અરવલ્લી પર્વતમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
ગુડગાંવ, ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી પર્વમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખાણકામને છૂટ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હરિયાણા વન વિભાગના એક નિવૃત્ત અધિકારીએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે.
૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, તેવી સમિતિની ભલામણને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખતા મોટો વિવાદ ઊભો થયો હતો. આનાથી બેફામ ખાણકામ ચાલુ થવાની અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ચિંતાઓ ઊભી થઈ છે.આ અરજીમાં દક્ષિણ હરિયાણાના ભૂતપૂર્વ વન સંરક્ષક આર પી બલવાને દલીલ છે કે આ પર્વતમાળા માટે ૧૦૦ મીટરના માપદંડથી તેના સંરક્ષણ પ્રયાસો નબળા પડશે.
બલવાનની અરજી પર ૧૭ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કેન્દ્ર, હરિયાણા અને રાજસ્થાન સરકારો અને પર્યાવરણ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો હતો. બલવાનની અરજીને લાંબા સમયથી ચાલી રહેલા ટી.એન. ગોદાવર્મન થિરુમુલપડ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં દાખલ કરાઈ હતી.
બલવાને જણાવ્યું હતું કે સમિતિની આવી ભલામણના દૂરગામી પર્યાવરણીય પરિણામો આવી શકે છે. આનાથી મોટા ભાગના વિસ્તાર કાનૂની રક્ષણની બહાર ધકેલવાનું જોખમ છે.
આ કોઈ ટેકનિકલ સમસ્યા નથી પરંતુ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ભારતના સમગ્ર ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના પર્યાવરણીય ભવિષ્યને સીધી અસર કરશે.અરવલ્લી પર્વતમાળાના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે પર્યાવરણ અને વન મંત્રીએ આ પ્રાચીન પર્વતમાળા અંગે કરેલી સ્પષ્ટતાઓ વધુ સવાલો અને શંકા ઊભી કરે છે.
સરકાર પર્વતમાળાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે શા માટે ઉત્સુક છે. સરકાર કોના ફાયદા માટે નવી વ્યાખ્યા કરી રહી છે. શા માટે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાની ભલામણોને જાણી જોઈને અવગણવામાં આવી છે.SS1MS
