Western Times News

Gujarati News

સેવન્થ ડે હાઈસ્કૂલનો વિવાદ વકર્યો: શાળા સંચાલકોએ સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલને સરકારે હસ્તક લીધા બાદ શાળા સંચાલકે સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો છે.

અમદાવાદના મણિનગરની સેવન્થ ડે હાઈસ્કૂલનો વિવાદ વકર્યો છે. સરકારે શાળાને હસ્તક લીધી હતી, જે કાર્યવાહીને શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે.

અરજીમાં આક્ષેપ કરાયો છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો હતો. શાળા સંચાલકોનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર છે અને તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થશે. કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.

શું હતો આખો આ સ્કુલ અંગેનો મામલો- નીચેની લિંક પર ક્લિક કરી વાંચો

મણીનગરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે બંધનું એલાન

🏫 સેવન્થ ડે હાઈસ્કૂલ વિવાદ – મુખ્ય મુદ્દા

  • સ્થાન: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલ.
  • સરકારી કાર્યવાહી: ગુજરાત સરકારે શાળાને હસ્તક લીધી.
  • શાળા સંચાલકોની દલીલ:
    • આ નિર્ણય એકતરફી રીતે લેવામાં આવ્યો છે.
    • ડીઈઓ (District Education Officer)એ શાળાની રજૂઆતને ધ્યાનમાં લીધી નથી.
    • આ કાર્યવાહી ગેરકાયદેસર છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર કરશે.

⚖️ કાનૂની પગલાં

  • શાળા સંચાલકોએ આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.
  • અરજીમાં જણાવાયું છે કે સરકારનો નિર્ણય અન્યાયપૂર્ણ છે.
  • કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.