Western Times News

Gujarati News

અવતારઃ ફાયર એન્ડ એશને સેન્સર બોર્ડે એક પણ કટ વિના પાસ કરી

મુંબઈ, ૨૦૨૫ના વર્ષની સૌથી મોટી ફિલ્મ અવતાર- ફાયર એન્ડ એશ રિલીઝ થવાની તૈયારી છે. આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે અને તેના માટે ઘણો ઉત્સાહ પણ છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મને સેન્સર બોર્ડે કોઈ પણ કટ વિના પાસ કરી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા આ ફિલ્મને યૂએ ૧૬+ સર્ટિફિકેટ સાથે ૧૧ ડિસેમ્બરે પાસ કરી દેવામાં આવી છે. અવતાર ફ્રેન્ચાઇઝીની આ પહેલાની ફિલ્મમાં કેટલાંક અપશબ્દો અને કેટલાક હિસંક દૃશ્યો હતાં.

તેથી એવી ચર્ચા હતી કે પહેલી બંને ફિલ્મની જેમ આ ફિલ્માંથી પણ કેટલાક કટ કરવામાં આવશે. પરંતુ એક્ઝામિનિંગ કમિટીએ અવતારઃ ફાયર એન્ડ એશને એક પણ સીનમાં કટ વિના પાસ કરી દીધી છે.

એટલુ જ નહીં, પણ કોઈ જ ડાયલોગમાં સુધારા કે કોઈ શબ્દો મ્યુટ કરવા માટે પણ, કે કોઈ ડાયલોગ ડીલીટ કરવા કે બદલવા માટે પણ સુચન કરાયા નથી. તો હવે દર્શકોએ જોઈને નક્કી કરવાનું છે કે આ ફિલ્મમાં કશું જ વાંધાજનક નથી કે પછી સ્ટુડિયોએ ફિલ્મને સેન્સરમાં મોકલતાં પહેલાં પોતે જ સેન્સર કરી નાખી છે. સેન્સર સર્ટિફિકેટમાં જણાવ્યા અનુસાર, આ ફિલ્મ ૧૯૭.૨૧ મિનિટની એટલે કે ૩ કલાક ૧૭ મિનિટ અને ૨૧ સેકન્ડની છે.

આ રીતે આ ફિલ્મ અવતાર ફ્રેન્ચાઈઝીની સૌથી લાંબી ફિલ્મ છે. પહેલી અવતાર ૧૬૨ મિનિટની હતી, બીજી ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટર ૧૯૨.૧૦ મિનિટની હતી. જેમાં સેન્સર બોર્ડે ૧૮ ડાયલોગમાં ૧૨ શબ્દો મ્યુટ કરાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.