ફાર્મસન બેઝિક ડ્રગ્સ અને એન.એલ. ટ્રસ્ટ દ્વારા સગર્ભા બહેનોને કીટ વિતરણ કરાઈ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ફાર્મસન બેઝીક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ- નંદેસરી ના સહયોગ થી અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેંટ ફંડ ના અમલીકરણ દ્વારા પોષણ પહેલ પ્રોજેક્ટ વડોદરા જિલ્લા ના ગ્રામીણ વિસ્તારમાં ૩૦ ગામોમાં અમલ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ૧૭૫ કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ ૨૨-૧૨-૨૦૨૫ અને ૨૩-૧૨-૨૦૨૫ રોજ PHC સેન્ટર ઉપરથી કરવામાં આવ્યું.
ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ફાર્મસન કંપની અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ આનંદની બાબત છે પોષણ કીટ થી સગર્ભા બહેનોને સારું પોષણ મળશે અને તંદુરસ્ત સંતાન પ્રાપ્ત થાશે તો તંદુરસ્ત સમાજ બનશે.
કીટ માં મગ, ચણા, સીંગતેલ , શીંગ દાણા, ગોળ અને ખજૂર છે તે તમામ વસ્તુ માંથી તમામ પોષક તત્વો મળી રહે છે. ફાર્મસન કંપની અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંસ્થા આ કામગીરી સરાહનીય છે.
મેડીકલ ઓફિસર શ્રી નોરીનાબેને કુપોષણ ની માહિતી આપતા જણાવ્યું કે જેનું વજન ઓછું છે , લોહીના ટકા ઓછા છે, ૧૮ વર્ષ કરતા ઓછી ઉંમર હોય, લોહી પડતું હોય, જોડિયા બાળકો હોય તે કુપોષિત ગણાય અને આ માતા ઓ જોખમી છે , આ બહેનો એ પોષણ યુક્ત આહાર અને પૂરતા આરામ ની જરૂર છે. ઁર્ં-આઇસીડીએસ શ્રી સાવિત્રીબેને જણાવ્યું કે સ્થાનિક લેવલે મળતા ઘરેલુ ખોરાક ખાવા જોઈએ,
આપડા ઘરની આજુબાજુ છ પ્રકાર ની ભાજી , લીલા શાકભાજી, કઠોળ અને સ્થાનિક ફળિયામાં થતા ફળો ખાવા જોઈએ અને પોષણ પહેલ પ્રોજેક્ટએ કુપોષિત સગર્ભા મહિલાઓ ની ચિંતા કરી છે તો આપડે પણ સજાગ થઇએ.
અંત માં પ્રોજેક્ટ એડિ્મનિસ્ટ્રેટર વિનોદભાઈ દેસાઈએ જણાવ્યુંકે પોષણ પહેલ પ્રોજેક્ટના અમલથી લોકોમાં જાગૃતિ આવી છે . સરકાર, સંસ્થાઅને ફાર્મસન કંપની ના સહકારથી અશરકારક કામ થઈ રહી છે , પધારેલ પદાધિકારીઓ , અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
