ગુવાહાટીનું એરપોર્ટ પર ૮૦ ફૂટ ઊંચી કોની પ્રતિમાનું PM મોદીએ અનાવરણ કર્યુ
લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ (૧૮૯૦–૧૯૫૦) આધુનિક અસમના પ્રણેતા, એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતમાં અસમના પ્રથમ મુખ્યમંત્રી હતા.
-
જન્મ: ૬ જૂન, ૧૮૯૦ ના રોજ અસમના નૌગાંવ જિલ્લાના ‘રોહા’ ખાતે થયો હતો.
-
શિક્ષણ: તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વકીલ અને શિક્ષક તરીકે પણ કાર્યરત હતા.
-
બિરુદ: લોકો પ્રત્યેના તેમના અતૂટ પ્રેમ અને સમર્પણને કારણે અસમના તત્કાલીન ગવર્નર જયરામદાસ દૌલતરામ દ્વારા તેમને ‘લોકપ્રિય’ નું બિરુદ આપવામાં આવ્યું હતું.
-
અસમને બચાવવામાં ભૂમિકા: આઝાદી અને ભાગલા સમયે જ્યારે બ્રિટિશ કેબિનેટ મિશન પ્લાન હેઠળ અસમને પૂર્વી પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) સાથે જોડવાની હિલચાલ ચાલી રહી હતી, ત્યારે બારદોલોઈએ તેનો સખત વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સહયોગથી તેમણે અસમને ભારતનો અભિન્ન અંગ બનાવી રાખવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.
-
આધુનિક અસમના નિર્માતા: મુખ્યમંત્રી તરીકે તેમણે અસમના વિકાસ માટે પાયાનું કામ કર્યું. તેમણે ગૌહાટી યુનિવર્સિટી, અસમ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટ જેવી મહત્વની સંસ્થાઓની સ્થાપના કરવામાં મોટું યોગદાન આપ્યું હતું.
-
આદિવાસી હકોનું રક્ષણ: બંધારણ સભાના સભ્ય તરીકે તેમણે ઉત્તર-પૂર્વના આદિવાસી વિસ્તારોની સ્વાયત્તતા અને તેમના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે બંધારણમાં ‘છઠ્ઠી અનુસૂચિ’ (Sixth Schedule) લાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
સન્માન
-
ભારત રત્ન: ભારત સરકારે તેમના રાષ્ટ્રપ્રેમ અને નિઃસ્વાર્થ સેવા બદલ ૧૯૯૯માં તેમને મરણોત્તર ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એનાયત કર્યો હતો.
-
સ્મારક: ગુવાહાટીનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (LGBIA) તેમના નામ પર રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પીએમ મોદીએ ત્યાં તેમની ૮૦ ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું છે.
