Western Times News

Gujarati News

એચ-૧બી વિઝાનું સંકટ વધ્યું, ઈન્ટરવ્યુ ઓક્ટોબર સુધી ઠેલાયાં

નવી દિલ્હી, ભારત પર જંગી ટેરિફ ઝિંક્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિઝાનું હથિયાર ઉગામ્યું છે. વિઝા ફીમાં જંગી વધારો અને આકરા નિયમો જાહેર કર્યા પછી ટ્રમ્પ સરકારે વિઝા સંકટને વધારે ઘેરું બનાવ્યું છે.

યુએસના એચ-૧બી અને એચ-૪ માટે અરજી કરનારા સેંકડો ભારતીયોના વિઝા ઈન્ટરવ્યુ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. જાન્યુઆરી-ફેબ્›આરી ૨૦૨૬માં ઈન્ટરવ્યૂની તારીખ નક્કી થઈ હોય તેવા વિઝા અરજદારોને અચાનક જ ઓક્ટોબર મહિનાની અથવા તે પછીની તારીખો અપાઈ રહી છે.

ટૂંકમાં ભારતીય વિઝા અરજદારો માટે ઓક્ટોબર મહિના સુધી કોઈ એપોઈન્ટમેન્ટ જ નથી.યુએસના એચ-૧બી અને એચ-૪ વિઝા માટે અરજી કરનારા ઘણાં ભારતીયોએ ઈન્ટરવ્યુ માટે અગાઉ જાન્યુઆરી અને ફેબ્›આરી મહિનાના સ્લોટ બૂક કરાવ્યા હતા, પરંતુ હવે તેમને ઓક્ટોબર સુધી આ બુકિંગપોસ્ટપોન કરવા માટે કહેવાઈ રહ્યું છે. કેટલાક અરજદારોના જણાવ્યા મુજબ, ઈન્ટરવ્યૂની તારીખ હવે ઓક્ટોબર મહિના સુધી જતી રહી છે.

દરમિયાન યુએસ સ્થિત ધ અમેરિકન બાઝારના અહેવાલ મુજબ, ઈમિગ્રેશન લોયર્સ પાસે એવા કેસ આવી રહ્યા છે, જેમાં જાન્યુઆરી મહિનામાં એપોઈન્ટમેન્ટ મળી હોય તેવા લોકોના ઈન્ટરવ્યૂ હવે ઓક્ટોબર ૨૦૨૬માં રખાયા છે. જાન્યુઆરી-ફેબ્›આરી ૨૦૨૬માં ઈન્ટરવ્યુ સ્લોટ રીશીડ્યુલ થયો હોય તેવા ઘણાં ભારતી અરજદારો પોતાના બુકિંગ રદ કરાવવા માગે છે, કારણ કે તેમને આશા છે કે આમ કરવાથી તેમના ઈન્ટરવ્યૂ ફરીથી અગાઉના સમયગાળામાં રીશિડ્યુલ કરી શકાશે.

તાજેતરમાં યુએસ કોન્સ્યુલેટે સંખ્યાબંધ અરજદારોને ઈન્ટરવ્યૂ બાબતે આપેલી સૂચનામાં જણાવ્યુ હતું કે, ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં તારીખ મળી હોય તેમને ફેબ્›આરી કે માર્ચમાં નવા સ્લોટ મળશે.

યુએસના જણાવ્યા મુજબ, વિઝા અરજદારોના સોશિયલ મીડિયા સ્ક્રિનિંગના હેતુથી આ ટાઈમલાઈન વધારાઈ છે. આ અણધાર્યા નિર્ણયના કારણે ઘણાંની નોકરી સામે પણ જોખમ ઊભું થયું છે.

ઈમિગ્રેશન એટર્નીએ જણાવ્યું હતું કે, માસ કેન્સલેશન અને અકારણ ઓચિંતા રીશીડ્યુલિંગના કારણે ડિસેમ્બર મહિનામાં વિઝા એપોઈન્ટમેન્ટ્‌સની સંખ્યા વધી ગઈ છે. ૨૦૨૬ના વર્ષની શરૂઆતમાં ઈન્ટરવ્યૂ માટે બુકિંગ કરાવનારા અરજદારોને હવે વર્ષના છેલ્લા દિવસોમાં તારીખ મળતાં તેમની હાલત કફોડી થઈ છે.

હૈદરાબાદ સ્થિત યુએસ કોન્સ્યુલેટના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, કર્મચારીઓની ઉપલબ્ધિના આધારે ધ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્‌સ દ્વારા નિયમિતપણે એપોઈન્ટમેન્ટની તારીખો બદલવામાં આવતી હોય છે. તેથી તારીખો મોડી કરવાની બાબત નવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.