શાહિદ કપૂર સાથે તમન્ના, દિશા પટ્ટણી અને વિક્રાંત મેસ્સી જોડાયા
મુંબઈ, વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિઓ’ શક્ય તેટલી રસપ્રદ ફિલ્મ બને એવી તેમની ઇચ્છા છે. વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર આ પહેલાં ‘કમિને’ અને ‘હૈદર’, ‘રંગૂન’માં સાથે કામ કરી ચુક્યા છે, તેથી આ ફિલ્મ પાસે અપેક્ષાઓ પણ ઘણી છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી અને નાના પાટેકર જોડાયાના અહેવાલ આવ્યા ત્યારે તેની મજબુત કાસ્ટની ચર્ચા થઈ હતી.
હવે આ ફિલ્મની કાસ્ટ વધુ મજબુત થઈ છે કારણ કે, તેમાં વિક્રાંત મેસ્સી, તમન્ના ભાટિયા અને દિશા પટ્ટણી પણ જોડાયા છે.પહેલી વખત વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાજીદ નડિયાડવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
આ ફિલ્મ ૧૭ ફેબ્›આરીએ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે રિલીઝ થઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૫માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું, આ ફિલ્મ માટે લાલ સિંઘ ચઢ્ઢા, એર લિફ્ટ અને હિન્દી મીડિયમ જેવી ફિલ્મ માટે સેટ બનાવનાર મુસ્તુફા સ્ટેશનવાલાએ આ ફિલ્મનો સેટ બનાવ્યો છે. સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મના સેટને ભવ્ય બનાવવામાં કોઈ કમી ન રહે તેની ખાસ તકેદારી રાખી છે.
સાથે જ વિશાલ ભારદ્વાજ અને મુસ્તુફાએ ફિલ્મનું શીડ્યુલ પણ બરીકાઈથી તૈયાર કર્યું હતું.વિશાલ ભારદ્વાજ જે પ્રકારની ગંભીર ફિલ્મ બનાવે છે, તેમાં શાહિદ કપૂર અને મજબુત કલાકારો હોવાથી ફિલ્મની વાર્તા રસપ્રદ હોવાની સાથે મનોરંજક હશે એવી આશા છે. સાથે જ સાજીદ નડિયાદવાલા આ ફિલ્મ ભારતીય મૂળ સાથે જોડાયેલી હોવા છતાં ભવ્ય બને તેવા પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ આ ફિલ્મને વધુ સારી સંખ્યામાં સ્ક્રિન મળી રહે તે માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે.SS1MS
