અમદાવાદ ક્રીમીનલ કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારમાં ચૂંટાઈ આવેલા હોદ્દેદારો હવે જુનીયર્સ વકીલોનો અવાજ બનશે !!
અમદાવાદ ક્રીમીનલ કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારના ચૂંટાઈ આવેલા હોદ્દેદારોમાંથી ડાબી બાજુની તસ્વીર બારના સ્થાપક અને એડવોકેટ શ્રી ચંદ્રકાંતભાઈ ડી. રૂપેરા (શ્રી સી.ડી. રૂપેરા)ની છે ! ડાબી બાજુથી બીજી તસ્વીરમાં ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટાઈ આવેલા શેખ મોહંમદહનીફ હુસેનભાઈની છે !
ત્રીજી તસ્વીર સેક્રેટરી શ્રી મહેન્દ્રસિંહ આર. વાઘેલાની છે ચોથી તસ્વીર જોઈન્ટ સેક્રેટરી ભાસ્કરભાઈ ભટ્ટ ની છે ! પાંચમી તસ્વીર ખજાનચી પદ ઉપર ચૂંટાઈ આવેલા અંજલીબેન એસ. ડોડીયાની છે ! છઠ્ઠી તસ્વીર કારોબારી પદ પર ચૂંટાઈ આવેલા પલકબેન બી. આચાર્યની છે ! સાતમી તસ્વીર શ્રી દિનેશભાઈ આર. દેસાઈની છે ! આઠમી તસ્વીર શ્રી હરગોવિંદભાઈ આર. વાઘેલાની છે ! નવમી તસ્વીર હેતલબેન એમ. દુલેરાની છે !
દસમી તસ્વીર મીનાબેન બી. બ્રહ્મભટ્ટની છે ! અગિયારમી તસ્વીર શ્રી સ્નેહલ આર. પંચાલની છે ! બારમી તસ્વીર શ્રી દિપકભાઈ પી. અકોલકરની છે ! જયારે કારોબારી પદ ઉપર તેરમાં ક્રમે ચૂંટાયેલા શ્રી સત્યનારાયણભાઈ પી. સાંખલાની છે !
આમ ઉપરોકત તમામ હોદ્દેદારો અમદાવાદ ક્રીમીનલ કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારના તા. ૧૯-૧૨-૨૦૨૫ ના રોજ થયેલી ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા બારના સભ્યોની છે !! ક્રીમીનલ કોર્ટ બારના પૂર્વ પ્રમુખ શ્રી બી. એમ. ગુપ્તાએ સર્વેને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
પ્રમુખ પદ ઉપર શ્રી સી. ડી. રૂપેરા, ઉપપ્રમુખ પદ ઉપર શેખ મોહંમદહનીફ હુસેનભાઈ, સેક્રેટરી પદ ઉપર મહેન્દ્રસિંહ વાઘેલા, ખજાનચી પદ ઉપર અંજલીબેન ડોડીયા જયારે કારોબારી પદ ઉપર પલકબેન આચાર્ય, દિનેશભાઈ દેસાઈ, હરગોવિંદભાઈ વાઘેલા, હેતલબેન દુલેરા, મીનાબેન બ્રહ્મભટ્ટ, સ્નેહલભાઈ પંચાલ, દિપકભાઈ અકોલકર અને શ્રી સત્યનારાયણભાઈ સાંખલા ચૂંટાઈ આવ્યા !!
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, “બધાં સમાન પ્રતિભાશાળી ના હોઈ શકે, પણ પ્રતિભા વિકસાવવાની તક તો બધાંને સમાન જ હોવી જોઈએ”!! જયારે અમેરિકાના રાજનિતિજ્ઞ માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે, “આપણે ભલે જુદા જુદા જહાજોમાં આવ્યા હોઈએ, પરંતુ હવે તો એક જ નાવમાં સવાર છીએ”!!
અમદાવાદ ક્રીમીનલ કોર્ટ જુનીયર બાર એસોસીએશનના સિધ્ધાંતો અને મૂલ્યોની લડાઈમાંથી જન્મ થયો હતો ! એડવોકેટ શ્રી પ્રવિણભાઈ બારોટ અને એડવોકેટ શ્રી ચંદ્રકાંતભાઈ ડી. રૂપેરાએ તેની વર્ષાે પહેલા રચના કરીને જુનીયર્સ વકીલોની સમસ્યાઓને વાચા આપી તેના ઉકેલ માટે લડત આપનારૂં બાર છે ! જુનીયર્સ વકીલોને ઓછી ફી લઈને તેમને બારમાં સભ્યપદનું પ્લેટફોર્મ પુરૂં પાડયું હતું !
આજે તેનું સફળ સંચાલન પ્રમુખ તરીકે શ્રી ચંદ્રકાંતભાઈ ડી. રૂપેરા (શ્રી સી.ડી.રૂપેરા) કરી રહ્યા છે ! તેઓ આજે પણ જુનીયર વકીલોનો અવાજ છે ! જુનીયર્સ વકીલોને મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ જુનીયર એડવોકેટ બારમાં કર્મશીયલ સભ્યોને પોતાના બારમાં બિનહરીફ ચૂંટણી કરીને તેમણે કામ કરવાની તક આપવામાં આવે છે અને જુનીયર્સ વકીલોના આત્માનો અવાજ બની શકે, નિષ્ઠાથી કામ કરવા માંગતા હોય તેમને સત્તાના સૂત્રો સોંપવામાં આવેલા છે ! આ છે ક્રીમીનલ કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારનો ઈતિહાસ !
