ઉત્તર પ્રદેશમાં પિઝા-બર્ગર ખાવાથી ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું
અમરોહા, અહીની એક શાળાના ધો. ૧૧માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનું અતિશય પ્રમાણમાં પિઝા-બર્ગર ખાવાથી મોત નિપજ્યું હતું. દિલ્હીની એઈમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ તેના મોતનું કારણ આપતાં કહ્યું હતું કે વધુ પડતું ફાસ્ટફૂડ ખાવાથી તેના આંતરડા ચોંટી ગયા હતા, અને તેના પાચનતંત્રના વિવિધ અવયવોને ભારે નુકસાન થયું હતું.તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેને બચાવી શકાઇ નહી.
તેના ઘરવાળાઓનું કહેવું હતું કે અહાના નાનપણથી જ ઘરમાં બનેલા ભોજનના સ્થાને ચાઉમિન, પિઝા, બર્ગર જેવા ફાસ્ટફૂડ ખાતી હતી, અને એ જ ફાસ્ટફૂડ તેના મોતનું કારણ બની ગયું. અહીંના અફઘાન મહોલ્લામાં મનસુરઅલી ખાન તેની પત્નિ સારા ખાન, બે પુત્રીઓ મારિયા (૨૩) અને આહના (૧૬) તથા પુત્ર આવાન સાથે રહે છે અને કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મૃતક અહાના અહીંની હાશમી ગર્લ્સ ઇન્ટર કોલેજના ધો. ૧૧માં અભ્યાસ કરતી હતી.
ગત ૨૮ નવેમ્બરના રોજ અચાનક અહાનાની તબિયત બગડી ગઇ હતી અને તેના પેટમાં ખુબ દુખાવો ઉપડ્યો હતો. ઘરના લોકો તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ અમરોહાની હોસ્પિટલમાં થયેલા ઇલાજથી કોઇ રાહત ન મળતા તેને મુરાદાબાદ લઇ ગયા હતા. તેના શરીરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનાં આંતરડા ખરાબ થઇ ગયા છે અને પેટમાં પાણી ભરાઇ ગયું છે.
ત્યારબાદ મુરાદાબાદની હોસ્પિટલમાં ડો. રિયાઝ ખાને તેનું ઓપરેશન કરીને તેના પેટમાંથી ૭ લિટર પાણી કાઢ્યું હતું જેના પગલે તેની હાલત થોડી ઠીક થતા તેના મોટા કાકા સાજીદખાન તેને દિલ્હી લઇ ગયા હતા.
દિલ્હીમાં અચાનક એક દિવસે અહાનાના પેટમાં દુખાવો શરૂ થઇ જતાં સાજીદખાને તેને એઈમ્સમાં દાખલ કરાવી દીધી હતી. ડોક્ટરોએ ચેક કરતાં માલુ પડ્યું હતું કે તેના આંતરડા એકબીજા સાથે ચોંટી ગયા છે. ત્યારબાદ તેની સારવાર શરૂ થઇ પરંતુ છેવટે તેને બચાવી શકાઇ નહોતી.SS1MS
