Western Times News

Gujarati News

આઇનોક્સ સોલારે બાવળા ખાતે 3 GWની સોલર મોડ્યુલ ઉત્પાદન સુવિધાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ નજીક INOXGFL ગ્રૂપની અદ્યતન સૌર અને પવન ઉત્પાદન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું

~ આઇનોક્સ વિન્ડે તેના અદ્યતન 3MW મે.વો. ક્લાસ ટર્બાઇન અને 4X મેગાવોટ ક્લાસ ટર્બાઇન માટે તેના નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, ડિસેમ્બર 18, 2025: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની ભારતની યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ પગલા અંતર્ગત, ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુરુવારે અમદાવાદ નજીક આઈનોક્સ સોલરની અત્યાધુનિક સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સુવિધા અને આઇનોક્સ વિન્ડની નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. Sanghvi Inaugurates INOXGFL Groups Advanced Solar and Wind Manufacturing Facilities

2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ ફ્યુઅલની ક્ષમતા હાંસલ કરવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝન સાથે સુસંગત રહીને, આઈનોક્સજીએફએલ ગ્રુપ તેની પેટાકંપનીઓ દ્વારા ભારતની રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું અને ક્લીન એનર્જીમાં રાષ્ટ્રને ‘આત્મનિર્ભર’ બનાવવાનું કાર્ય આગળ ધપાવી રહ્યું છે.

આઈનોક્સજીએફએલ ગ્રૂપ, તેની વિવિધ કંપનીઓના માધ્યમથી કેમિકલ્સ અને રિન્યુએબલ્સ ઉર્જામાં હાજરી સાથે, ભારતમાં સૌથી વધુ વ્યાપ ધરાવતી અને સૌથી સંકલિત રિન્યુએબલ એનર્જી કંપની છે. આ ગ્રુપ વિવિધ વેલ્યુ ચેઇનમાં કાર્યરત છે, જેમાં વિન્ડ મેન્યુફેક્ચરિંગ (આઇનોક્સ વિન્ડ), સોલર મેન્યુફેક્ચરિંગ (આઇનોક્સ સોલર), ઇપીસી સેવાઓ (આઇનોક્સ રિન્યુએબલ સોલ્યુશન્સ), ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (આઇનોક્સ ગ્રીન), અદ્યતન બેટરી મટિરિયલ્સ (જીએફસીએલ ઇવી), અને સ્વતંત્ર પાવર પ્રોડક્શન (આઇનોક્સ નિયો એનર્જીઝ) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, આઇનોક્સ ક્લીન, તેની પેટાકંપની આઇનોક્સ નિયો દ્વારા, 3GW રિન્યુએબલની ક્ષમતા સ્થાપિત કરવા માટે સૌથી ઝડપી IPP બનવાનું લક્ષ્ય ધરાવે છે અને તેની અન્ય પેટાકંપની આઇનોક્સ સોલર દ્વારા વૈશ્વિક હાજરી સાથે સૌથી મોટા ભારતીય સોલર સેલ અને મોડ્યુલ ઉત્પાદકમાંનું એક બનવાનું લક્ષ્ય પણ ધરાવે છે.

આઇનોક્સ સોલર લિમિટેડે અમદાવાદના બાવળા ખાતે તેની 3GW અત્યાધુનિક સોલર મોડ્યુલ ઉત્પાદન સુવિધાનો પ્રથમ તબક્કો કાર્યરત કર્યો છે. M10R અને G12R સોલર સેલનો ઉપયોગ કરીને નેક્સ્ટ જનરેશન N-ટાઇપ TOPCon સોલર મોડ્યુલ્સનું ઉત્પાદન કરવા માટેની આ સંપૂર્ણ ઓટોમેટિક સુવિધા અદ્યતન મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આ ટેકનોલોજી ઉચ્ચ કાર્યક્ષમતા, ઓછું ડીગ્રેડેશન અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા પૂરી પાડે છે. બાય-ફેસિયલ મોડ્યુલ્સ ડ્યુઅલ-સાઇડેડ પાવર જનરેશનને શક્ય બનાવવાની સાથે સાથે જ  કેપેસિટી યુટિલાઈઝેશન ફેક્ટર્સ (સીયુએફ) અને એકંદર ઉર્જા ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરે છે.

નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ નજીક કલ્યાણગઢ ખાતે 1.2 ગીગાવોટની ક્ષમતા ધરાવતી આઇનોક્સ વિન્ડની નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધા વૈશ્વિકસ્તરના ઉત્પાદન ધોરણો માટે તૈયાર કરાઈ છે અને એનઆઈડબ્લ્યુઇ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી) દ્વારા માન્ય છે, આ સુવિધા આઇનોક્સ વિન્ડના અદ્યતન 3 મેગાવોટ ક્લાસના વિન્ડ ટર્બાઇન અને તેના આગામી 4X મેગાવોટ ક્લાસ ટર્બાઇન માટે નેસેલ્સ અને હબનું ઉત્પાદન કરશે.

વ્યૂહાત્મક સ્થળે આવેલી આ સુવિધા પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સાઇટ્સ પર બહેતર લોજિસ્ટિક ઍક્સેસ પૂરી પાડવા ઉપરાંત પરિવહન કાર્યક્ષમતામાં વધારો કરે છે અને અમલીકરણનો સમયગાળો ઘટાડે છે.

નેસેલમાં વિન્ડ ટર્બાઇનના મુખ્ય પાવર-જનરેટિંગ કમ્પોનન્ટ્સ છે, જેમાં ગિયરબોક્સ, જનરેટર અને ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જ્યારે હબ, રોટર બ્લેડને મુખ્ય શાફ્ટ સાથે જોડે છે, જે સાથે મળીને વિન્ડ ટર્બાઇનના મુખ્ય ભાગની રચના કરે છે.

આ પ્રસંગે બોલતા ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રિન્યુએબલ એનર્જી એ ભારતની વિકાસગાથાનું ભવિષ્ય છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત હંમેશા આ પરિવર્તનને આગળ વધારવામાં મોખરે રહ્યું છે. આ વિશ્વ કક્ષાની સૌર અને પવન ઊર્જા ઉત્પાદન સુવિધાઓનું ઉદ્ઘાટન સ્વચ્છ ઊર્જા, નવીનતા અને સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે રાજ્યની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પ્રકારના રોકાણો ભારતની રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત કરવાની સાથે સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પણ પેદા કરે છે, ટેક્નોલોજી ક્ષેત્રે નેતૃત્વને પ્રોત્સાહિત કરે છે અને આપણી રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષામાં અર્થપૂર્ણ યોગદાન આપે છે. ગુજરાતમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે તે જોઈને અમને ગર્વ છે જે આવનારા દાયકાઓ સુધી ભારતની સ્વચ્છ ઊર્જાની મહત્વાકાંક્ષાઓને સમર્થન આપશે.” ” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આઇનોક્સ સોલાર અને આઇનોક્સ વિન્ડના અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ સ્થાનિક લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. આ પ્લાન્ટ 2000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન કરશે.”

પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, આઈનોક્સજીએફએલ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી દેવાંશ જૈને જણાવ્યું હતું કે, ” નીતિ વિષયક માળખું, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અને સ્વચ્છ ઊર્જા ક્રાંતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા બદલ અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, ભારત સરકાર અને ગુજરાત સરકારનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

ઉદ્ઘાટન કરાયેલ અમારો નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 3MW ક્લાસ ટર્બાઇનના ઉત્પાદન સાથે આઇનોક્સ વિન્ડની ટેકનોલોજીકલ ઓફરિંગને 4X MW ક્લાસ ટર્બાઇન સુધી વિસ્તૃત કરશે.તેનાથી અમને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં નવા ગ્રાહકો લાવવા માટે અમારી પહોંચ વધારવામાં મદદ મળશે.”

શ્રી જૈને વધુમાં જણાવ્યું હતું કે, ” સોલર બિઝનેસ માટે અમારી પાસે મહત્વાકાંક્ષી યોજના છે, જેમાં અમે નાણાકીય વર્ષ 2027 સુધીમાં ભારત અને વિદેશમાં કુલ 11GW સોલર મોડ્યુલ અને 8GW સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ધરાવવાનું આયોજન કરી રહ્યા છીએ, જેનાથી અંદાજે ₹20,000 કરોડથી વધુની વાર્ષિક આવક થઈ શકે છે. આ સાથે આઇનોક્સ ક્લીનની કુલ આવક નાણાકીય વર્ષ 2028 સુધીમાં આશરે ₹30,000 કરોડ સુધી પહોંચશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.