કરીના બીજા એક્ટર સાથે કામ કરતી ત્યારે સૈફે ઇર્ષ્યા થતી હોવાનું કબુલ્યું
મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ ગણાય છે. તેઓ જાહેરમાં પણ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કબુલ્યું છે કે તેમનાં સંબંધની શરૂઆતમાં જ્યારે કરીના બીજા કોઈ હિરો સાથે કામ કરતી તો તેને ઇર્ષ્યા થતી હતી.
તેમનો સંબંધ સમયાંતરે મજબુત થયો છે. સૈફે કહ્યું કે કરીના સાથે રિલેશનશિપમાં હોવું એ અન્ય કોઈ પણ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં હોવા કરતાં ઘણું અલગ હતું.
સૈફે કહ્યું, “તે ખરેખર એક અદ્દભુત સ્ત્રી છે અને હું મારી જાતને નસીબદાર માનું છું કે હું અત્યાર સુધીમાં કોઈ એના જેટલી ધીરજવાળી અને પ્રેમાળ વ્યક્તિને મળ્યો નથી. એ બિલકુલ અદ્દભુત છે. હું એના વિશે વાતો કરતો જ રહીશ. એ અમારા માટે એક સુંદર ઘર બનાવે છે. એ કેમેરા સામે જેટલી સર્જનાત્મક છે એટલી જ અમારા માટે પણ છે.”તેમના ડેટિંગના દિવસો યાદ કરતા સૈફ અલી ખાને કહ્યું કે કરીનાને બીજા એક્ટર્સ સાથે કામ કરતી જોઈને તેને ઇર્ષ્યા થતી હતી.
સૈફે કહ્યું, “શરૂઆતમાં, આ બધું સંભાળવું સહેલું નહોતું. કદાચ એ બીજા એક્ટર્સ સાથે કામ કરે એમાં શું રિએક્ટ કરવું કે એ બાબતે હું સ્પષ્ટ નહોતો અથવા તો મને ઇર્ષ્યા થતી હતી. મારા માટે એ બધું નવું હતું.
આ બધાં ઇમોશન્સ સાથે મેચ્યોરિટીથી કામ લેવું પડે છે તેના માટે એકબીજા પર ઘણો વિશ્વાસ હોવો જોઈએ અને એકબીજામાં શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે બધું નવું હોય, ત્યારે સ્વાભાવિક છે કે તમને અસુરક્ષા અનુભવાય, તેની સાથે કામ લેવું થોડું મુશ્કેલ છે. જેને ફિલ્મ સાથે કોઈ લેવા દેવા ન હોય એવી છોકરીઓ સાથે હું ડેટ કરી ચુક્યો હતો.મને એવું થતું કે મારા હરિફો એના સાથીઓ હોઇ શકે છે, મને થતું એની સાથે હું કઈ રીતે કામ લઇશ.
પરંતુ આખરે પ્રેમ જીતી ગયો.” સૈફે એવું પણ કહ્યું કે તેણે હંમેશા દરેક બાબતથી ઉપર કરીનાની ખુશીને પસંદ કરી છે, પછી તેમાં તેના કોઈ હરીફની સફળતા રહેલી હોય તો પણ.SS1MS
