ગોમતીપુર વિસ્તારમાં આવેલ ચારતોડા કબ્રસ્તાનમાં RCC રોડના કામનું ખાતમુહૂર્ત સંપન્ન
અમદાવાદ, પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા સંચાલિત ચારતોડા કબ્રસ્તાન આવેલ છે. આશરે એક લાખ ચોરસ મીટરમાં ફેલાયેલ આ કબ્રસ્તાનમાં ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, પાંચકુવા, જામાલપુર, રાયખડ, ત્રણ દરવાજા સહિત શહેરના અનેક વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના મૃતક નાગરિકોની દફનવિધિ કરવામાં આવે છે.
આ કબ્રસ્તાનનો મોટો ભાગ વર્ષોથી કાચો હોવાને કારણે વરસાદી ઋતુ દરમિયાન કાદવ, કીચડ અને પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે દફનવિધિ તથા ધાર્મિક વિધિ માટે આવનાર નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
છેલ્લા દસ વર્ષથી સ્થાનિક કાઉન્સિલરો, ધારાસભ્યો તેમજ કોંગ્રેસ અને BJP પક્ષના કાઉન્સિલરો દ્વારા કબ્રસ્તાનના વિવિધ ભાગોમાં પેવર બ્લોક તથા એન્ટ્રી ગેટ માટે સમયાંતરે બજેટ ફાળવી કામ કરવામાં આવતું રહ્યું છે.
આ જ અનુક્રમે, આજ રોજ કબ્રસ્તાનમાં બડી મસ્જિદથી નાની મસ્જિદ થઈ બહાર નીકળતા માર્ગ સુધી આશરે ૨૫૦ મીટર લાંબો અને અઢીથી ત્રણ મીટર પહોળો આર.સી.સી. રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું. આ રોડ માટે કુલ રૂ. ૨૨,૨૫,૦૦૦/-નું મહત્વપૂર્ણ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં નીચે મુજબના કાઉન્સિલરોનો ફાળો રહ્યોઃ
શહેઝાદ ખાન પઠાણ – રૂ. ૫,૦૦,૦૦૦, રાજશ્રીબેન કેસરી – રૂ. ૫,૦૦,૦૦૦, ઇકબાલ શેખ – રૂ. ૨,૫૦,૦૦૦, ઝુલ્ફી ખાન – રૂ. ૨,૫૦,૦૦૦, અફસાનાબેન ચિસ્તી – રૂ. ૧,૨૫,૦૦૦, બીનાબેન પરમાર – રૂ. ૧,૨૫,૦૦૦, મુસ્તાકભાઈ ખાદીવાળા – રૂ. ૧,૨૫,૦૦૦, અકબરભાઈ ભટ્ટી – રૂ. ૧,૨૫,૦૦૦, શાહજહાં બાનુ અન્સારી – રૂ. ૧,૨૫,૦૦૦ ,રફીક શેઠજી – રૂ. ૧,૦૦,૦૦૦
સુન્ની મુસ્લિમ વકફ કમિટીની મંજૂરી તેમજ કોર્પોરેશનની અધિકૃત મંજૂરી બાદ આ કામને મંજૂરી આપવામાં આવી હતી, જેના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજ રોજ યોજાયો. આ આર.સી.સી. રોડ બની જતા વર્ષોથી સ્થાનિક રહીશો, આસપાસના વિસ્તારોમાંથી આવનાર લોકો તથા દફનવિધિમાં જોડાતા નાગરિકોને થતી હાડમારી હવે દૂર થશે.
આ શુભ પ્રસંગે તમામ કાઉન્સિલરો તથા આગેવાનોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના સર્વશ્રી ઈકબાલભાઈ માલવત કમર અલી ભાઈ એડવોકેટ આફતાબ ભાઈ ઇમરાન ભાઈ મયુરભાઈ તેમજ જવાબદાર અગ્રણીઓ સર્વશ્રી મોહમ્મદ અલીભાઈ રાઠોડ, ગયાસભાઈ શેખ, જિલાની શેખ, ખુરશીદ શેખ, અયુબ ખાન, કાસમ શેખ, હેતસમભાઈ, સોયબ રજા તથા શિબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન ઈસરાર નેતા, અકરમભાઈ મશીનવાલા, મોન્ટુ ઘાંચી, અલીમ શેખ, શરીફ ઘાંચી, કામિલભાઈ રાજપુત તેમજ સલાહુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
