સિંગર કુમાર સાનુએ એક્સ વાઈફ સામે માનહાનિનો કેસ નોંધાવ્યો
મુંબઈ, સિંગર કુમાર સાનુએ પોતાની એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્યા સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે. આ ઉપરાંત તેણે વળતર રૂપે ૩૦ લાખ રૂપિયાની માગ કરી છે અને એ ઈન્ટરવ્યુને હટાવવાની પણ માગ કરી છે, જેમાં રીતા ભટ્ટાચાર્યાએ કુમાર સાનુ અંગે ઘણા દાવા કર્યા છે.
અરજી પ્રમાણે રીટાએ ઘણા એન્ટરનેઈનમેન્ટ પ્લેટફોર્મ પર કુમાર સાનુ પર પ્રેગ્નન્સી દરમિયાન તેની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. રીટાનો દાવો છે કે, ‘કુમાર સાનુએ મને ભૂખી રાખી હતી, કિચનમાં બંધ કરી દીધી હતી.
અહીં સુધી કે તેણે દૂધ કે મેડિકલ કેર પણ ન આપી. પ્રેગ્નન્સી દરમિયાન પણ તેણે કોર્ટ પ્રોસિઝર ચાલુ રાખી હતી.’માનહાનિ અરજીમાં એ જણાવવામાં આવ્યું છે કે આ નિવેદનોથી કુમાર સાનુની ઈમેજને ઘણું નુકસાન થયું છે અને તેને માનસિક તણાવમાંથી પણ પસાર થવું પડ્યું છે.
રીટા અને મીડિયા પોર્ટલર્સને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ ખોટા આરોપોથી સિંગરની સોશિયલ મીડિયા અને તેના પ્રોફેશનલ સર્કલમાં ઈમેજ ખરાબ થઈ છે. જેના કારણે તેને આર્થિક અને રેપ્યુટેશનલ નુકસાન થયું છે.
આમ તો રીટાએ આ ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો હતો કે, લગ્ન દરમિયાન કુમાર સાનુના ઘણા અફેર હતા. તમને જણાવી દઈએ કે આ અરજી કુમાર સાનુની વકીલ સના રઈસ ખાન દ્વારા દાખલ કરવામાં આવી છે, જે બિગ બોસ ૧૭ની સ્પર્ધક પણ રહી ચૂકી છે.તમને જણાવી દઈએ કે કુમાર સાનુ અને રીટાના ૨૦૦૧માં છૂટાછેડા થઈ ગયા હતા. બંનેનો એક દીકરો જાન કુમાર સાનુ છે, જે બિગ બોસ ૧૪માં સ્પર્ધક બનીને આવ્યો હતો.SS1MS
