Western Times News

Gujarati News

ઇન્ડિગો ફિયાસ્કોઃ ટિકિટના ચાર ગણા વળતર માટે પીઆઈએલ કરાઈ

નવી દિલ્હી, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની સંચાલકીય કટોકટી દરમિયાન ટિકિટ રદ થઈ હોય તેવા મુસાફરોને સંપૂર્ણ ટિકિટની કિંમતના ચાર ગણાં વળતરની માગણી કરતી દિલ્હી કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે.

ફ્લાઇટ ડ્યૂટી ટાઇમના નવા નિયમો પછી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન પ્રભાવિત થયેલા તમામ મુસાફરોને આ વળતર ચુકવવામાં એવો તેવો કેન્દ્ર અને ઇન્ડિગોને આદેશ આપવામાં આવે તેવી આ અરજીમાં માગણી કરાઈ છે.

આ અરજી અંગે હાઇકોર્ટમાં બુધવારે સુનાવણી થશે. તેમાં કટોકટી સર્જવામાં ડીજીસીએની બેદરકારી અને ભૂલોની નિવૃત્ત ન્યાયાધીશ અથવા લોકપાલ દ્વારા તપાસની પણ માંગ કરાઈ છે. મુસાફરોને થયેલા નુકસાન અને તકલીફ માટે ઇન્ડિગો સામે ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ અનુસાર ક્લાસ એક્શન દાવો શરૂ કરવાની પણ રજૂઆત કરાઈ છે.

સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જના પ્રમુખ પ્રોફેસર વિક્રમ સિંહની અરજીમાં જણાવાયું છે કે ઇન્ડિગોના ફિયાસ્કોને લીધે છેલ્લી ઘડીએ હજારો ફ્લાઇટ્‌સ રદ થવાને કારણે ફસાયેલા મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હી હાઇકોર્ટને મંજૂર કરેલા ફ્લાઇટ ડ્યૂટીને મર્યાદિત કરતા નવા નિયમોનો સંપૂર્ણ અમલ ન કરવા બદલ ઇન્ડિયન પાયલટ્‌સ ગીલ્ડે દાખલ કરેલી અરજી પર કોર્ટે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને નોટિસ આપીને તેનો જવાબ માગ્યો છે. પાયલટ્‌સના સંગઠનને જણાવ્યું છે કે નાગરિક ઉડ્ડયન જરૂરિયાત ૨૦૨૪ ળેમવર્કનું ઉલ્લંઘન કરી પાઇલટ થાક વ્યવસ્થાપન નિયમોમાં એરલાઇન્સને છૂટછાટ અપાઈ હતી અને તેનાથી સુરક્ષા સામે પણ બાંધછોડ કરાઈ હતી. આ અરજી અંગે વધુ સુનાવણી ૧૭ એપ્રિલે થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.