મધ્ય પ્રદેશના ૬ બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ
સિવિલ સર્જનનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉક્ટર અને બે લેબ ટેક્નિશિયનને બરતરફ
(એજન્સી)ભોપાલ, મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ૬ બાળકોના એચઆઈવી પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે.
પ્રાથમિક તપાસના આધારે હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉક્ટર અને બે લેબ ટેÂક્નશિયનને બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગુરૂવારે કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના લોક સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ વિભાગે ૧૬ ડિસેમ્બરે આ મામલે તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી હતી.
સમિતિની શરૂઆતી રિપોર્ટમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રક્રિયામાં ગંભીર બેદરકારીના સંકેત મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. જેમાં બ્લડ બેન્કના પ્રભારી ડૉ. દેવેન્દ્ર પટેલ અને લેબ ટેÂક્નશિયન રામ ભાઈ ત્રિપાઠી તથા નંદલાલ પાંડેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય, જિલ્લા હોસ્પિટલના પૂર્વ સિવિલ સર્જન મનોજ શુક્લાને કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેમની પાસે લેખિતમાં સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, જો આ સિવિલ સર્જનનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આ મામલાને અત્યંત ગંભીર જણાવતા કહ્યું કે, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.
એવું કહેવાય છે કે, ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના છ બાળકો અલગ-અલગ સમયે જિલ્લા હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા બાદ HIV પોઝિટિવ થયા હતા. આ કેસ જાન્યુઆરીથી મે મહિનાની વચ્ચે સામે આવ્યા છે. જેમાંથી અમુક બાળકોને સતના અને જબલપુર સહિત અન્ય જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લોહી ચઢાવવામાં આવ્યું હતું.
