Western Times News

Gujarati News

કાંકરિયા કાર્નિવલમાં સહેલાણીઓની સુરક્ષા માટે રૂ.પ હજાર કરોડનો વીમો લેવાયો

જેમાં દૈનિક પ લાખ નાગરિકો રૂ.૧ લાખનો અકસ્માત વીમો કવર કરવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા પરિસરમાં આગામી રપ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાર્નિવલનું આયોજન થશે જેમાં રાજયભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે તેવી શક્યતા છે.

કાંકરિયા કાર્નિવલમાં આવનાર સહેલાણીઓ, કામ કરનાર વિવિધ એજન્સી અને મ્યુનિ. કર્મચારીઓને જાનમાલની સુરક્ષા માટે તંત્ર દ્વારા રૂ.પ હજાર કરોડનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાયર એનઓસી સહિતના બીજા વીમા પણ લેવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યોજાનાર કાંકરિયા કાર્નિવલમાં અંદાજે રપ લાખ લોકો આવે તેવી શક્યતા છે તે બાબતને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે રૂ.પ હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે જેમાં દૈનિક પ લાખ નાગરિકો રૂ.૧ લાખનો અકસ્માત વીમો કવર કરવામાં આવશે

જે ગણતરી મુજબ રૂ.પ હજાર કરોડનો વીમો પોલિસી નં.૧૪૧પ૦૦/૪૮/ર૦ર૬/ ર૦૧૮૬થી લેવામાં આવ્યો છે જેમાં પર્સનલ એકસીડન્ટ ઉપરાંત ફાયર અકસ્માતનો રૂ.૧૦ કરોડ, પબ્લીક લાયબેલીટી માટે રૂ.પ કરોડ, આતંકવાદ માટે રૂ.૧૦ કરોડ અને ધરતીકંપ માટે રૂ.૧૦ કરોડનો અલગથી વીમો પણ લેવામાં આવ્યો છે. આ તમામ વીમા પેટે કોર્પોરેશન દ્વારા રૂ.૩,૯૧,ર૯૮ ચુકવવામાં આવ્યા છે.

કાંકરિયા કાર્નિવલ માટે જે વીમો લેવામાં આવ્યો છે તેમાં કાંકરિયા પરિસર ઉપરાંત તેની ફરતે એક કિ.મી.ની ત્રિજ્યામાં ફરતા નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત કાર્નિવલમાં ૭ દિવસ દરમિયાન ફરજ બજાવનાર મ્યુનિ. કર્મચારીઓ, વિવિધ એજન્સીના સ્ટાફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ફાયર ઈન્સ્યોરન્સમાં ત્રણ સ્ટેજ સહિત તમામ પ્રકારના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન નાગરિકો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ વીમો લેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.