Western Times News

Gujarati News

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું: તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં

નવી દિલ્હી, અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું હતું. આ રીતે પ્રમુખ ટ્રમ્પ વેનેઝૂએલા પર દબાણ વધારવા માગે છે. તેમ હોમ લેન્ડ સિક્યુરિટીમાં સેક્રેટરી ક્રીસ્ટી નોએમે સોશ્યલ-મીડીયા-પોસ્ટ પર જણાવ્યું હતું.

તેઓએ કહ્યું ઃ યુ.એસ. કોસ્ટગાર્ડે ડીપાર્ટમેન્ટ ઓફ વારના સહકારથી વહેલી સવારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વેનેઝૂએલાનું ‘સેન્ચુરીઝ’ નામક આૅઈલ ટેન્કર જપ્ત કર્યું હતું.

પોસ્ટ પર ક્રીસ્ટી નોએમે જણાવ્યું હતું કે ‘આટલું જ નહીં પરંતુ અમેરિકા, વેનેઝૂએલાનાં પ્રતિબંધિત તેલને બીજે વેચવા દેશે જ નહીં કારણ કે, તે તેલના પૈસા નશાકારક દ્રવ્યો અમેરિકામાં, ઘૂસાડવામાં જ તે વાપરે છે.વાસ્તવમાં ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝૂએલામાં જ્યાં કે ત્યાંથી આવતાં તમામ ઓઈલ ટેન્કર્સ અટકાવવા નિર્ણય કર્યાે છે.

કારણ કે વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સરકાર નાર્કાે ટેરરિઝમને સાથ આપે છેઆ માહિલી આપતાં અલ-જઝીરા જણાવે છે કે આ કાર્યવાહીમા કોસ્ટ ગાર્ડ સૌથી આગળ હતા. જોકે તેઓએ કઈ જગ્યાએ છે તે જણાવ્યું ન હતું કે તે જહાજ કઈ રીતે જપ્ત કરાયું તે પણ જણાવ્યું ન હતું.

એક અધિકારીએ તેમ કહ્યું હતું કે ઓઈલ ટેન્કર પરના વેનેઝુએલાના અધિકારીઓએ જ ચોપર્સને ઉતરવા પરવાનગી આપી હતી. પોતે જ થંભી ગયું હતું અને અમેરિકાના સૈનિકોને ઉતરવા દીધા હતા.બીજી તરફ વેનેઝૂએલાના અધિકારીઓએ આ કાર્યવાહીને ખુલ્લી લૂંટ, ચોરી અને અપહરણ તરીકે જણાવી હતી.

વાઈસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્‌ગીર્સે શપથ લીધા હતા કે તે કાર્યવાહી સજા સિવાયની નહીં રહે. તે માટે જવાબદાર તેવા તમામે ન્યાયાસનને અને ઇતિહાસને તેમનાં આ અપરાધી કૃત્ય માટે જવાબ આપવો પડશે. અમેરિકાએ આ બીજું ટેન્કર જપ્ત કર્યું છે. આવી કાર્યવાહીને લીધે વેનેઝૂએલામાં ક્‰ડની નિકાસ ઘટતી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.