Western Times News

Gujarati News

પાકિસ્તાન સરકારની એરલાઈન (PIA) 13500 કરોડમાં વેચાઈ: 3 ખરીદદારો વચ્ચે બોલી લાગી

નવી દિલ્‍હી, પાકિસ્‍તાનના ગંભીર આર્થિક સંકટ વચ્‍ચે તેની સરકારી એરલાઇન્‍સ પાકિસ્‍તાન ઇન્‍ટરનેશનલ એરલાઇન્‍સની (PIA) આખરે હરાજી કરવામાં આવી છે.

સરકારે PIAને ૧૩,૫૦૦ કરોડ રૂપિયામાં (PKR ૧૩૫ અરબ) વેચી નાખી, જે ગત બે દાયકામાં દેશની ખાનગીકરણ પ્રક્રિયા માનવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના (IMF) આકરા નિયમો અને વધતી ખોટના પ્રેશરમાં આવીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. ઓપન ઓક્‍શન પછી ઇન્‍વેસ્‍ટર ગ્રુપ આરિફ હબીબ કોર્પને એરલાઇન્‍સના નવા માલિક તરીકે પસંદ કરવામાં આવ્‍યું.

  • ગંભીર આર્થિક સંકટ વચ્ચે નિર્ણય: પાકિસ્તાન સરકારે પોતાની રાષ્ટ્રીય એરલાઇન PIAને હરાજી દ્વારા વેચી નાખી.
  • કિંમત: એરલાઇન ₹13,500 કરોડ (PKR 135 અરબ)માં વેચાઈ.
  • નવા માલિક: ઓપન ઓક્શન પછી આરિફ હબીબ કોર્પ ગ્રુપને નવા માલિક તરીકે પસંદ કરવામાં આવ્યા.
  • હરાજી પ્રક્રિયા:
    • બે તબક્કામાં યોજાઈ.
    • લકી સિમેન્ટ, એરબ્લૂ અને આરિફ હબીબ ગ્રુપે બોલીઓ મૂકી.
    • એરબ્લૂ ઓછું બિડ મૂકતાં બહાર થઈ ગયું.
    • અંતે આરિફ હબીબે સૌથી ઊંચી બોલી મૂકી.
  • શેર માળખું:
    • 75% શેર તરત વેચાયા.
    • બાકી 25% શેર 90 દિવસમાં ખરીદવાનો વિકલ્પ આપવામાં આવ્યો.

PIAની હરાજી પ્રક્રિયા પાકિસ્‍તાનના પ્રાઇવેટાઇઝેશન કમિશન બોર્ડની દેખરેખ હેઠળ બે તબક્કામાં યોજાઈ હતી. પહેલા તબક્કામાં લકી સિમેન્‍ટ, ખાનગી એરલાઇન એરબ્‍લૂ અને આરિફ હબીબ ગ્રુપે સીલબંદ બોલીઓ આપી હતી. શરૂઆતમાં એરબ્‍લૂએ નિર્ધારિત ન્‍યૂનતમ કિંમત કરતાં ઓછી બોલી મૂકી હતી, જેના કારણે તે રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

પહેલા રાઉન્‍ડમાં સૌથી ઊંચી બોલી ૧૧,૫૦૦ કરોડ રૂપિયા રહી હતી, ત્‍યારબાદ સરકારે બીજા રાઉન્‍ડ માટે બેઝ પ્રાઇસ વધારીને ૧૨,૫૦૦ કરોડ રૂપિયા કરી હતી. અંતે ખુલ્‍લા ઓક્‍શનમાં આરિફ હબીબ ગ્રુપે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવીને PIA ખરીદી લીધી. સરકારે આ નિલામી સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે તેને લાઇવ ટીવી અને સરકારી સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પ્રસારિત કરી હતી.

આ ઓક્‍શનમાં PIAના ૭૫ ટકા શેર વેચવામાં આવ્‍યા છે, જ્‍યારે બાકી ૨૫ ટકા હિસ્‍સેદારી આગામી ૯૦ દિવસમાં ખરીદવાનો વિકલ્‍પ આપવામાં આવ્‍યો છે. વડાપ્રધાનના ખાનગીકરણ સલાહકાર મુહમ્‍મદ અલીએ જણાવ્‍યું હતું કે, આ માળખું એવું બનાવાયું છે કે સરકારને યોગ્‍ય કિંમત મળે અને એરલાઇનમાં નવા રોકાણ માટે રસ્‍તો ખુલ્‍લો થાય.

પાકિસ્‍તાની સરકારનું કહેવું છે કે PIAને વેચવાનો હેતુ માત્ર નુકસાનમાંથી છૂટકારો મેળવવાનો નથી, પણ રાષ્ટ્રીય એરલાઇનને ફરીથી તેની જૂની પ્રતિષ્ઠા અપાવવાનો છે. નાણાં મંત્રી મુહમ્‍મદ ઔરંગઝેબે કહ્યું કે, આજે બધા બોલીદારો પાકિસ્‍તાનમાંથી જ હતા અને જે પણ જીતે, જીત પાકિસ્‍તાનની જ ગણાશે.

તેમનું માનવું છે કે જો એરલાઇનના કાફલાને ૧૮ વિમાનોમાંથી વધારીને ૩૦૪૦ સુધી લઈ જવું હોય, તો ખાનગી રોકાણ ખૂબ જ જરૂરી છે. સરકારને આશા છે કે આ સોદાથી ભવિષ્‍યમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે અને PIAને નવી ઉડાન મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.