વરુણ ધવન અને શર્વરી વાઘની ‘લુકા છુપી ૨’ પાછી ઠેલાઈ
મુંબઈ, વરુણ ધવન અને શર્વરી વાઘની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘લુકા છુપી ૨’નું કામ અટકાવી દેવાયું છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ ૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થઈ જશે. ૨૦૧૯માં આવેલી હિટ ફિલ્મ લોકુ છુપીની સિક્વલ હવે છથી આઠ મહિના મોડી થશે એવા અહેવાલો છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મના ફૅન્સ તેના વિશે કોઈ અપડેટની રાહ જોઈ રહ્યા હતા. તેનાં બદલે ફિલ્મનું કામ અટકી ગયું છે.
એવા અહેવાલો છે કે આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર ઘણા વ્યસ્ત છે.હાલ તેઓ મેડોકની તમાશા કલાકાર વિછાબાઈ ભાઈ માંગ નારાયણગંવકરની બાયોપિક માટે શ્રદ્ધા કપૂર સાથે શૂટ કરવામાં વ્યસ્ત છે.
આ ફિલ્મ ખુબ તકેદારીથી અને પુરા ધ્યાનથી બનાવવી જરૂરી છે. તેના કારણે ‘લુકા છુપી ૨’ અટકાવી દેવાઈ છે, જેથી આ ફિલ્મ અધુરી કે ઉતાવળે બનેવી ન લાગે. એક વખથ લક્ષ્મણ ઉટેકર ઇથાનું શૂટ ૨૦૨૬ના મધ્ય ભાગ સુધીમાં પૂરું કરી લે પછી તેઓ આ સિક્વલ પર કામ કરવાનું શરૂ કરશે. લક્ષ્મણ ઉટેકર સાથે વરુણ ધવન અને શર્વરી પણ અન્ય મોટી ફિલ્મોમાં વ્યલસ્ત છે.
વરુણની બોર્ડર ૨ આવી રહી છે, તેના અમુક સીનનું શૂટિંગ હજુ વાસ્તવિક લોકેશન પર ચાલુ છે. તેના પછી તે મેડોકની ‘ભેડિયા ૨’ પર પણ કામ શરૂ કરવાનો છે. જ્યારે શર્વરી આયુષ્યમાન ખુરાના સાથે સૂરજ બરજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટ કરી રહી છે. તેથી તેમની બંનેની તારીખોનો એક સાખે મેળ લાવવો પણ મુશ્કેલ છે. તેથી ‘લુકા છુપી ૨’ હાલ હજુ પ્લાનિંગના તબક્કે જ છે, ૨૦૨૬ના અંત સુધીમાં હવે તેની સ્ટોરી ફાઇનલ થાય એવી શક્યતા છે.SS1MS
