રાજકોટમાં સીએેએના સમર્થનમાં ‘ત્રિરંગી યાત્રા’ નીકળી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સીએએના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરતી ‘ત્રિરંગી યાત્રા’ આજે સવારે રાજકોટના બહુમાળી ચોકથી પ્રારંભ થઈ હતી. જેમાં પ૦ હજારની આસપાસ લોકો જાડાયા હતા. હાથમાં ત્રિરંગી ધજા તથા પ્લેકાર્ડઝ સાથે લોકો રેલીમાં ઉપસ્થિત રહેવા આવ્યા હતા.
જેમાં યુવાવર્ગ મોટી સ/ખ્યામાં જાડાયા હતા. રેલીનું આકર્ષણ કેન્દ્ર હતુ સ્કાઉટ-એનસીસી ક્રેડેટના વિદ્યાર્થીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ માથે કેસરી ટોપી પહેરે લાંબો ત્રિરંગો લઈ જાડાયા હતા. ‘ત્રિરંગી યાત્રા’ને પ્રચંડ સમર્થન મળ્યુ હોવાનું જાણવા મળે છે. વેપારીઓ પણ આ યાત્રામાં જાડાયા હતા.
આજથી આ ત્રિંરંગી યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેબિનેટ મંત્રીઓ સાંસદો તથા કેન્દ્રીય મંત્રી રાદડીયા બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બહુમાળી ચોકથી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. ત્યારે રસ્તા પર લોકોની ભારે ભીડ જાવા મળી રહી હતી.
ત્રિરંગી યાત્રાને પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પહેલાં ઉપસ્થિત રહેલા જનસમુદાયોને સંબોધતા મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ વાટબેંકની રાજનીતિ ખેલી રહી છે.
તથા દેશને નબળો પાડવાનું કાર્ય કરી રહી છે. પરંતુ તેમાં સફળ થશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંઢેરામાં આપેલ વચનો પાળ્યા છે. સૌથી મોટી સિધ્ધી જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ, દૂર કરી તથા કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ કરાયુ છે. આ રેલી દશભક્તોની રેલી છે. વડાપ્રધાનની કાર્યશૈલીથી ભારતની ગણના શક્તિશાળી દેશ તરીકે થઈ રહી છે.આજે ટુકડે ટુકડે ગેંગ દેશને નબળો પાડી રહ્યા છે. સરદાર પટેલનું એક ભારતનું સ્વપ્ન પૂરૂ કર્યુ છે. ભારતના લોકો દેશ માટે ેસર્વોપરી સીએએેથી કોઈની નાગરીકતા છીનવાશે નહીં.
આજે સીએએના સમર્થનમાં યાજયેલી રેલીમાં વેપારીઓ, લોકો, તથા વિવિધ શળાઓના વિદ્યાર્થીઓ તેમના ગણવેશમાં જાડાયા હતા. આ રેલી જાવા રાજકોટમાં અનેરો ઉત્સાહ જાવા મળતો હતો. સમગ્ર રાજકોટ કેસરીયા રંગથી રંગાયેલું જાવા મળતુ હતુ.