અમિતાભ બચ્ચને વખાણ કરતા અનન્યા ભાવુક થઈ ગઈ
મુંબઈ, હાલ અનન્યા પાંડે તેની ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે કાર્તિક સાથે ફિલ્મના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનના શો કેબીસીના સેટ પર પહોંચી હતી. આ એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચને અનન્યાના ‘કેસરી ૨’નાં અભિનયના વખાણ કર્યા હતા. જેનાથી અનન્યા ખુબ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
અમિતાભ બચ્ચને કહ્યું, “અને એમના માટે પણ અમે કહ્યું હતું, એમની એક ફિલમ છે, કેસરી(ચેપ્ટર ૨). જેમાં તેમણે કામ કર્યું હતું, અમે કહ્યું હતું કે બહુ મોટા મોટા કલાકારો છે એમાં અને બધાંએ ઘણું સારું કામ કર્યું. પરંતુ એટલાં મોટા કલાકારો સાથે રહીને પણ અનન્યા તમે પોતાનો રોલ બખૂબી નિભાવ્યો.”આ સાંભળીને અનન્યા ભાવુક થઈ ગઈ. આગળ અમિતાભે કહ્યું, “એમને વધારે કહેવું નહોતું. જે રીતે એમની નજર ગઈ, એમનો લૂક ગયો.
એવું છે કે અમે બધાં એક જ પ્રોફેશનમાં છીએ. અમને ૩ મહિને ખબર પડી જાય છે કે અમારો રોલ શું છે, અમારો ડાયલોગ શું છે પરંતુ જ્યારે શૂટિંગ થતું હોય ત્યારે અમારી જનતાને લાગવું જોઈએ કે આ બધું આ ઘડીએ પહેલી વખત થયું અને અમે હવે આ ડાયલોગ બોલવા જઈ રહ્યા છીએ.
ત્યાં જ કલાકારની ખૂબી ખબર પડે છે. મેં તમારામાં એ ભાવના જોઈ છે.”અનન્યાએ આ ક્લિપ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું હતું, “કોઈ પણ કલાકારના જીવનની સૌથી મોટી ક્ષણ, હું તમારા શબ્દો આજીવન યાદ કરીશ અમિતજી.”
કેસરી ચેપ્ટર ૨ અક્ષય કુમારની ૨૦૧૯ની ફિલ્મ કેસરીની સિક્વલ હતી, જેમાં અક્ષયે વકીલ સી.શંકરન નાયરનો રોલ કર્યાે હતો અને આર. માધવન તેમાં નેવિલ મેકકિનલીના રોલમાં હતો. આ ફિલ્મ જલિયાંવાલા બાગની ઘટનાના કોર્ટ કેસ પર આધારીત હતી. હવે અનન્યાની તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે.SS1MS
