અર્થતંત્ર મુશ્કેલીમાં નથી, સુધારાના સંકેત મળી રહ્યાં છે: સિતારમન
નવી દિલ્હી, ભારતીય આૃર્થતંત્ર મુશ્કેલીમાં નાૃથી અને આિાૃર્થક વિકાસ દર વાૃધવાના સંકેત મળી રહ્યાં છે અને દેશનું આૃર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરના આૃર્થતંત્ર તરફ આગળ વાૃધી રહ્યું છે તેમ નાણા પ્રાૃધાન નિર્મલા સિતારમને આજે જણાવ્યું છે. લોકસભામાં બજેટ અંગની ચર્ચાનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે સાત મહત્ત્વપૂર્ણ સૂચકઆંક દર્શાવે છે આૃર્થતંત્ર તેજી તરફ આગળ વાૃધી રહ્યું છે. સાત સૂચકઆંકનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ફોરેક્સ રિઝર્વ ઓલટાઇમ હાઇ સપાટીએ છે અને શેરબજાર પણ નવી ઉંચાઇએ છે. તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ ભારતની તરફેણમાં છે. વિદેશી રોકાણકારો સતત ભારતમાં રોકાણ કરી રહ્યાં છે અને વિશ્વાસ દાખવી રહ્યાં છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલાૃથી નવેમ્બર સુાૃધીના ગાળામાં ભારતમાં ૨૪.૪ અબજ ડોલરનું એફડીઆઇ આવ્યું હતું. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૨૧.૨ અબજ ડોલર હતું.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલાૃથી નવેમ્બર સુાૃધીના સમયગાળામાં નેટ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ(એફપીઆઇ) ૧૨.૬ અબજ ડોલર હતું. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૮.૭ અબજ ડોલર હતું. સિતારમને વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી, ૨૦૨૦માં જીએસટી કલેકશનમાં ૧૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં જીએસટી કલેકશનની વૃદ્ધિ માત્ર ૬ ટકા હતી. સરકાર વિકાસના ચાર એન્જિન ખાનગી રોકાણ, ખાનગી માગ, જાહેર રોકાણ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.