ઈક્કીસની રીલિઝ ડેટ બદલવાનું અસલી કારણ ધૂરંધર નથીઃ બિગ બી
મુંબઈ, હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ઈક્કીસ આજ કાલ અનેક કારણોસર ચર્ચામાં છે. બોલિવૂડના હિમેન ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હોવાની સાથે સાથે જ આ ફિલ્મ તેની સ્ટોરીએ પણ લોકોમાં ઉત્સુક્તા જગાવી છે.
અગાઉ ૨૫મી ડિસેમ્બરે રીલિઝ થનારી આ ફિલ્મ હવે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રીલિઝ થશે તેવી માહિતી ખુદ બચ્ચને એક પોસ્ટમાં આપી હતી. રીલિઝની તારીખ પાછી ઠેલવવાની જાહેરાત બાદ એવી અટકળો ચાલી હતી કે, રણબિર સિંઘની સુપરહિટ ફિલ્મ ધુરંધરની ટક્કર ટાળવા માટે ઈક્કીસને મોડી રીલિઝ કરવાનો નિર્ણય લેવાયો છે.
જોકે બચ્ચને તે અંગે એક પોસ્ટમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જ્યોતિષના કહેવાથી ફિલ્મ વિલંબથી રીલિઝ કરવાનો તેના નિર્માતાઓએ નિર્ણય લીધો છે. બિગ બીએ લખ્યું, “’ઇક્કીસ’ પહેલા પચ્ચીસ (૨૫) એ હતી, હવે થશે છવ્વીસ (૨૬) માં પહેલી (૧) તારીખે.
કેટલાક જ્યોતિષ વિદ્યાવાળાએ કહ્યું ભાઈ આ સારા શુકન છે, સારું છે… ચાલ્યા કરો, બસ ચાલ્યા કરો!!”‘ઇક્કીસ’ ની રિલીઝ ‘ધુરંધર’ અને ‘અવતારઃ ફાયર એન્ડ એશ’ના કારણે ટાળવામાં આવી હોવા અંગેની તમામ અટકળો પર બિગ બીની આ પોસ્ટે પૂર્ણવિરામ મુકી દીધુ છે.
અમિતાભ બચ્ચનની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે આ નિર્ણય પાછળનું કારણ જ્યોતિષ છે. શ્રીરામ રાઘવન ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને દિનેશ વિજાનના મેડોક ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મથી અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયા પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ ફિલ્મમાં દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર પણ જોવા મળશે, જે તેમની છેલ્લી ફિલ્મ છે.ઉલ્લેખનીય છે કે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય છે. તેઓ પોતાના કામ સાથે જોડાયેલી દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતા રહે છે.
આ દરમિયાન, મહાનાયક પોતાના દોહિત્ર અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ઇક્કીસ’ ને પ્રમોટ કરવાની એક પણ તક છોડતા નથી. ‘ઇક્કીસ’ પહેલા ૨૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે હવે તેને ૧ જાન્યુઆરી સુધી આગળ વધારી દીધી છે.SS1MS
