માત્ર કાગળ પર નાણાકીય વ્યવહારો બતાવીને ખોટા બિલ બનાવવામાં આવ્યા: 1500 કરોડની કરચોરી
અમદાવાદ, શહેરમાં કરચોરીના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ થતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશનમાં અંદાજે ૧૫૦૦ કરોડ રૂપિયાની જંગી કરચોરી શોધી કાઢવામાં આવી છે.
આ કૌભાંડમાં શહેરની એક જાણીતી ટેકનો વાયર કંપનીનું નામ બહાર આવ્યું છે, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. DGGIની તપાસના કેન્દ્રમાં અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની હતી.
એજન્સીએ બાતમીના આધારે કંપનીના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતા. તપાસમાં ગંભીર ગેરરીતિઓ જણાતા એજન્સીએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે.
- કંપની સંડોવાયેલી: તપાસના કેન્દ્રમાં ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ નામની જાણીતી કંપની હતી.
- કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરવામાં આવી છે.
- આરોપ છે કે ડેટા સાયન્સના વ્યવસાયના નામે બોગસ બિલિંગ કરીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં આવી રહી હતી.
- કૌભાંડની રીત:
- માત્ર કાગળ પર નાણાકીય વ્યવહારો બતાવીને ખોટા બિલ બનાવવામાં આવ્યા.
- આ નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે લાંબા સમય સુધી વહીવટી તંત્રની નજરમાં આવ્યું નહોતું.
- DGGIની સતર્કતાથી આખું નેટવર્ક બહાર આવ્યું.
- હાલની સ્થિતિ:
- પ્રભાત સોમાણી કોર્ટમાં રજૂ થયો છે અને તેના રિમાન્ડ માટે કાર્યવાહી ચાલી રહી છે.
- તપાસ એજન્સીને આશંકા છે કે આટલી મોટી કરચોરીમાં માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ અન્ય વેપારીઓ અને રાજકીય પ્રભાવશાળી લોકો પણ સંડોવાયેલા હોઈ શકે.
આરોપ છે કે ડેટા સાયન્સના વ્યવસાયના ઓથા હેઠળ મોટા પાયે આર્થિક છેતરપિડી આચરવામાં આવી રહી હતી. પ્રાથમિક વિગતો મુજબ પ્રભાત સોમાણીએ માત્ર કાગળ પર જ નાણાકીય વ્યવહારો બતાવીને કરોડો રૂપિયાના બોગસ બિલિગ કર્યા હતા. આ ખોટા બિલના આધારે ગેરકાયદે ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં આવતી હતી.
ટેકનોલોજી અને ડેટા સર્વિસના નામે આચરવામાં આવેલું આ કૌભાંડ એટલું વ્યવસ્થિત હતું કે તે લાંબા સમય સુધી વહીવટી તંત્રની નજરમાં આવ્યું નહોતું, પરંતુ DGGIની સતર્કતાએ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હાલમાં આરોપી પ્રભાત સોમાણીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે. તપાસ એજન્સીને આશંકા છે કે ૧,૫૦૦ કરોડ જેવી માતબર રકમની કરચોરીમાં માત્ર એક વ્યક્તિનો હાથ ન હોઈ શકે.
આ કૌભાંડના તાર અન્ય કયા વ્યવસાયીઓ કે રાજકીય વગ ધરાવતા લોકો સાથે જોડાયેલા છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
