Western Times News

Gujarati News

CA આકાશ સોનીની પ૪ કંપની અંગે તપાસ શરૂ

કંપનીઓ ખોલી એકાઉન્ટ ખોલાવવા મામલે સરકારી કર્મચારીઓની સંડોવણીની શંકા

(એજન્સી)અમદાવાદ, બોગસ કંપનીઓ પર બેંક ખાતા ખોલાવી કરોડોની હેરફેર કરનાર સીએ સહીત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા મેટ્રોપોલીટન કોર્ટે આરોપીઓના પ દિવસના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કેસમાં ઝડપાયેલા આકાશ સોની ચાર્ટડ એકાઉન્ટ છે. અને તેણે પ૪ બનાવેલી બોગસ કંપનીઓ મામલે પોલીસે તપાસઆદરી છે.

બીજી તરફ વજે રીતે કંપનીઓ ખોલી એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જોતા સરકારી કાર્યવાહીઓની સંડોવણીની શંકા પણ સેવાઈ રહી છે. આરોપી આકાશ પીયુષભાઈ સોની અને મનોજ કનૈયાલાલ રશામાવતને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા.

જયાં રીમાન્ડ અરજી અંગે રજુઆત કરતા સરકારી વકીલ પી.વી. પ્રજાપતીએ રીમાન્ડ અરજી અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓને અત્યાર સુધી કેટલી અને કોના નામે બોગસ કંપનીઓ બનાવી છે તેની ચોકકસ માહિતી મેળવવાની છે. આરોપીઓ પાસેથી મળેલી ચેકબુકો અને કંપની રજીસ્ટ્રેશનના દસ્તાવેજો સિવાય અન્ય કયા દસ્તાવેજો છુપાવ્યા છે ?

એક જ સરનામા પર બેથી વધુ કંપનીઓ રજીસ્ટાર કરી હોવાથી આ પ્રક્રિયામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવાની છે. સરકારી કચેરીઓમાં રજુ કરેલા દસ્તાવેજોમાં ખોટી સહીઓ કરી હોવાની શકયતાની તપાસ જરૂરી છે. અમરેલીના લાઠી અને કચ્છના આદેસર એપીએમસી માર્કેટ યાર્ડના લાઈસન્સની કેવી રીતે મેળવ્યા અને તેમાં કયા કર્મચારીઓ કે વેપારીઓ સંડોવાયેલા છે.

એમ રાજેશ નામની આંગડીયા પેઢી અને જય જગન્નાથ નામના ખાતા દ્વારા થતા નાણાકીય વ્યવહારો અને જમા રહેલી મોટી રોકડ રકમની કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેતરપીડી દ્વારા મેળવેલા નાણામાંથી કોઈ ગેરકાયદેસર કે બેનામી મિલકતો ખરીદી છે ? અાંંતરરાજય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાં મોકલવામાં આવ્યા છે.

કે કેમ અને કોઈ આંતરરાષ્ટ્રીય ગેગ સાથે જોડાણ છે, કે નહી કબજે કરેલા મોબાઈલ ફોન, લેપટોપ અને સ્વાઈપ મશીનોમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મેળવવાના છે. બેક એકાઉન્ટસમાંસાયબર ફ્રોડના નાણાંના વ્યવહાર થયેલ હોવાથી આખી ગેગની ચેનલ સુધી પહોચવું જરૂરી છે.

આરોપી પાસેથી મળેલ ર૬ જેટલા એટીએમ કાર્ડસ કેન્દ્ર છે. અને તે કેવી રીતે મેળવ્યા આરોપીઓના મોબાઈલના કોલ ડીટેઈલ રેકોર્ડ સીડીઆર આધારે અન્ય સંડોવાયેલા કે નહી જરૂરીયાતમંદ લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવવામાં મદદ કરનાર વ્યકિતઓ કોણ કોણ છે? આરઓસી, બેક અથવા એપીએમસીના કોઈ કર્મચારીઓની આ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની હોવાથી ૧૦ દિવસના રીમાન્ડ આપવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.