વડાપ્રધાન મોદીની પાયોપિક ‘મા વંદે’નું શૂટિંગ શરૂ
મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું શૂટિંગ કેરળમાં શરૂ થયું છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીની ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન આધારિત ફિલ્મ મા વંદેનું શૂટિંગ શરૂ કર્યું છે. ડાબેરીઓ અને કોંગ્રેસનો ગઢ ગણાતા કેરળમાં વડાપ્રધાનની બાયોપિકનું શૂટિંગ શરૂ થતાં સ્થાનિક રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ડાયરેક્ટર ક્રાંતિ કુમારના નેતૃત્વમાં બની રહેલી આ ફિલ્મમાં ‘માર્કાે’ જાણીતો બનેલો ઉન્ની મુકુંદન વડાપ્રધાન મોદીનો રોલ કરવાનો છે.
મુખ્ય કલાકાર ઉન્ની મુકુંદને બાળપણથી માંડી યુવાની સુધીનું જીવન અમદાવાદના ખોખરા વિસ્તારમાં વિતાવ્યું હોવાથી તેમને ઘણાં લોકો અડઘા ગુજરાતી પણ કહે છે. ‘માર્કાે’ અને ક્રાંતિ કુમાર સહિતની ટીમે પરંપરાગત પૂજા વિધિ સાથે શૂટિંગની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીના જીવનની ઘટનાઓની આવરી લેતી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કેરળમાં થશે. જો કે ફિલ્મમાં ઓથેન્ટિસિટી લાવવા માટે ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ શૂટિંગનું આયોજન કરાયું છે.
પ્રોડક્શન ટીમના એક્સ હેન્ડલ પર વીડિયો શેર કરીને પૂજન અને શૂટિંગ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ વીડિયોમાં બિહાઈન્ડ ધ સીન્સ ઘટનાઓ અને પૂજન જોવા મળે છે. ઉન્ની સિવાયની અન્ય કાસ્ટ અંગે હજુ જાહેરાત થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવન અને પ્રભાવને ઓથેન્ટિક રીતે દર્શાવવાના હેતુથી આ ફિલ્મ બની રહી હોવાનું કહેવાય છે. ફિલ્મનું વર્ણન કરતા પોસ્ટમાં કહેવાયું છે કે, ભારતીય ભૂમિનું મહિમાગાન કરતી પાવરફુલ બાયોગ્રાફિકલ ડ્રામા છે.
તેમાં માતાની ઈચ્છા અને દેશના ભાગ્યને બદલનારી દૃઢ ઈચ્છાશક્તિ છે. સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીના જન્મદિને ‘મા વંદે’ની જાહેરાત થઈ હતી. ફિલ્મની ટીમના જણાવ્યા મુજબ, મોદીના જીવનમાં વ્યક્તિગત અને રાજકીય પાસાનું સંતુલન દર્શાવવામાં આવશે. મોદીના જીવનની મહત્ત્વની ઘટનાઓના સચોટ આલેખન માટે ગહન સંશોધન અને નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી.SS1MS
