અલ્લુ અર્જૂન ત્રિવિક્રમ સાથે માઇથોલિકલ ફિલ્મમાં કામ કરશે
મુંબઈ, અલ્લુ અર્જૂનની પુષ્પા પછી તેની દરેક ફિલ્મની ચર્ચા રહે છે. લાંબા સમયથી તેની અટલી સાથેની સાઇ ફાઇ ફિલ્મની પણ ચર્ચા છે. ત્યારે હવે અલ્લુ અર્જૂન અને ત્રિવિક્રમ એક માઇથોલોજિકલ એપિક ફિલ્મ કરી રહ્યા હોવાના અહેવાલો છે.
આ પહેલાં ત્રિવિક્રમ અને અલ્લુ અર્જૂન અલા વૈકુંઠપુર્રમુલ્લુ, જુલાયી, એસઓ સત્યમુર્તિ જેવી ફિલ્મ સાથે કરી ચૂક્યા છે. ત્યારે હવે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “તેમની આગામી ફિલ્મ પહેલાં ક્યારેય જોવા ન મળી હોય એવા વિશાળ સ્કેલ પર બની રહી છે, જેનું ૧૦૦૦ કરોડનું ભારે ભરખમ બજેટ છે.”આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, “આ એક ઘણો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જે અલ્લુ અર્જૂનને ધ્યાનમાં રાખીને જ લખાયો છે.
તેથી અલ્લુ અર્જૂનના ફૅન્સ ઉત્સાહમાં આવી ગયા છે. આ એક માઇથોલોજિકલ ફિલ્મ હોવાથી જેટલા વૈભવી અને વિશાળ દૃશ્યો હશે, એટલી જ તેની વાર્તા પણ રસપ્રદ હશે. પૅન ઇન્ડિયા અને ગ્લોબલ ઓડિયન્સ માટે આ ફિલ્મ માઇથોલોજી જોનરની ફિલ્મની નવી વ્યાખ્યા સમાન સાબિત થશે. ફેબ્›આરી ૨૦૨૭થી આ ફિલ્મનું શૂટ શરૂ થશે. એ પહેલાં અલ્લુ અર્જૂન અટલીની ફિલ્મ શૂટ કરશે. તેની રિલીઝ પછી તે ત્રિવિક્રમની ફિલ્મ શરૂ કરશે.”
અલ્લુ અર્જૂન અને ત્રિવિક્રમ જોડીની ફિલ્મ હંમેશા સફળ રહી છે અને તેઓ બંને પણ એકબીજા સાથે કામ કરવા ઉત્સુક છે. રસપ્રદ વાત એ છે કે ત્રિવિક્રમ પહેલાંથી જ આ ફિલ્મ અલ્લુ અર્જૂન સાથે જ બનાવવા માગતા હતા. પરંતુ આ ફિલ્મ જુનિયર એનટીઆર પાસે પહોંચી ગઈ.
પરંતુ હવે આ ફિલ્મ ફરી એક વખત અલ્લુ અર્જૂન પાસે પહોંચી ગઈ છે અને થોડાં વખતમાં આ ફિલ્મની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે.હાલ તો અલ્લુ અર્જૂન અટલીની મોટા બજેટની ફિલ્મ, જેને હાલ એએ૨૨ઠએ૬ કહેવાય છે, તે મોટા બજેટની સાઇ-ફાઇ ફિલ્મ માટે કામ કરી રહ્યો છે. જેમાં ઇન્ટરનેશનલ લેવલના વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ એક મોટા પાયાની ફિલ્મ અને બારીકીથી બનેલી વાર્તા હોવાથી મેકર્સ તેને બે ભાગમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. જો આ આયોજન યોગ્ય રીતે થયું તો ૨૦૨૬ના અંત સુધીમાં તેનો પહેલો ભાગ રિલીઝ થઈ જશે. પાછળથી તેનો બીજો ભાગ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી રહી છે.SS1MS
