બોની કપૂરની ઈચ્છા સલમાન સાથે ગજની બનાવવાની હતી
મુંબઈ, આમીર ખાનની ફિલ્મ ગજની બ્લોકબસ્ટર હતી. ફિલ્મમાં આમિર ખાનના અભિનયથી બધાનું દિલ જીતી લીધું ગજની એ અસિનને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રિમેક હતી.નિર્માતા બોની કપૂર મૂળ રીતે બીજા સ્ટાર સાથે આ ફિલ્મ બનાવવા માંગતા હતા. બોનીએ ખુલાસો કર્યાે કે તેઓ શરૂઆતમાં ૨૦૦૦ ના દાયકાના મધ્યમાં સલમાન ખાન અભિનીત ગજનીની હિન્દી રિમેક બનાવવા માંગતા હતા.
૨૦૦૬ માં ગજનીમાં સુર્યાને જોયા પછી, બોનીને લાગ્યું કે સલમાન આ ભૂમિકા માટે યોગ્ય રહેશે. તેરે નામના પહેલા ભાગમાં સલમાનના વાળ લાંબા હતા, જ્યારે ઇન્ટરવલ પછી, જ્યારે સલમાનના પાત્ર રાધેને આશ્રમમાં મોકલવામાં આવે છે અને તેના વાળ કાપવામાં આવે છે, ત્યારે બોનીને લાગ્યું કે સલમાનનું શરીર ગજની માટે યોગ્ય રહેશે.
બોનીએ વધુમાં કહ્યું કે પછી તેણે ફિલ્મના રાઇટ્સ માટે નિર્માતાઓનો સંપર્ક કર્યાે, પરંતુ તેમણે તેમને કહ્યું કે અલ્લુ અરવિંદે તેમને રિમેકના રાઇટ્સ પહેલાથી જ આપી દીધા છે, જેમણે તેને તેલુગુમાં વિતરિત કરી હતી. ત્યારબાદ બોનીએ રાઇટ્સ મેળવવા માટે અલ્લુના મિત્ર મધુ મન્ટેનાનો સંપર્ક કર્યાે. મધુ તેમને કહેતા રહ્યા કે તે બનશે. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવનારા પ્રદીપ રાવતે આમિરને તમિલ ફિલ્મ બતાવી.
આમિરે છ મહિના સુધી ચર્ચા કરી કે શું તેણે ગજિનીની હિન્દી રિમેકમાં કામ કરવું જોઈએ,જ્યારે આમિરે આખરે હા પાડી, ત્યારે મધુ અને અલ્લુએ પોતે ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું, અને હું ફિલ્મમાંથી બહાર થઈ ગયોઅંતે, એ.આર. મુરુગદાસ દ્વારા દિગ્દર્શિત, આમિર, અસીન, જિયા ખાન અને પ્રદીપ રાવત સાથે ગજિની બનાવવામાં આવી. તે સ્થાનિક સ્તરે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી પહેલી ભારતીય ફિલ્મ હતી.SS1MS
