Western Times News

Gujarati News

દયાબહેનનો નવો અંદાજ જોઈ ફેન્સ થયા આશ્ચર્યચકિત

મુંબઈ, લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહી છે. આ શોના દરેક કેરેક્ટરે દર્શકોના મનમાં પોતાની એક અલગ છબિ ઊભી કરી છે અને આ તમામ કેરેક્ટરમાં દર્શકોનું સૌથી મનગમતું કેરેક્ટર એટલે દયાબહેન એટલે કે દિશા વાકાણી.

આજે ભલે દયાબહેન શોમાં નથીસ પણ દર્શકો તેમને ખૂબ યાદ કરે છે અને આશા સેવી રહ્યા છે કે દયાબહેન જલદી શોમાં પાછા ફરે. હાલમાં સોશિયલ મીડિયા પર દિશા વાકાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેનો બદલાયેલો અંદાજ જોઈને તમે ચોંકી ઉઠશોપલાંબા સમયથી ટચૂકડાં પડદાં પરથી ગાયબ એવા દિશા વાકાણી અનેક વખત અલગ અલગ જગ્યાએ સ્પોટ થતાં હોય છે અને ફેન્સ તેની સાથે ફોટો ખેંચાવવાનો મોહ છોડી શકતાં નથી.

હાલમાં જ એક ફેને દિશા વાકાણી સાથેનો પોતાનો ફોટો શેર કર્યાે હતો. આ ફોટો જોતજોતામાં જ વાઈરલ થઈ ગયો છે. નેટિઝન્સ દિશા વાકાણીનો બદલાયેલો અંદાજ જોઈને તમે પણ ચોંકી ઉઠશો, એ વાતની ગેરન્ટીપવીડિયોમાં દિશા વાકાણી એક નાનકડી છોકરી સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે.

આ સમયે દિશા વાકાણીએ પિંક ફ્લોરલ સૂટ પહેર્યાે છે અને આંખો પર ચશ્મા, વાળમાં તેલ અને ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. દિશા આ સમયે નાનકડી બાળકી સાથે વાત પણ કરે છે અને એની સાથે ફોટો ક્લિક કરાવીને તે નમસ્તે કહીને જતી રહી છે. આ સમયે તેના ચહેરા પર મિલિયન ડોલર સ્માઈલ જોવા મળી રહી છે.આ વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે અને કમેન્ટ સેક્શનમાં પોતાની ફિલિંગ શેર કરી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે દિશા વાકાણીએ રિયલ લાઈફમાં પણ કેટલી સિમ્પલ અને પ્રેમાળ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલાક દિવસે તે દેખાઈ છે. તેના ચહેરા પર એક અલગ જ શાંતિ અને ખુશી જોવા મળી રહી છે.

વળી કેટલાક લોકો દયાબહેનને પૂછી રહ્યા છે કે તેઓ ક્યારે શોમાં પાછા ફરશે?અત્રે ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી છેલ્લાં અનેક વર્ષાેથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દૂર છે. દીકરીના જન્મ બાદ તેમણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં શોમાં કમબેક કરશે, પરંતુ એવું થયું નહીં. કોવિડ પહેલાં પણ દિશા વાકાણી શોમાં પાછા ફરશે, એવા રિપોટ્‌ર્સ સામે આવ્યા હતા, પરંતુ એવું થયું નહીં અને આ દરમિયાન તે બીજી વખત પ્રેગ્નન્ટ થઈ અને તેણે સ્પષ્ટ કરી દીધું કે તે શોમાં પાછી નહીં ફરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.