉપર નિર્ણાયક જંગ જામ્યો છે ! જનરલ સેક્રેટરી પદ ઉપર ડાબી બાજુથી શ્રી ભાવિકભાઈ પંડયાની તસ્વીર છે ! તેઓ બારનો વહીવટ પારદર્શિતા સાથે લોકશાહી ઢબે ચાલે, વિનમ્રતા સાથે ચાલે એ માટે સૈધ્ધાંતિક મુદ્દાઓ આગળ ધરી ચૂંટણી લડી રહ્યા છે! બારના જુનીયર્સ વકીલોનો અવાજ બનવા માટે તેઓ જનરલ સેક્રેટરી પદ ઉપર ઉભા છે !
હાઈકોર્ટ બારની પ્રતિભા ઉજાગર કરવા અને બારમાં એકતાથી, પુરી તાકાત ઉભી કરી ગુજરાતનું મજબુત બાર બનાવવા શ્રી ભાવિકભાઈ પંડયા ઉભા છે ! ત્યારે તેઓને વ્યુહાત્મક ચૂંટણી જંગમાં ડોર ટુ ડોર વકીલ મતદારોનો સંપર્ક કરવાની જરૂર છે ! કેટલાક કિંગમેઈકરો દરેક બારમાં હોય છે ! તેમની પાસે “બલ્ક” માં મતો હોય છે ! ત્યાં પોતે શા માટે ચૂંટણી લડી રહ્યા છે ?! તે વાત પહોંચાડશે તો તેઓ અનેક પડકારો વચ્ચે ચૂંટણીની વેતરણી પાર કરી શકશે એવા સંકેતો મળે છે !
ગુજરાત હાઈકોર્ટ બારમાં વર્તમાન સેક્રેટરી શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પણ સેક્રેટરી પદ ઉપર ફરી ચૂંટણી લડી રહ્યા છે ! તેઓની વહીવટી ક્ષમતાથી, તેમની કાર્ય પ્રણાલીથી વકીલ મતદારો વાકેફ છે ! તેઓની સેક્રેટરી પદ ઉપર કામ કરવાની કુનેહ છે, અનુભવ છે ! અને મજુબત નિર્ણય શક્તિ ધરાવે છે ! પરંતુ સેક્રેટરી પદ ઉપર ઉભેલા અન્ય ઉમેદવારો પણ નબળા નથી ! અને કયારેક મોટું મત વિભાજન તેમને ચૂંટણીમાં હંફાવી જાય એવું પણ બની શકે છે !
અને અન્ય બારમાં બને છે તેમ બે ઉમેદવારો સંપીને વોટ ટ્રાન્સફર કરી લે તો પણ ચૂંટણીલક્ષી પડકાર સર્જાઈ શકે છે ! તે જોઈને ચૂંટણીલક્ષી રણનિતિ નકકી કરશે તો શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ ચૂંટણીમાં હાઈકોર્ટ બારના જનરલ સેક્રેટરી પદ ઉપર જીતવામાં કામિયાબ થઈ શકે છે ! આમ તો તેઓને જીતવામાં સરળતા રહેશે એવું જણાય છે ! ગુજરાત હાઈકોર્ટના જનરલ સેક્રેટરી પદ ઉપર શ્રી દેવેન્દ્રભાઈ પંડયા ચૂંટણી લડી રહ્યા છે !
શ્રી દેવેન્દ્રભાઈ પંડયાના પ્રચારે વેગ પકડયો છે ! તેમને માનવતા વાદી અભિગમ બાર અને બેન્ચ વચ્ચેની વર્તમાન સમસ્યાઓથી માહિતગાર છે ! અને તેઓ મૂલ્યનિષ્ઠ જાહેર જીવનના પ્રહરી છે ! હાઈકોર્ટ બારની પ્રતિભા ઉજાગર કરવા માટે પોતે કાબેલિયત ધરાવે છે ! હાઈકોર્ટના એડમીનીસ્ટ્રેટીવ વિભાગમાં પણ પોતે અસરકારક રજૂઆત કરવા સમક્ષ છે ! તેઓનું ટેકેદાર જુથ મતદાનના દિવસે પોતાની તરફેણમાં મતદાન કરાવવામાં કેટલું સફળ થાય છે?! તે જોવાનું રહે છે ?!
ડાબી બાજુથી ચોથી તસ્વીર જનરલ સેક્રેટરીપદના ઉમેદવાર શ્રી મહેશભાઈ બારીયાની છે ! તેઓ બારના સેક્રેટરી પદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે ! શ્રી મહેશભાઈ બારીયા એક પ્રગતિશીલ અને ઉત્સાહી ઉમેદવાર છે ! તેઓ બારની સમસ્યાઓનું વિધેયાત્મક નિરાકરણ ઈચ્છી રહ્યા છે !
ઘણાં સમયથી હાઈકોર્ટ બારની ક્ષમતા નબળી પડી હોવાની ચર્ચા ચાલી છે તેમાં પ્રાણ પુરવા તેઓ ચૂંટણી લડતા હોવાનું મનાય છે ! પ્રગતિશીલ, કર્મિનષ્ઠા અને સ્વભાવની સરળતા તેમને મત વિભાજન વચ્ચે જીતવાની તક કેટલી ઉજાગર કરે છે ! તેના પર હારજીતનો મદાર છે ! પાંચમી તસ્વીર જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર ઉમેદવારી કરનાર શ્રી નિખિલભાઈ વ્યાસની છે ! જયારે ત્યાર પછીની તસ્વીર કારોબારી પદ ઉપર ચૂંટણી લડતા કિંજલબેન પટેલની છે !
ત્યાર પછીની તસ્વીર કારોબારી પદ ઉપર ચૂંટણી લડતા શ્રી કેવલભાઈ મહારાજાની છે ! અને છેલ્લી તસ્વીર જુનીયર કારોબારી પદ ઉપર ચૂંટણી લડતા શ્રી દેવભાઈ કેલ્લાની છે ! કારોબારી પદ ઉપર ચૂંટણી લડતા તમામ ઉમેદવારો હાઈકોર્ટબારને મજબુત બનાવવા મતદાન કરે અને કરાવે એ તેમની વકીલાતની વ્યવસાયિક ફરજ છે ! એ યાદ રાખે એ સમયની માંગ છે ?????! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
પ્રમુખ પદ ઉપર યતીનભાઈ ઓઝા, ચિત્તરંજીતભાઈ ઉપાધ્યાય, બી.એમ.માંગુકીયા, બ્રિજેશભાઈ ત્રિવેદી, ફોરમભાઈ શેઠના વચ્ચે વ્યુહાત્મક જંગમાં વિજયની વરમાળા કોણ પહેરશે ?!
જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ એલ. વેગનરે કહ્યું છે કે, “આપણે વૈજ્ઞાનિકો એવા ન્યાયાધીશો છીએ, જેમણે બચાવ કરવામાં નિષ્ફળ ગયેલા આરોપી સામે સાંયોગિક પુરાવાઓને આધારે “સત્ય” શોધીને ન્યાય તોળવાનો છે”!! જયારે અમેરિકન વૈજ્ઞાનિક રિચાર્ડ પી. ફીનમેન કહે છે કે, “હું કશું જ જાણતો નથી, પરંતુ એટલું અવશ્ય જાણું છુંકે, જો તમે ખૂબ ઉંડા ઉતરો તો પ્રત્યેક ચીજ બહુ રસપ્રદ છે”!
ગુજરાત હાઈકોર્ટ બારમાં વકીલોના વાચસ્પતિ બનીને બારની સમસ્યાઓનો નિકાલ લાવી શકે ! સમગ્ર વકીલ આલમના વ્યવસાયિક સિધ્ધાંતા માટે લડી શકે ! એવા શ્રેષ્ઠ પ્રમુખને હાઈકોર્ટ બારને જરૂર છે ! અને બારના પ્રમુખ ત્યારે જ લડત આપી શકે જયારે જુદા જુદા હોદ્દા માટે ચૂંટણી લડતા વકીલ ઉમેદવારો પણ બારની ગરિમા જાળવવા અને ગૌરવ વધારવા કાબેલ હોય ! દુનિયામાં મહાન કાર્યાે મહાન ત્યાગના પાયા પર રચાય છે !
આ “કડવું સત્ય” બધાં સ્વીકારીને મતદાન કરશે તો ગુજરાત હાઈકોર્ટ બારને એક શ્રેષ્ઠ ટીમ મળશે ! બાંહોશ પ્રમુખ મળશે ! રાજકારણ જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને વકીલો વકીલાત કરે છે ! એ જ રીતે મતદાન કરશે તો શ્રી ભગવાન પણ મદદ કરશે ! કારણ કે ભાગવાને કોઈ “ધર્મ” કે “કોમ” નું સર્જન કર્યું નથી ! વકીલાતના વ્યવસાયમાં આ માટે કુદરતી ન્યાયના સિધ્ધાંતોની વાત બહુ પ્રચલિત છે ! તો વકીલ મતદારો ઉંડી કોઠાસૂઝથી મતદાન કરે એ જ હાઈકોર્ટ બારનું ગૌરવ વધારવાનો એક માત્ર માર્ગ છે ?!
ગુજરાત હાઈકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર ચતુષ્ટકોણીય જંગ જામ્યો છે ! પ્રમુખ પદ માટે શ્રી યતીનભાઈ ઓઝા, શ્રી ચિત્તરંજીતભાઈ ઉપાધ્યાય, શ્રી બી. એમ. મંગુકીયા, શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી, શ્રી ફોરમભાઈ શેઠના વચ્ચે કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં બારની ગરિમા ઉજાગર કરવાની ક્ષમતા કોની ?! નિડરતા કોની ?! અને નૈતિકતા કોની ?! તેનું મૂલ્યાંકન વકીલ મતદારોએ કરી મતદાન કરશે તો બારને ચોકકસ સૌથી વધુ કાબેલ પ્રમુખ મળી શકશે ?!
ફ્રેન્ચ તત્વજ્ઞાની રેને ડિસ્કાર્ટિસ કહે છે કે, “હું વિચારૂં છું, માટે જ હું છું”! પ્રમુખ પદ ઉપર શ્રી યતીનભાઈ ઓઝા ચૂંટણી લડી રહ્યા છે ! તેઓ હાઈકોર્ટ બારના “ફાઈટર” અને દિર્ઘ દ્રષ્ટિકોણ ધરાવતા કર્મશીલ, વિચારશીલ અને તમામ વકીલોનો ટેકો લઈ ચાલનારા ઉમેદવાર છે ! “સત્ય” માટે એકલા ટકકર લઈને જુનીયર્સ વકીલો માટે કાર્ય કરી ચૂકેલા ઉમેદવાર છે ! કેટલાક વકીલ મતદારો એવું પણ કહે છે કે, “બારને નિવડેલા કાર્યકર અને પીઢ અનુભવી નેતૃત્વની જરૂર છે !
તેમની વ્યક્તિગત વિચાર ધારા ગમે તે હોય પણ હાઈકોર્ટ બારની પ્રતિષ્ઠાની વાત આવે, વકીલોની સમસ્યાઓ ન્યાયાધીશો સમક્ષ રજૂઆત કરવાનીવાત આવે ત્યારે શ્રી યતીનભાઈ ઓઝાએ કયારેય પીછેહટ કરી નથી !” એવું માનનારો વકીલોનો મોટો વર્ગ છે ! ત્યારે શ્રી યતીનભાઈ ઓઝા માટે મત વિભાજન કદાચ મોટી અસર નહીં સર્જે ! પરંતુ તેમ છતાં શ્રી યતીનભાઈ ઓઝાએ વધુ મતદાન થાય તેમની તરફેણમાં મતદાન થાય અને મત વિભાજનનો ડેમેજ કંટ્રોલ કરશે તો તેમની જીત નિશ્ચિત બની શકે તેમ છે ?!
ગુજરાત હાઈકોર્ટ બારના એક બીજા સક્ષમ ઉમેદવાર શ્રી ચિત્તરંજીતભાઈ ઉપાધ્યાય ચૂંટણીના મેદાનમાં છે ! તેઓ ગુજરાત હાઈકોર્ટ બારની અને સમગ્ર વકીલ આલમની સમસ્યાઓથી સુમાહિતગાર છે ! બાર અને બેન્ચ વચ્ચે સમતુલા જાળવી પ્રશ્નો ઉકેલવાની કાબેલિયત તેમનામાં છે ! એવું વકીલોનું એક મજબુત જૂથ માને છે ! શ્રી ચિત્તરંજીતભાઈને ચાહનારો વર્ગ પણ મોટો છે ! તેઓ દ્રઢ મનોબળ ધરાવતા પ્રમુખ પદના ઉમેદવાર છે !
બારના હાઈકોર્ટ સાથેના અનેક પ્રશ્નો ઉકેલવાની શ્રી ચિત્તરંજીતભાઈ ઉપાધ્યાયે વકીલોને એક જૂથ કરીને હવે મજબુત નેતૃત્વ પુરૂં પાડી શકે તેમ છે ! ત્યારે તેમની હવે વકીલો આખરે કોને જીતાડે છે એ જોવાનું રહે છે ?!
ગુજરાત હાઈકોર્ટ બારના પોતાના પ્રશ્નો ઘણાં છે ! સરકાર સાથેના અને હાઈકોર્ટની સત્તાકીય પાંખ સાથેના ! તેની સામે રજૂઆત કરવા માટે ગુજરાત હાઈકોર્ટના કર્મશીલ, સેવાભાવી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા સીનીયર એડવોકેટ શ્રી બી. એમ. મંગુકીયા પ્રમુખ પદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે ! ન્યાયાધીશની બદલીના પ્રશ્ને સુપ્રિમ કોર્ટમાં બારનું પ્રતિનિધિ મંડળ ગયું તેમાં તેઓ સામેલ હતાં !
શ્રી બી. એમ. મંગુકીયાનું રાજકીય લોબીંગ પણ મોટું છે ! શ્રી મંગુકીયા એ બહુમુખી પ્રતિભા ધરાવે છે ! પ્રશ્નોને મુદ્દાસર રજૂઆત કરવાની ક્ષમતા પણ છે ! તેઓ બાંહોશ અને ચૂંટણીલક્ષી વ્યુહાત્મક જંગના માહિર છે ! બારના અનેક પડકારોથી સુમાહિતગાર છે ! તેઓ કયાંય પીછેહટ કરી શકે નહીં તેઓ વકીલ મતદારોને વિશ્વાસ છે ! આ વિશ્વાસને જીતના અવસરમાં બદલવા માટે ચતુષ્ટકોણીય જંગમાં સફળ થવું એ પણ પડકાર છે ! ત્યારે એ કેવી રણનિતિ અખત્યાર કરી સફળ થાય છે એ જાવાનું રહે છે ?!
પ્રમુખ પદ ઉપરશ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી ચૂંટણી લડી રહ્યા છે ! તેમની પરંપરાગત મત બેંક મોટી છે ! તેમનો સરળ અને મળતાવડો સ્વભાવ એ તેમની વિધેયાત્મક વ્યક્તિત્વની પ્રતિભા છે ! તેઓ હાઈકોર્ટ બારના મોટા ભાગના કાર્યક્રમો, ગુજરાત બાર કાઉÂન્સલના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીતા, બારના વકીલો સાથે સંપર્ક જાળવી રાખીને બધાંના પ્રશ્નો ધ્યાને લેનારા ઉમેદવાર છે !
તેઓએ અનેક પડકારો સામે હાઈકોર્ટ સાથેના પ્રશ્નોમાં સુપ્રિમ કોર્ટ સુધી નેતૃત્વ પુરૂં પાડયું હતું ! તે નજરઅંદાજ કરી શકાય નહીં ! પરંતુ આજે હાઈકોર્ટ બારને બે મોરચે મજબુત રજૂઆત કરનારા પ્રતિનિધિત્વની જરૂર છે ! એવા સંજોગોમાં કેટલાક મજબુત ઉમેદવારો સાથે તેમની ટકકર છે ! ત્યારે મત વિભાજન તારે છે કે ડુબાડે છે ?! એ જોવાનું રહે છે ?! તેમનું સરળ વ્યક્તિત્વ કેટલું કામ આવે છે એ જોવાનું રહે છે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
