Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાની ૧,૧૫૬ શાળાઓના ૨.૫૮ લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે પૌષ્ટિક આહાર

સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર-મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવે છે

“આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ ।રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ” અર્થાત સત્ત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે ,જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદ્દગુણ, શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, સ્નિગ્ધ, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે. ગીતાના આ શ્લોકને ચરિતાર્થ ગુજરાત સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી કર્યો છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ થયેલી લોકકલ્યાણકારી યોજનાઓએ રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કર્યો છે.

આવી જ એક યોજના છે- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે શિક્ષણ સાથે પોષણના સર્વગ્રાહી અભિગમ સાથે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મળે એ સુનિશ્ચિત કરવાનો છે.

પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં હાજર રહેલા  વિદ્યાર્થીઓ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ હેઠળ નિયમિત લાભ લે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત સરેરાશ ૨૦૦ કિલોકેલરી અને પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરી રહી છે ગુજરાત સરકાર

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ બાળકોને સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર આપવામાં આવે છે. ગુજરાત પીએમ પોષણ યોજના હેઠળ ભોજન ઉપરાંત બાલવાટિકાથી ધોરણ-૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવાનો નિર્ણય લેનાર અગ્રીમ રાજ્ય છે. ગુજરાત સરકાર આ પોષણલક્ષી યોજનાના અમલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરી રહી છે.

મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં દૈનિક અપાતુ પૌષ્ટિક આહાર

-સોમવારે સુખડી, ખાંડેલા સીંગદાણા સહિતની ઘઉં અથવા સ્થાનિક અન્ન મિલેટ

-મંગળવારે ચણા ચાટ,મીક્ષ કઠોળ ચાટ, સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ (સીંગદાણા સહિત)

-બુધવારે સુખડી, ખાંડેલા સીંગદાણા સહિતની ઘઉં અથવા સ્થાનિક શ્રી અન્ન મિલેટ

-ગુરૂવારે ચણાચાટ,મીક્ષ કઠોળ ચાટ,સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ (સીંગદાણા સહિત)

-શુકવારે ચણાચાટ- મીક્ષ કઠોળ ચાટ,સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ (સીંગદાણા સહિત)

-શનિવારે સુખજી, ખાંડેલા સીંગદાણા સહિતની ઘઉં અથવા સ્થાનિક શ્રી અન્ન મિલેટ

માનદ વેતનમાં વધારો..

સીએમ બ્રેકફાસ્ટ સ્કીમ યોજના એટલે મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં પ્રાર્થના સમયે અલ્પાહાર આપવાનો હોવાથા આ કાર્યમાં જોડાયેલા સંચાલકોનું માનદ  વેતન ૩૦૦ રૂપિયાથી વધારીને  ૪,૫૦૦, ૨૬ કે તેથી વધુ વિધાર્થી ધરાવતી શાળાઓ માટે કુક કમ હેલ્પરનું  માનદ વેતન રૂપિયા ૨,૫૦૦ થી વધારી ૩,૭૫૦ અને ૨૬ થી ઓછા વિધાર્થી ધરાવતી શાળાઓના હેલ્પર માટે રૂપિયા ૧,૦૦૦ થી વધારીને ૧,૫૦૦ કરવામાં આવેલ છે જેનાથી આ યોજનાનું અમલીકરણ સરળતાથી થઇ શકે છે.

હાલ, અમદાવાદ જિલ્લાની ૧૧૫૬થી વધુ પ્રાથમિક શાળાઓના ૨.૫૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર મળી રહ્યો છે.

સીએમ બ્રેકફાસ્ટ યોજનમાં અમદાવાદ જિલ્લાના લાભ લેતા સરેરાશ વિધાર્થીઓ એક નજરે…….

દસક્રોઇ તાલુકાની ૧૩૪  શાળાઓના ૩૭,૦૩૧ વિધાર્થીઓ.

સાણંદ તાલુકાની ૧૧૦ શાળાઓના  ૨૪,૫૦૦ વિધાર્થીઓ.

બાવળા તાલુકાની ૬૨ શાળાઓના ૧૫,૩૨૨ વિધાર્થીઓ.

વિરમગામ તાલુકાની ૯૭ શાળાઓના ૧૪,૬૫૭ વિધાર્થીઓ.

ધોળકા તાલુકાની ૧૦૪ શાળાઓના ૧૯,૧૨૮ વિધાર્થીઓ.

ધંધુકા તાલુકાની ૫૦ શાળાઓના ૭,૧૫૦ વિધાર્થીઓ.

ધોલેરા તાલુકાની ૩૯ શાળાઓના ૫,૧૫૮ વિધાર્થીઓ.

માંડલ તાલુકાની ૪૩ શાળાઓના ૬,૧૫૦ વિધાર્થીઓ.

દેત્રોજ તાલુકાની ૫૫ શાળાઓના ૮,૨૮૫  વિધાર્થીઓ.

આમ કુલ અમદાવાદ ગ્રામ્યમાં ૬૯૪ શાળાઓના ૧,૩૭,૩૮૧ વિધાર્થીઓ સરેરાશ લાભ લઇ રહ્યા છે.

અમદાવાદ શહેરી વિસ્તારની ૪૬૨ શાળાઓના ૧,૨૧,૪૩૦ વિધાર્થીઓ આ યોજના તળે પૌષ્ટિક આહાર લઈ રહ્યા છે.

આમ સમ્રગ્યતા અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ૧,૧૫૬શાળાઓ ૨,૫૮,૮૧૧ બાળકો થકી સુપોષિત ગુજરાતનું નિર્માણ થઈ રહ્યું છે.

આ યોજના શરૂ કરનાર દેશનું અગ્રણી રાજ્ય ગુજરાત છે. શિક્ષિત અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાથી પ્રેરાઇ  કુપોષણ અને એનીમીયા મુકત ગુજરાત બનાવી સુપોષિત ગુજરાતના ધ્યેય સાથે આ યોજના સરકાર દ્વારા શરૂ કરાઇ છે.આ યોજના  થકી @ ૨૦૪૭ માં વિકસીત ગુજરાત થકી વિકસીત ભારતના સ્વપ્નને પુરા કરવા સરકાર કટિબધ્ધ બની છે. -આલેખન – નરેન્દ્ર પંડ્યા, સહાયક માહિતી નિયામક


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.