એપસ્ટીન સેકસ ટ્રાફિકિંગ કેસની ગુપ્ત ફાઈલ્સ 19 ડિસેમ્બરે જાહેર થશેઃ રાજકીય ભૂકંપ આવશે?
ન્યૂ યોર્કના મેનહટન અને ફલોરિડાના પામ બીચમાં આવેલા એપ્સટાઇન લકઝરીયસ વિલામાં હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું,
- ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કર્યા, કારણ કે વિરોધ છતાં વીટો રદ થવાની શક્યતા હતી.
એપસ્ટીન ફાઈલ્સમાં ભારત સરકારન હાલના પ્રધાનો, ભૂતપૂર્વ પ્રધાનો અને વર્તમાન સાંસદોના નામ સામેલ હોઈ શકે છે-ભારતના પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિહ પુરીનું નામ પણ એપસ્ટીનના સંપર્કમાં રહેલા લોકોની યાદીમાં સામેલ છે?
એપસ્ટીન કાળી કરતૂતોનો ભાંડો ૨૦૦૫ ફૂટ્યો હતો. ફલોરિડામાં એક ૧૪ વર્ષની સગીરાની માએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરીને મસાજ આપવાના બહાને એપસ્ટીનના વૈભવી ઘર બોલાવીને તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન, જાણવા મળ્યું કે ૫૦ સગીર છોકરીઓને આ જાળમાં ફસાવવામાં આવી છે. તપાસમાં પોલીસના જાણવા મળ્યું કે ન્યૂ યોર્કના મેનહટન અને ફલોરિડાના પામ બીચમાં આવેલા એપ્સટાઇન લકઝરીયસ વિલામાં હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવતું હતું.
એપ્સટાઇન પૈસા અને ઘરેણાંની લાલચ આપીને સગીર વયની છોકરીઓને આવી પાર્ટીઓમાં લઈ આવતો હતો. ત્યાર બાદ ધમકી આપીને જાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો, જેમાં એપ્સટાઇનની ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલ તેની મદદ કરતી હતી.
📅 Timeline of the Epstein Investigation
- 2005 – First police complaint in Florida by a 14-year-old’s mother.
- 2008 – Epstein signs a controversial plea deal; many documents sealed.
- 2019 (July) – Epstein arrested on federal sex trafficking charges.
- 2019 (August) – Epstein dies in jail; investigation continues.
- 2021 (December) – Ghislaine Maxwell convicted of sex trafficking.
- 2024 (Nov 19) – U.S. Congress passes the Epstein Documents Declassification Act with overwhelming bipartisan support.
- 2025 (Dec 12) – DOJ releases 19 photographs linked to the case (showing Trump, Clinton, Gates, Prince Andrew, others).
- 2025 (Dec 19) – DOJ deadline to release full archive of Epstein files; millions of pages of documents, emails, and photos expected to be declassified.
ન્યુયોર્ક, વર્ષોથી આ કેસની તપાસ અંગેની ફાઈલ્સ ગુપ્ત રાખવામાં આવી હતી. યુએસ કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી બાદ આ ફાઈલ્સ હવે જનતા સમક્ષ આવશે, જેમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના નામ સામેલ હોઈ શકે છે.
આરોપો મુજબ એપસ્ટીન અને તેની પ્રેમિકા ગીસ્લેન મેક્સવેલ સાથે મળીને આ સેક્સ નેટવર્કમાં ચલાવતો હતો, જેમાં સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ છોકરીઓને વિશ્વના ઘણા રાજકીય નેતાઓ અને હાઈ પ્રોફાઈલ લોકો પાસે મોકલવામાં આવતી હતી.
🔑 મુખ્ય મુદ્દા
- એપસ્ટીન સેકસ ટ્રાફિકિંગ કેસની ગુપ્ત ફાઈલ્સ 19 ડિસેમ્બરે જાહેર થવાની છે.
- આ ફાઈલ્સમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓના નામો હોઈ શકે છે.
- 12 ડિસેમ્બરે પહેલેથી જ 19 ફોટોગ્રાફ્સ જાહેર થયા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન, બિલ ગેટ્સ, પ્રિન્સ એન્ડ્રુ જેવા હાઈ-પ્રોફાઈલ લોકો દેખાયા હતા.
- DOJ (Department of Justice) પાસે લાખો પાનાંના દસ્તાવેજો, ઈમેઈલ્સ અને ફોટોગ્રાફ્સનો વિશાળ આર્કાઇવ છે.
⚖️ રાજકીય પરિસ્થિતિ
- યુએસ કોંગ્રેસે “Epstein Documents Declassification Act” બહુમતીથી પસાર કર્યો.
- હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ: 427-1 મતથી મંજૂર.
- સેનેટ: સર્વાનુમતે મંજૂર.
- ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કર્યા, કારણ કે વિરોધ છતાં વીટો રદ થવાની શક્યતા હતી.
- આ કારણે DOJને 30 દિવસમાં ફાઈલ્સ જાહેર કરવાની ફરજ પડી, જે સમયમર્યાદા 18 ડિસેમ્બરે પૂરી થઈ રહી છે.
🌍 વૈશ્વિક અસર
- ભારતમાં પણ ચર્ચા:
- BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે ભારતીય નેતાઓના નામ હોઈ શકે છે.
- કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીનું નામ ઉલ્લેખ્યું.
- આથી સ્પષ્ટ છે કે આ ફાઈલ્સ માત્ર અમેરિકન રાજકારણ નહીં, પરંતુ વિશ્વવ્યાપી રાજકીય અને સામાજિક પરિસ્થિતિને અસર કરશે.
🕵️♀️ કેસનો પૃષ્ઠભૂમિ
- 2005માં પહેલી ફરિયાદ: એક 14 વર્ષની છોકરીના શોષણનો કેસ.
- તપાસમાં બહાર આવ્યું કે 50થી વધુ સગીર છોકરીઓને એપસ્ટીનના નેટવર્કમાં ફસાવવામાં આવી હતી.
- એપસ્ટીન અને તેની સાથી ઘિસ્લેન મેક્સવેલ હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં છોકરીઓને લલચાવીને લઈ જતા અને શોષણ કરતા.
૧૯ ડિસેમ્બરના સંપૂર્ણ દસ્તાવેજો જાહેર થાય એ પહેલા ૧૨ ડિસેમ્બરના આ કેસ સાથે જોડાયેલ ૧૯ ફોટોગ્રાફસ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ ફોટોગ્રાફસમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના દેખાય રહ્યા છે. અન્ય ફોટોગ્રાફસમાં યુએસ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, માઈક્રોસોફટના સ્થાપક અને બિલિયોનેર બિલ ગેટ્સ પણ જોવા મળે છે.
આ ઉપરાંત ફોટોગ્રાફસમાં બ્રિટેનના રાજા ચાર્લ્સના રાજાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ, ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનન, હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વડા લેરી સમર્સ, ફિલ્મ પ્રોડ્યુસર વુડી એલન, બિઝનેસ રિચાર્ડ બ્રેન્સન, એલન અને પ્રસિદ્ધ વકીલ ડેરશોવિટ્ઝ પણ જોવા મળે છે. સંપૂર્ણ દસ્તાવેજોમાં અન્ય સંખ્યાબંધ હાઈ પ્રોફાઈલ નામો અને ફોટોગ્રાફસ જાહેર થઇ શકે છે. એપસ્ટીન ફાઈલ્સ જાહેર થાય એ પહેલા ભારતમાં પણ તેની ચર્ચા થઇ રહી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે એપસ્ટીન ફાઈલ્સમાં ભારત સરકારન હાલના પ્રધાનો, ભૂતપૂર્વ પ્રધાનો અને વર્તમાન સાંસદોના નામ સામેલ હોઈ શકે છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ એક રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે ભારતના પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિહ પુરીનું નામ પણ એપસ્ટીનના સંપર્કમાં રહેલા લોકોની યાદીમાં સામેલ છે.
