Western Times News

Gujarati News

ફોરેક્સમાં રોકાણ કરીને વધુ નફો મેળવો કહી વૃદ્ધને ૨૭ લાખનો ચૂનો લગાવ્યો

અમદાવાદ , ચાંદખેડાના વૃદ્ધને શેરબજારમાં અને ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાની લાલચ આપીને વધુ નફો કમાવાની લાલચ આપીને તેમને રૂ. ૨૬.૯૮ લાખની ઠગાઇ કરી હતી. જે અંગે વડીલે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે વડીલોને ટાર્ગેટ કરીને સાયબર માફિયા લાખો રૂપિયાની ઠગાઇ કરી રહ્યા છે. ચાંદખેડામાં રહેતા અમિતાભ ડાંગી નિવૃત્ત જીવન વિતાવે છે.

અમિતાભ ડાંગી જ્યારે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે ગણીકા યાદવ નામની મહિલાએ મેસેન્જર મારફતે તેમનો સંપર્ક કર્યાે હતો. મહિલાએ શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં વધુ નફો થતો હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આ લીંક જોઇને અમિતાભ ડાંગીએ તેમાં થોડો રસ બતાવ્યો હતો.

ત્યારબાદ સાયબર ગઠિયાઓએ અમિતાભ ડાંગીને ‘ડ્ઢઈઠ ્‌ટ્ઠિઙ્ઘી’ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી તેમજ ‘શેર બજારની વિવિધ ટીપ્સ માટેના એક વોટ્‌સએપ ગ્‰પમાં તેમને જોડ્યા હતા. આ ગ્›પમાં અન્ય સભ્યો સતત ખોટા નફાના સ્ક્રીનશોટ શેર કરીને રોકાણકારોને લલચાવતા અને વિશ્વાસ જીતતા હતા. શરૂઆતમાં ઠગોએ અમિતાભભાઈ પાસેથી ૧૧ હજારનું રોકાણ કરાવ્યું અને સામે ૧૪ હજાર પરત આપીને તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો.

નાની રકમ પર નફો મળતાં ફરિયાદીએ વધુ નફાની આશાએ અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કુલ ૨૬.૯૮ લાખ જેટલી રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી હતી.

પછી જ્યારે અમિતા ડાંગીએએ પોતાની મૂડી અને નફાની રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યાે, ત્યારે આરોપીઓએ ૩૦ ટકા કમિશન તથા વિવિધ સર્વિસ ચાર્જની માંગણી કરી રકમ આપવાનો ઈનકાર કર્યાે હતો. સતત નવી રકમની માંગણી થતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.