એલજે યુનિવર્સિટી ખાતે મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ તેના પહેલા ADAM ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કર્યો
- ઇન્સ્ટિટ્યૂટ મર્સિડીઝ–બેન્ઝ ઈન્ડિયાની કૌશલ્ય વિકાસ પહેલ હેઠળ ગુજરાત તથા રાજસ્થાન સહિતના આસપાસના પ્રદેશોને સેવાઓ પૂરી પાડશે
એક વર્ષના ઇન્ટિગ્રેટેડ ADAM પ્રોગ્રામમાં સર્ટિફાઇડ મેઇન્ટેનન્સ ટેક્નિશિયન (CMT) અને ક્વોલિફાઇડ સર્વિસ ટેક્નિશિયન (QST) ટ્રેનિંગનો સમાવેશ થાય છે
- ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ફંડામેન્ટલ્સ, પ્રત્યક્ષરૂપે ટેક્નિકલ ટ્રેનિંગ અને બાંયધરી સાથેની નોકરી પર મજબૂત ધ્યાન અપાશે
“મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા સંગઠિત, ઉદ્યોગ-સંકલિત ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા ભારતની ઓટોમોટિવ સ્કીલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં અમારા પ્રથમ એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ઓટોમોટિવ મેકાટ્રોનિક્સ (ADAM) ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન પશ્ચિમ ભારતમાં એડવાન્સ્ડ ઓટોમોટિવ શિક્ષણની પહોંચ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. એલજે યુનિવર્સિટી સાથેના અમારા સહયોગ દ્વારા, અમે યુવા પ્રતિભાઓને ઇલેક્ટ્રિક મોબિલિટી સહિતના ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે સજ્જ કરવા તેમજ ઓટોમોટિવ સર્વિસ ઇકોસિસ્ટમમાં ટકાઉ કારકિર્દીના માર્ગો બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”
શ્રી શેખર ભિડે, વાઇસ પ્રેસિડેન્ટ – કસ્ટમર સર્વિસીઝ, મર્સિડીઝ–બેન્ઝ ઈન્ડિયા
- અમદાવાદની એલજે યુનિવર્સિટી (LJU) ખાતે આવેલું ગુજરાતનું પહેલું ADAM ઇન્સ્ટિટ્યૂટ
- LJUમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે, કુલ મળીને ADAM માં દર વર્ષે 150થી વધુ વિદ્યાર્થીઓની નોંધણી થાય છે
- એક વર્ષના ઇન્ટિગ્રેટેડ એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ઓટોમોટિવ મેકાટ્રોનિક્સ (ADAM) પ્રોગ્રામમાં સર્ટિફાઇડ મેઇન્ટેનન્સ ટેક્નિશિયન (CMT) તથા ક્વોલિફાઇડ સર્વિસ ટેક્નિશિયન (QST) બંનેની છ મહિનાની તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો છે
- ફ્લેક્સીબલ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ જેનાથી સહભાગીઓ વ્યક્તિગત સંજોગો મુજબ આગળ વધી શકે છે
- અભ્યાસક્રમમાં એક મહિનાના સમર્પિત બેઝિક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) મોડ્યુલને સમાવવામાં આવ્યું છે, શરૂઆત થઈ ત્યારથી 300થી વધુ વિદ્યાર્થીઓને ઇવી ફંડામેન્ટલ્સમાં તાલીમ આપવામાં આવી છે
- ADAM સ્નાતકો માટે 100 ટકા નોકરીનો રેકોર્ડ, 85 ટકાથી વધુ વિદ્યાર્થીઓને દર વર્ષે મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના ઓથોરાઇઝ્ડ ડીલર નેટવર્કમાં નોકરી અપાય છે
- સમાવેશકતા પર મજબૂત ધ્યાન, હાલ ચાલી રહેલી ADAM બેચમાં અત્યારે 21 વિદ્યાર્થીનીઓ નોંધાયેલી છે

અમદાવાદ – ભારતની સૌથી પસંદગીની લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આજે અમદાવાદની એલજે યુનિવર્સિટી (LJU) ખાતે ગુજરાત રાજ્યમાં તેની પ્રથમ એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ઓટોમોટિવ મેકાટ્રોનિક્સ (ADAM) ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સંસ્થા મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાની દેશવ્યાપી કૌશલ્ય વિકાસ માટેની હાજરીને મજબૂત બનાવે છે અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન જેવા પડોશી પ્રદેશોને પણ સેવાઓ પૂરી પાડશે.
એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ઓટોમોટિવ મેકાટ્રોનિક્સ (ADAM) પ્રોગ્રામ હાલમાં સમગ્ર ભારતમાં સાત સંસ્થાઓના નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ચાર સરકારી સંસ્થાઓ અને ત્રણ ખાનગી સંસ્થાઓનો સમાવિષ્ટ છે. એક વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં પહેલા છ મહિનામાં સર્ટિફાઇડ મેકાટ્રોનિક્સ ટેકનિશિયન (CMT) ટ્રેનિંગ અને પછીના છ મહિનામાં ક્વોલિફાઇડ સર્વિસ ટેકનિશિયન (QST) સર્ટિફિકેશનનો સમાવેશ થાય છે.
એક મહિનાનો સમર્પિત બેઝિક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) મોડ્યુલ અભ્યાસક્રમનો એક અભિન્ન ભાગ છે, જે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના કાર્યકારી સિદ્ધાંતોની ઊંડાણપૂર્વક સમજ અને ઇલેક્ટ્રિક વાહનોના વ્યવહારિક અનુભવ પૂરો પાડે છે. બે વર્ષ પહેલાં રજૂ કરાયેલા આ EV મોડ્યુલનો ADAM સંસ્થાઓના 300થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળી ચૂક્યો છે. આ પ્રોગ્રામ ફ્લેક્સીબલ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક અને વ્યવહારુ ધોરણો જાળવી રાખીને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ ગતિએ તેમની તાલીમ પૂરી કરી શકે છે.
ખાતરીપૂર્વકની રોજગારક્ષમતા અને ઉદ્યોગ સંકલનઃ
ADAM પ્રોગ્રામ નોકરીની બાબતમાં મજબૂત પરિણામો દર્શાવી રહ્યો છે અને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ માટે 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે. દર વર્ષે 85 ટકાથી વધુ ADAM સ્નાતકોને મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના અધિકૃત ડીલર નેટવર્કમાં નોકરી આપવામાં આવે છે, જે આ પ્રોગ્રામની સુસંગતતા અને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સીધા જોડાણને મજબૂત બનાવે છે. હાલની તારીખે દેશભરમાં 1,200થી વધુ વિદ્યાર્થીઓ ADAM સંસ્થાઓમાંથી સફળતાપૂર્વક સ્નાતક થયા છે.
સમાવેશક સ્કીલ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમઃ
મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના સમાવેશક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ADAM પ્રોગ્રામ જાતિય વિવિધતાને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે, જેના હેઠળ હાલમાં વર્તમાન બેચમાં 21 વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવી છે.
વિસ્તારેલી સીએસઆર કૌશલ્ય પહેલઃ
ADAM ઉપરાંત, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા તેના સીએસઆર પોર્ટફોલિયો હેઠળ પૂરક કૌશલ્ય વિકાસ પહેલ પણ આદરી રહી છે, જેમાં ડૉન બોસ્કો ઇન્સ્ટિટ્યૂટ, પુણેના સહયોગથી સ્થપાયેલા એડવાન્સ્ડ ઓટો બોડી રિપેર (AABR) ટ્રેનિંગ સેન્ટરનો સમાવેશ થાય છે. AABR પ્રોગ્રામ વિદ્યાર્થીઓને એડવાન્સ્ડ બોડી રિપેર ટેક્નિક અને આધુનિક રિપેર પ્રોસેસથી પરિચિત કરાવે છે તથા તેમને વૈશ્વિક રિપેર માપદંડો મુજબની વ્યવહારુ કુશળતાથી સજ્જ કરે છે.
આ વર્ષની શરૂઆતમાં, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે જોડાણ કરીને મહારાષ્ટ્રના પૂણે અને દિલ્હી-એનસીઆરમાં આ પહેલ હેઠળ ઊભા કરાયેલા વિશ્વ કક્ષાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સમાં 1,000 યુવાનો અને મહિલાઓને કુશળતાઓ પૂરી પાડી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય પ્રતિભાશાળી યુવા વર્ગ અને મહિલાઓને સશક્ત બનાવવાનો હતો, જેથી તેમને વૈશ્વિક ધોરણો અનુસાર ઉદ્યોગ-સંબંધિત ઓટોમોટિવ સ્કીલ્સ પૂરી પાડી શકાય. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાની કૌશલ્ય વિકાસ પહેલ પદ્ધતિસર તાલીમ, ભવિષ્યલક્ષી અભ્યાસક્રમ અને ટકાઉ રોજગાર માર્ગો દ્વારા ભારતની ઓટોમોટિવ ટેલેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની કંપનીની વ્યાપક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
