Western Times News

Gujarati News

ગ્રીન અને ક્‍લીન એનર્જી મોટી માત્રામાં અને સસ્‍તા દરે ઉપલબ્‍ધ કરાવી શકાય, તે રિલાયન્‍સ દુનિયાને બતાવશે: મુકેશ અંબાણી

મુંબઈ, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ ભારતના ઊર્જા ભવિષ્‍ય અને ‘નવા ભારત’ના બદલાતા દ્રશ્‍ય પર મહત્‍વપૂર્ણ નિવેદન આપ્‍યું છે. મુંબઈમાં આયોજિત એક પુસ્‍તક વિમોચન કાર્યક્રમ દરમિયાન તેમણે ગ્રીન એનર્જી, સૌર ઊર્જાની ક્ષમતા અને દેશના યુવાનોની વધતી આકાંક્ષાઓ વિશે વાત કરી.

મુકેશ અંબાણીએ જણાવ્‍યું કે ભારત હવે ઊર્જા ક્ષેત્રે આત્‍મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સૌર ઊર્જા અંગેની પરંપરાગત માન્‍યતાઓને પડકારતા તેમણે કહ્યું કે હવે સૌર ઊર્જા ફક્‍ત ચાર કલાકનું બળતણ નથી.

મુખ્ય મુદ્દા ✨

  • 🌱 ગ્રીન એનર્જી પર ભાર: મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સૌર ઊર્જા હવે માત્ર “ચાર કલાકનું બળતણ” નથી, પરંતુ લાંબા ગાળાના ઉકેલ તરીકે ઉભરી રહી છે.
  • ☀️ સૌર ઊર્જાની ક્ષમતા: તેમણે પરંપરાગત માન્યતાઓને પડકારતા કહ્યું કે સૌર ઊર્જા ભારતની ઊર્જા સમસ્યાઓનો ઉકેલ બની શકે છે.
  • 🌍 વિશ્વ માટે મોડેલ: રિલાયન્સ માત્ર ભારત માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક નવું મોડેલ રજૂ કરશે કે કેવી રીતે ગ્રીન અને ક્લીન એનર્જી મોટી માત્રામાં અને સસ્તા દરે ઉપલબ્ધ કરાવી શકાય.
  • 👨‍👩‍👧‍👦 ધીરુભાઈ અંબાણીની વિચારધારા: કંપનીની સ્થાપનાનો મૂળ હેતુ ભારતીયોના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો.
  • 🇮🇳 નવું ભારત: મુકેશ અંબાણીએ જણાવ્યું કે આપણે હવે “નવા ભારત”ના યુગમાં પ્રવેશી ગયા છીએ, જ્યાં યુવાનોની સપનાઓ હકીકતમાં પરિવર્તિત થઈ રહી છે.

ભારત પોતાની સ્‍થાનિક ઊર્જા સમસ્‍યાઓના ઉકેલની ખૂબ નજીક પહોંચી ગયું છે અને લાંબા સમયથી ચાલી આવતી મુશ્‍કેલીઓનો ઉકેલ સૌર ઊર્જા દ્વારા શક્‍ય બનશે. ભવિષ્‍યની યોજનાઓ અંગે વાત કરતાં મુકેશ અંબાણીએ જણાવ્‍યું કે રિલાયન્‍સ માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક નવું મોડેલ રજૂ કરશે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે કેવી રીતે ગ્રીન અને ક્‍લીન એનર્જી મોટી માત્રામાં અને સસ્‍તા દરે ઉપલબ્‍ધ કરાવી શકાય, તે રિલાયન્‍સ દુનિયાને બતાવશે. પોતાના પિતા અને રિલાયન્‍સના સ્‍થાપક ધીરુભાઈ અંબાણીને યાદ કરતા તેમણે કંપનીની સ્‍થાપનાનો મૂળ હેતુ પણ સમજાવ્‍યો.

મુકેશ અંબાણીએ જણાવ્‍યું કે ધીરુભાઈ અંબાણીએ ભારતના લોકોના જીવનની ગુણવત્તા સુધારવાના એકમાત્ર ઉદ્દેશ સાથે રિલાયન્‍સની સ્‍થાપના કરી હતી. ભારત અને ભારતીયોએ આગળ વધવું જોઈએ. આ જ વિચારધારાથી રિલાયન્‍સની શરૂઆત થઈ હતી.

આજના બદલાતા ભારત વિશે બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે, આપણે હવે ‘નવા ભારત’ના યુગમાં પ્રવેશી ગયા છીએ. તેમણે દેશના યુવાનો પર વિશ્વાસ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે આ નવું ભારત સપના જોનારાઓથી ભરેલું છે, જ્‍યાં લાખો સપનાઓ આજે હકીકતમાં પરિવર્તિત થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.