ગઠિયાઓએ ભાડાના કરાર પર લીધેલી 12 લાખની ગાડી બારોબાર વેચી મારી
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, નરોડા વિસ્તારમાં ભાડે ડ્રાઈવીગ માટે લીધેલી થાર પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છ.ે એક શખ્સે લકઝુરીયસ મહેન્દ્રા થાર ગાડી એક દિવસના ભાડે લીધા બાદ તેના અન્ય બે સાગરીતો સાથે મળીને ગાડી બારોબાર વેચી દીધી હોવાની આશંકા સાથે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે. પોલીસે રૂ.૧ર લાખની મતાની ગાડી બાબતે ગુનો નોધી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
નિકોલ વિસ્તારની આરતી સોસાયટીમાં રહેતા અને અમરાઈવાડીમાં નોકરી કરતા ર૯ વર્ષીય કૈયુર રામજીભાઈ રબારીએ આ મામલે ફરીયાદ નોધાવી છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છેકે, કેયુરભાઈ તેમના મીત્ર મૌલીકભાઈની મહેનદ્રા થાર પર ગાડી સેલ્ફ ડ્રાઈવીગ માટે ઉપયોગમાં લેતા હતા.
ગત ૧૮ ઓકટોબર ર૦રપના રોજ આરોપી નિશીથ સોલંકીએ કેયુરભાઈ પાસેથી આ ગાડી ભાડાન કરાર પર એક દિવસ માટે લીધી હતી. કરાર મુજબ ગાડી બીજા દિવસે પરત કરવાની હતી. કેયુરભાઈએ જયારે નિશીથને ફોન કરીને ગાડી વિશે પુછયું ત્યારે તેણે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં ગાડી પરત મળી જશે.
જોકે મોડી સાંજ સુધી ગાડી પરત ન આવતા અને તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. પછી જાણવા મળ્યું હતું કે નિશીથે આ ગાડી અન્ય આરોપી આર્યન ભદોરીયાને આપી હતી અને આર્યને તે જૈનીશ પટેલ નામના શખ્સને સોપી દીધી હતી. જેથી આ ત્રણેય શખ્સોએ પુર્વ આયોજીત કાવતરું રચીને તેમની સાથે છેતરપીડી આચરી છે.
સેલ્ફ ડ્રાઈવીગના બહાને લીધેલી રૂ.૧ર લાખની કિમતની થાર ગાડી આ શખસોએ બારોબાર કોઈને વેચી મારી હોય અથવા તો ગીરવે મુકી દીધી હોય તેવી પુરેપુરી શકયતા છે. લાંબા સમય સુધી ગાડી પરત ન મળતા આખરે કેયુરભાઈએ નરોડા પોલીસ મથકમાં નીશીથભાઈ સોલંકી, આર્યન ભદોરીયા નોધાવતા પોલીસે તપાસ આદરી છે.
