ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલો કરનાર સાજિદ ભારતીય હતો
સિડની, ઓસ્ટ્રેલિયામાં ૧૫મી ડિસેમ્બરે સિડનીના બોન્ડી બીચ પર યહૂહી લોકો પર હુમલો કરનાર આતંકવાદી સાજિદ અકરમ ભારતનો હતો. ૫૦ વર્ષીય સાજિદ મૂળ તેલંગાણાના હૈદરબાદનો વતની હતો. તેણે હૈદરાબાદમાંથી બી.કોમની ડિગ્રી મેળવી અને પછી સ્ટુડન્ટ વિઝા પર નોકરીની શોધમાં નવેમ્બર ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. ત્યાર પછી તેણે યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસોની સાથે લગ્ન કર્યા અને ત્યાં જ સ્થાયી ધોરણે વસવાટ કરી લીધો.
સાજિદની પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ હતો. સાજિદના પરિવારજનોએ કહ્યું છે કે તેમણે કેટલાય વર્ષાે પહેલા સાજિદની સાથેના પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા, કારણ કે તેણે એક ખ્રિસ્તી મહિલાની સાથે લગ્ન કર્યા હતા.છેલ્લા ૨૭ વર્ષમાં સાજિદ સાથે પરિવારજનોના સંબંધો ઓછા રહ્યા. જોકે, ઓસ્ટ્રેલિયા ગયા પછી સાજિદ છ વાર ભારત આવી ચૂક્યો હતો. સાજિદનો પુત્ર નવીદ અકરમ(૨૪) ઓસ્ટ્રેલિયન નાગરિક છે.
સાજિદને એક પુત્રી છે. ઉલ્લેખનીય છે કે, આ આતંકવાદી હુમલામાં ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આતંકવાદી સાજિદ પણ પોલીસના ફાયરિંગમાં ઠાર થયો છે, જયારે તેનો પુત્ર ઘાયલ થયો છે.SS1MS
