દક્ષિણ કેલિફોર્નિયામાં ફ્લેશ ફ્લડથી તારાજીઃ બેનાં મોત
વોશિંગ્ટન, દક્ષિણ કેલિફોર્નિયામાં બુધવારે મુશળધાર વરસાદથી આવેલા ફ્લેશ ફ્લડથી ભારે તારાજી સર્જાયા પછી વધુ એક વિન્ટર સ્ટોર્મનીનો ખતરો ઊભો થયો હતો.રાજયના ગવર્નરે ૨૪-૨૫ ડિસેમ્બરે ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.
ભારે પૂર, ભૂસ્ખલ અને કાદવને કારણે ઓછામાં ઓછા બે લોકોના મોત થયાં હતાં અને આશરે ૧.૫૮ લાખથી વધુ ઘરો અને બિઝનેસ સ્થળો પર વીજળી ગૂલ થઈ હતી. ક્રિસમની હોલિડેમાં લોકો ઉજવણી કરી રહ્યાં છે ત્યારે આ કુદરતી આપત્તિ ત્રાટકી હતી.વધુ એક સ્ટોર્મની સિસ્ટમ સર્જાઈ હોવાથી ક્રિસમસ દરમિયાન તાજેતરના વર્ષાેમાં સૌથી વધુ વરસાદ પડવાની તથા અચાનક પૂર અને ભૂસ્ખલનની ચેતવણી અપાઈ હતી.
જાન્યુઆરી લાગેલી જંગલની ભીષણ આગથી સળગી ગયેલા વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવનો, કાદવ, ભૂસ્ખલન થવાની શક્યતા હોવાથી મોટાપાયે સ્થળાંતરની ચેતવણી અપાઈ હતી.
સાન બર્નાર્ડિનો કાઉન્ટીના અગ્નિશામકોએ જણાવ્યું હતું કે બુધવારે લોસ એન્જલસથી આશરે ૧૩૦ કિલોમીટર દૂર આવેલા સાન ગેબ્રિયલ પર્વતોમાં આવેલા રિસોર્ટ ટાઉન રાઈટવુડ તરફ જતા રસ્તા પર કાદવ અને કાટમાળ ધસી આવ્યો હતો અને તેનાથી અનેક લોકો કારમાં ફસાયા હતા. તેમાંથી ઘણાને બચાવી લેવાયા હતાં. આ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રહેવાનો આદેશ અપાયો હતો.
સાન ગેબ્રિયલ પર્વતોમાં આવેલા લિટલ ક્રીક વિસ્તારોમાં સ્થળાંતરનો આદેશ જારી કરાયો હતો. લિટલ ક્રીકમાં એક પુલ ભારે પાણીથી ધોવાઈ ગયો હતો. તેનાથી અનેક પરિવારો ફસાયા હતાં. એક ડઝનથી વધુ પરિવારોએ કોમ્યુનિટી સેન્ટર કે હોટલના રૂમ આશ્રય લીધો હતો.
માલિબુ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી હતી અને સેક્રામેન્ટો વેલી અને સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને પૂરની એડવાઇઝરી જારી કરાઈ હતી.
બરબેંક એરપોર્ટ નજીક ઇન્ટરસ્ટેટ-૫ સહિત અનેક રસ્તાઓ પૂરને કારણે બંધ થઈ ગયા હતાં. દક્ષિણ કેલિફોર્નિયામાં સામાન્ય રીતે ક્રિસમસના સમયગાળા દરમિયાન અડધો ઇંચથી ૧ ઇંચ વરસાદ પડે છે, પરંતુ આ અઠવાડિયે ઘણા વિસ્તારોમાં ૪ થી ૮ ઇંચ વરસાદ પડી શકે છે.SS1MS
