અધિકારીઓ માટે આદરણીય વિશેષણ સારું નથીઃ હાઈકોર્ટ
પ્રયાગરાજ, રાજ્ય સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓના નામ પહેલા આદરણીય વિશેષણ સારુ ન હોવાનું અલાહાબાદ હાઈકોર્ટે નોંધ્યુ હતું. આ સાથે ઉત્તર પ્રદેશના મહેસૂલ વિભાગના અગ્ર સચિવને સોગંદનામુ રજૂ કરી આદરણીય સંબોધનને યોગ્ય ઠરાવતા કાયદા સંદર્ભે સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યા હતા.
જસ્ટિસ અજય ભણોત અને જસ્ટિસ ગરિમા પ્રસાદની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન એડિશનલ કમિશનર, અપીલ માટે આદરણીય એડિશનલ કમિશનર, અપીલ સંબોધન જોયું હતું. આ સંદર્ભે હાઈકોર્ટે નોંધ્યુ હતું કે, બંધારણીય સત્તામંડળો અને કોર્ટાેના દરજ્જાને ઝાંખા પાડવાનો આ રસ્તો છે.
રાજ્ય સરકારના નાના-મોટા અધિકારીઓ પોતાના નામની આગળ આદરણીય લખાવવાનું પસંદ કરી રહ્યા છે અને પોતાના હુકમોમાં પણ તેઓ આ જ રીતે નામ લખે છે.
આ પ્રકારના વિશેષણો મંત્રીઓ અને સાર્વભૌમ સત્તામંડળો જ ઉપયોગમાં લઈ શકે તેવું ઠરાવીને હાઈકોર્ટે આ મામલે અગ્રસચિવ પાસે ખુલાસો માગ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના નામની આગળ આદરણીય વિશેષણો લગાવવાનું પસંદ કરે છે જે યોગ્ય નહીં હોવાનું કોર્ટે કહ્યું હતું.SS1MS
