Western Times News

Gujarati News

મહેશ બાબુએ રાજામૌલીની ‘વારાણસી’ માટે કલરીપાયટ્ટુની ટ્રેનિંગ શરૂ કરી

મુંબઈ, બાહુબલી ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની વધુ એક મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ‘વારાણસી’નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. ટોલીવુડનો હેન્ડસમ અભિનેતા મહેશ બાબુ હાલ તેની કારકિર્દીની આ સૌથી મોટી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ ફિલ્મ માટે સુપરસ્ટાર મહેશ બાબુ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ‘કલરીપાયટ્ટુ’ની તાલીમ લઈ રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના આ સુપરસ્ટારે તાજેતરમાં ‘રુદ્ર’ના કેરેક્ટર માટે પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી હતી. મહેશ બાબુને આ પ્રાચીન માર્શલ આર્ટની ટ્રેનિંગ આપનાર તેમના ટ્રેનરે અભિનેતાને પ્રેરણાસ્ત્રોત સમાન ગણાવ્યો હતો.

હૈદરાબાદના કલરીપાયટ્ટુ ટ્રેનર હરિક્રિષ્નાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર મહેશ બાબુ સાથેનો ફોટો શેર કર્યાે હતો અને તેમની સાથે કામ કરવાના અનુભવનું વર્ણન કર્યું હતું. તેમણે એક તસવીર શેર કરી લખ્યું હતું કે, “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી સફર મને ભારતીય સિનેમાના ગ્લોબલ સ્ટારને કલરીપાયટ્ટુની તાલીમ આપવા સુધી લઈ જશે.”તેમણે પોતાની પોસ્ટમાં શેર કર્યું હતું કે, તેમણે જે સ્ટારને તાલીમ આપી છે તે બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર મહેશ બાબુ છે.

તેમણે લખ્યું, “પ્રાચીન માર્શલ આર્ટ કલરીપાયટ્ટુમાં મહેશ બાબુ સરને તાલીમ આપીને હું ગર્વ અને સાચા અર્થમાં ધન્યતા અનુભવી રહ્યો છું. તેમની જીવનશૈલી, તેમનો પ્રભાવ અને તેમનો આતિથ્યસત્કાર ખૂબ જ પ્રેરણાદાયી છે.”

ટ્રેનરે અભિનેતા નાસર અને દિગ્દર્શક રાજામૌલીને પણ ટેગ કર્યા હતાં અને લખ્યું હતું કે, “આ તક આપવા બદલ નાસર સરનો અને સ્વીકૃતિ આપવા બદલ એસએસ રાજામૌલી સરનો ખૂબ ખૂબ આભાર.”કલરીપાયટ્ટુ એ વિશ્વની સૌથી જૂની માર્શલ આટ્‌ર્સ પૈકીની એક છે, જેનો ઉદ્ભવ કેરળમાં થયો હતો. તે શારીરિક તાલીમ, આધ્યાત્મિક શિસ્ત અને અનોખી લડાયક ટેન્કોલોજીનું મિશ્રણ છે. તે તેની પ્રાણીઓથી પ્રેરિત મુદ્રાઓ, લયબદ્ધ હલનચલન અને તલવાર તથા લાકડી જેવા પરંપરાગત શસ્ત્રોના ઉપયોગ માટે જાણીતી છે. માર્શલ આર્ટનો આ પ્રકાર અગાઉ ‘કમાન્ડો’ (૨૦૧૩), ‘બાગી’ (૨૦૧૬) અને ‘કાંતારાઃ ચેપ્ટર ૧’ (૨૦૨૫) જેવી ફિલ્મોમાં દર્શાવાઈ ચુક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.