Western Times News

Gujarati News

વેપાર-ઉદ્યોગના સમુદાયમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”નું આયોજન

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર આયોજિત આ હેલ્થ પાંચ દિવસમાં યોજવામાં આવી. 

અમદાવાદ, GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 15 ડીસેમ્બર થી તારીખ 19 ડિસેમ્બર, 2025 સુધી GCCI હોસ્પિટલ એન્ડ મેડિકલ કમિટીના સહયોગથી એક હેલ્થ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું થીમ હતું  “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”.

18 ડિસેમ્બર, 2025 ના સત્રમાં, “હેલ્થ સમિટ” ના ચોથા દિવસે, મુખ્ય વક્તા તરીકે જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ “ગટ હેલ્થ, હાઇ પર્ફોર્મન્સ – ડાઈજેશન, ઇમ્યુનિટી, અને લાઇફસ્ટાઇલ ટ્રીગર્સ” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

GCCIના સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધી,  ખજાનચી શ્રી ગૌરાંગ ભગત તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આ સમિટમાં હાજર રહ્યા હતા.

સ્વાગત સંબોધનમાં સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા આયોજિત “Elevating Health Awareness with Leaders in Medicine” શીર્ષક હેઠળ યોજાનાર GCCI હેલ્થ સમિટ માટેની આગ્રહપૂર્ણ અને દૃષ્ટિપૂર્ણ પહેલની પ્રશંસા કરી હતી. તેમણે આવા સમયોચિત પ્રયાસો વેપાર-ઉદ્યોગના   સમુદાયમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા, પ્રતિરોધાત્મક આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવા તથા સમગ્ર સમુદાયની સુખાકારી મજબૂત બનાવવા માટે કેટલા મહત્વપૂર્ણ છે તે ઉપર ભાર મૂક્યો હતો.

બિઝનેસ વુમન કમિટી (BWC)ના સભ્ય CA શિખા અગ્રવાલએ પ્રતિષ્ઠિત ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારીનો ઔપચારિક પરિચય સભાસમક્ષ રજૂ કર્યો હતો.

સભાને સંબોધતા ડૉ. સુધાંશુ પટવારીયે યોગ્ય આહારની આદતોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ તથા સક્રિય જીવનશૈલી જાળવવા માટે ખોરાકની ગુણવત્તા અને માત્રા બંને કેટલા આવશ્યક છે તે સમજાવ્યું હતું. તેમણે જીવનશૈલીને અસર કરતી મહત્વપૂર્ણ બાબતો અંગે સંક્ષિપ્ત માહિતી આપી અને દૈનિક જીવનમાં સ્વસ્થ આદતો કેવી રીતે અપનાવી શકાય તે અંગે સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે પાચન પ્રક્રિયામાં નાના આંતરડાની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ખાસ ભાર મૂક્યો હતો તથા H. pylori, પેટમાં ગેસ (ફ્લેચ્યુલન્સ) અને ડકાર જેવી સામાન્ય પાચન સંબંધિત સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી હતી. બિઝનેસ વુમન કમિટી (BWC)ના સભ્ય મિસ. ઋતવી વ્યાસએ આભાર વિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.