ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીને કોનો ડર હતોઃ શા માટે હજારો નિર્દોષો પર ગોળીબાર કરાયો હતો
ચીનના ઇતિહાસનું લોહિયાળ પ્રકરણ, 10 હજાર લોકોને કચડી માર્યા-ચીનના ‘તિયાનમેન સ્ક્વેર નરસંહાર’નો વીડિયો લીક
(એજન્સી)બેઈજિંગ, ચીનના ઇતિહાસના કલંકિત પ્રકરણ એવા ‘તિયાનમેન સ્ક્વેર નરસંહાર’માં નિર્દોષ લોકો પર ગોળી છોડવાનો ઇનકાર કરનાર ચીની જનરલ ઝુ કિન્ક્સિયાનનો એક જૂનો વિડીયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. લગભગ છ કલાક લાંબા કોર્ટ માર્શલની પ્રક્રિયા દર્શાવતા આ વિડીયોમાં જનરલ ઝુને સજા સંભળાવવામાં આવે છે.
FILE – In this June 5, 1989 file photo, Chinese troops and tanks gather in Beijing, one day after the military crackdown that ended a seven week pro-democracy demonstration on Tiananmen Square. Hundreds were killed in the early morning hours of June 4. Over seven weeks in 1989, the student-led pro-democracy protests centered on Beijing’s Tiananmen Square became China’s greatest political upheaval since the end of the decade-long Cultural Revolution more than a decade earlier.
વિડીયોમાં ઝુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તેમણે સરકારનો વિરોધ કરી રહેલા લોકો પર ગોળી ચલાવવાના આદેશનો ઇનકાર અંતરાત્મા અને વ્યાવસાયિક જવાબદારીના આધારે કર્યો હતો. તેમના મતે, જે કમાન્ડર નાગરિકો પર ગોળી ચલાવશે, તે ‘ઇતિહાસમાં પાપી’ તરીકે ઓળખાશે. માનવઇતિહાસના એ કાળા પ્રકરણ પર પ્રકાશ પાડતો આ વિડીયો વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
Video of Chinese communist security forces killing hundreds of protesting students on the Tiananmen Square in Beijing on June 4th, 1989
— Visegrád 24 (@visegrad24) October 1, 2025
૧૯૮૯ના વસંતકાળમાં બેઇજિંગનું તિયાનમેન સ્ક્વેર લોકશાહી, પારદર્શિતા અને રાજકીય સુધારાની માંગ કરતા હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોથી ભરાઈ ગયું હતું. અઠવાડિયાઓ સુધી ચાલેલું શાંતિપૂર્ણ પ્રદર્શન ‘ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી’ માટે ગંભીર પડકાર બની ગયું હતું.
પાર્ટીના નેતૃત્વને આશંકા હતી કે આ ચળવળ પાર્ટીની સત્તાને હચમચાવી શકે છે. ૩ અને ૪ જૂન ૧૯૮૯ની રાત્રે, તત્કાલીન સર્વોચ્ચ નેતા ડેંગ ઝિયાઓપિંગના આદેશથી ચીની સૈન્ય ‘પીપલ્સ લિબરેશન આર્મી’ને બેઇજિંગમાં ઉતારવામાં આવ્યું. સૈનિકોએ નિર્દયતાપૂર્વક ગોળીબાર કર્યો. સત્તાવાર આંકડાઓ મુજબ આશરે ૩૦૦ લોકો માર્યા ગયા, પરંતુ સ્વતંત્ર સંશોધકો અને પ્રત્યક્ષદર્શીઓના મતે મૃત્યુઆંક દસ હજાર જેટલા લોકો માર્યા ગયા હતા.
૪ જૂન, ૧૯૮૯ના રોજ બેઇજિંગના ટિઆનાનમેન સ્ક્વેર (Tiananmen Square) પર ચીની સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી એ આધુનિક ઈતિહાસની એક અત્યંત વિવાદાસ્પદ અને હિંસક ઘટના માનવામાં આવે છે. ચીની સામ્યવાદી સરકારે વિદ્યાર્થીઓ પર કેમ હુમલો કર્યો અને સેંકડો લોકોના જીવ લીધા, તેના મુખ્ય ૧૦ કારણો નીચે મુજબ છે:
-
લોકશાહીની માંગ: આ આંદોલન મુખ્યત્વે ચીનમાં લોકશાહી સુધારા અને રાજકીય સ્વતંત્રતાની માંગ માટે હતું. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) ને ડર હતો કે જો તેઓ લોકશાહી આપશે, તો તેમનું સત્તા પરનું વર્ચસ્વ ખતમ થઈ જશે.
-
હૂ યાઓબાંગનું અવસાન: સુધારાવાદી નેતા હૂ યાઓબાંગના અવસાન બાદ વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવા બહાને આ આંદોલન શરૂ કર્યું હતું, જે સરકારી વિરોધમાં ફેરવાઈ ગયું હતું.
-
ભ્રષ્ટાચાર અને મોંઘવારી: વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા સરકારમાં વધતા ભ્રષ્ટાચાર અને દેશમાં ફેલાયેલી આર્થિક અસમાનતા અને મોંઘવારીથી નારાજ હતા.
-
પાર્ટીમાં આંતરિક વિખવાદ: કોમ્યુનિસ્ટ પાર્ટીમાં બે જૂથ પડી ગયા હતા. એક જૂથ વાટાઘાટો ઈચ્છતું હતું, જ્યારે કટ્ટરપંથી જૂથ (જેમાં દેંગ ઝિયાઓપિંગ મુખ્ય હતા) માનતું હતું કે બળપ્રયોગ વગર આંદોલન અટકશે નહીં.
-
સામ્યવાદી શાસન પર જોખમ: ચીની નેતાઓને લાગ્યું કે આ આંદોલન સોવિયેત યુનિયનમાં આવેલા બદલાવ જેવું છે. જો આને અહીં જ ન રોકવામાં આવે, તો ચીનમાં સામ્યવાદી શાસન પડી ભાંગશે.
-
આંતરરાષ્ટ્રીય બદનામીનો ડર: તે સમયે સોવિયેત નેતા મિખાઈલ ગોર્બાચોવ ચીનની મુલાકાતે આવવાના હતા. આટલા મોટા આંદોલનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીની સરકારની છબી ખરાબ થઈ રહી હતી.
-
માર્શલ લો (લશ્કરી કાયદો): સરકારે મે મહિનાના અંતમાં માર્શલ લો જાહેર કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ પીછેહઠ કરવાની ના પાડી દીધી હતી. સરકાર માટે આ તેમની સત્તાનો સીધો અનાદર હતો.
-
અસ્થિરતા રોકવાનો તર્ક: સરકારનો દલીલ એવી હતી કે આ આંદોલન દેશમાં અરાજકતા અને અસ્થિરતા ફેલાવી રહ્યું છે, જે ચીનના આર્થિક વિકાસ માટે જોખમી છે.
-
કટ્ટરપંથી વિચારધારાનો વિજય: અંતે પાર્ટીના કટ્ટરપંથી નેતાઓનો પ્રભાવ વધ્યો. તેઓ માનતા હતા કે ‘સ્થિરતા જ સર્વોપરી છે’ અને તે માટે લોહી વહેવડાવવું પડે તો પણ તે યોગ્ય છે.
-
ચેતવણી આપવા માટે: આ ક્રૂર કાર્યવાહી દ્વારા સરકાર અન્ય નાગરિકોને એ સંદેશ આપવા માંગતી હતી કે સામ્યવાદી પક્ષના શાસન સામે કોઈપણ પ્રકારનો વિરોધ સહન કરવામાં આવશે નહીં.
અંતે, લશ્કરી ટેન્કો અને સશસ્ત્ર દળોનો ઉપયોગ કરીને આંદોલનને કચડી નાખવામાં આવ્યું, જેમાં સેંકડો (કેટલાક અહેવાલો મુજબ હજારો) નિરપરાધ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ જીવ ગુમાવ્યા.
આ લોહિયાળ પ્રકરણ ‘તિઆનમેન સ્ક્વેર નરસંહાર’ તરીકે ઓળખાયું અને વિશ્વભરમાં એની ટીકા થઈ. હરોળબંધ ઊભેલી લશ્કરી ટેન્કો સામે એક વિરોધકર્તા અડગપણે ઊભો હોય એવી તસવીર ‘ટેન્ક મેન’ તરીકે આખી દુનિયાના મીડિયામાં છપાઈ ગઈ. એક રીતે કહીએ તો એ તસવીર જ આ નરસંહારની ઓળખ બની ગઈ.
આ પ્રકરણ આજ સુધી ચીનમાં કડક સેન્સરશિપ હેઠળ છે. તિઆનમેન સ્ક્વેર નરસંહાર અંગે ખુલ્લેઆમ વાત કરવી અથવા તેની વિગતો જાહેર કરવી ચીનમાં ગુનાસમાન ગણાય છે. ચીની સરકાર આ ઘટનાને ‘૧૯૮૯ની રાજકીય અશાંતિ’ તરીકે ઓળખે છે અને તેને નરસંહાર કહેવું, તેના પર લેખ લખવો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી કે સ્મૃતિસભા યોજવા જેવી પ્રવૃત્તિઓને કડક રીતે સેન્સર કરવામાં આવે છે.
