અસમ NRCનો ડેટા વેબસાઈટથી ગાયબ

નવી દિલ્હી, નેશનલ રજિસ્ટર સિટીઝન (NRC)ની અંતિમ યાદીનો તમામ ડેટા સત્તાવાર વેબસાઈટ પરથી ઓફલાઈન થઈ ગયો છે. જેની પાછળ IT કંપની વિપ્રો સાથે કોન્ટ્રાક્ટ રિન્યુ નહી થયો હોવાનું કારણ જણાવાઈ રહ્યું છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું કે, NRCનો ડેટા સુરક્ષિત છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જણાવી દઈએ કે, 31 ઓગસ્ટ 2019ના રોજ NRCની અંતિમ યાદી પ્રકાશિત થયા બાદ વાસ્તવિ ભારતીય નાગરિકોના નામ શામેલ અને બાહર નીકળવાની પૂર્ણ વિગતો સત્તાવાર વેબસાઇટ www.nrcassam.nic.in પર અપલોડ કરવામાં આવી હતી. જોકે, આ ડેટા પાછલા કેટલાક દિવસોથી ઉપલબ્ધ નથી અને તેનાછથી લોકોમાં ખાસકરીને આ યાદીમાંથી બાકાત લોકોમાં ગભરાટ ફેલાયો છે કારણ કે તેઓના નામ નામંજૂર થવાના પ્રમાણપત્રો આપવાનું બાકી છે.
પીટીઆઈ અનુસાર, જ્યારે NRCના રાજ્ય સંયોજક હિતેશ દેવ શર્માનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે સ્વીકાર્યું કે ડેટા ઓફલાઇન થઈ ગયું છે, પરંતુ તેની પાછળ દુર્ભાવનાપૂર્ણ ઇરાદો હોવાનો આક્ષેપને ફગાવી દીધા છે. જોકે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું કે, NRCડેટા સલામત છે. મંત્રાલયે ‘ક્લાઉડમાં કેટલીક તકનીકી સમસ્યા’ હવાલો આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે સમસ્યા ‘જલ્દીથી હલ થઈ જશે.’