અક્ષયકુમાર અને અનીસ બાઝમી ૧૫ વર્ષે ફરી સાથે કામ કરશે
મુંબઈ, ફિલ્મ મેકર અનીસ બાઝમી અને અક્ષય કુમાર ૧૫ વર્ષે ફરી એક વખત એક સાથે કોમેડી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી હતી, ત્યારે અનીસ બાઝમીએ પોતે જ આ વાતનો ખુલાસો કરી નાખ્યો છે. એક ઇન્ટરવ્યુમાં અનીસ બાઝમીએ કહ્યું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી થવાની તૈયારી છે. તેમણે જણાવ્યું, “આ એક કોમેડી ફિલ્મ છે. હાલ હું સ્ક્રિપ્ટ લખી રહ્યો છું, પૂરી થવાની તૈયારી જ છે.
જો બધું જ આયોજન મુજબ થયું તો અમે જલદી શૂટિંગ પણ શરૂ કરી દઈશું.” હાલ હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી, પરંતુ એવી ચર્ચા છે કે અનીસ બાઝમી તેલુગુ ફિલ્મ સંક્રાથિકી વાસ્થુનમ પરથી એક્શન કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે, જોકે, અનીસ બાઝમીએ આ અંગે મૌન જ સેવ્યું છે.અનીસ બાઝમીએ અક્ષય કુમાર સાથેના સંબંધો અંગે કહ્યું, “અમને બંનેને એકબીજા માટે પ્રેમ અને માન છે.
મેં જ્યારે એની સાથે આ ફિલ્મ વિશે વાત કરી તો એ બહુ જ ખુશ થયો હતો.”આ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “અનીસ અને અક્ષય બંનેને ફિલમની વાર્તા ગમી છે, જેમાં હિરો પત્ની અને પૂર્વ પ્રેમિકા વચ્ચે ફસાયો છે.
સંક્રાંથિકિ વાસ્થુનામની વાર્તા આવી જ છે, પણ એમાં તેલુગુ ફ્લેવર છે. અનીસ તેને હિન્દી ઓડિયન્સને ગમે એ રીતે ફેરફાર કરીને બનાવી રહ્યા છે.”અક્ષયની ભૂત બંગલા પણ આ વર્ષે રિલીઝ થઈ રહી છે અને વર્ષના અંતમાં તેની હૈવાન પણ આવી જશે, આ બંને ફિલ્મ પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે. તેના પછી અક્ષય હેરા ફેરી ૩નું કામ શરૂ કરશે. તે પણ પ્રિયદર્શનની ફિલ્મ છે. તેના પછી અક્ષય અનીસ બાઝમી સાથે ફિલ્મ શરૂ કરી શકે છે.SS1MS
