સૃષ્ટિ સંસ્થા ખાતે વીસરાતી વાનગીઓની હરીફાઈ યોજાઈ
તારીખ: 25 ડિસેમ્બર, 2025, બુધવાર
સમય: બપોરે 2 થી 4
સ્થળ: સૃષ્ટિ પરિસર (SRISTI) અમદાવાદ
સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ.
સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં, ચોખા અને મકાઈ સિવાય વિશેષ કોઈ અનાજ ખાતા નથી. ત્યારે આ હરીફાઈમાં 70 મહિલાઓએ મિલેટ તથા અપ્રચલિત ભાજીઓનો ઉપયોગ કરી વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન દ્વારા વિવિધ વાનગીઓ રજૂ કરી.
બહેનોએ પોતાની વાનગી કૌશલ્ય અને આંખને ગમે તેવા વિશિષ્ટ સુશોભન સાથે હરીફાઈમાં ભાગ લીધો.
આ હરીફાઈના જજ/તજજ્ઞ તરીકે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાથી (1) ડૉ. સ્વાતી ધ્રુવ, (2) ડૉ. શ્વેતા પટેલ અને (3) ડૉ. શ્રુતિ કાંટાવાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત એસ. એમ. પટેલ કોલેજ ઑફ હોમ સાયન્સ, આણંદથી જજ તરીકે ડૉ. મીનલ ચૌહાણ અને ડૉ. વંદના મોદી ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી.
વીસરાતી વાનગીઓની હરીફાઈમાં નીચે મુજબની વાનગીઓ જોવા મળી:
બાજરીની ઉપમા, પાલકનો હલવો,
મલાઈ મહેસુબ, સાંગરીનું શાક,
અઘેડાની ખીર, કોલાના લાડુ, આપા માર્ગની ખીર, કોળાની ચટપટી, શક્કરિયાના ઘાઘરા, પિઠોરી ખીર, ડોડીની કઢી, મહુડાના લાડુ, ખજૂર રબડી–માલપુવા, બાજરીના સરમળા, કડથીની પુરણપોળી, લુણીની ભાજીના મુઠીયા, રાગીના બાફલા,
રાગી–ગાજર મફિન્સ, ઓટ્સ પોરિજ, કાંગની ચીકી, સુવાની ભાજીનું ઊંધિયું, બાજરીનું હલવાસન, રાગી–જુવારની સ્ટીમ કેક, ગરમાળાનો ગુલકંદ, કીનવાના ચિલ્લા, ઉમરાની કઢી, સોપારી પાક, ઝવરું, રાજસ્થાની ઘાટ–પીણું, બાજરી પનયારમ, લીલા ચણાનું સૂપ જેવી વાનગીઓ રજૂ થઈ હતી.
અહીં મેંદા, પનીર, ચીઝ, સોડા તથા ફૂડ કલર જેવા પદાર્થોનો ઉપયોગ કર્યા વગર વાનગીઓ બનાવવામાં આવી હતી.
