ભાઇનાં લગ્નમાં હૃતિક રોશને જમાવી મહેફિલ
મુંબઈ, હૃતિક રોશને કઝિન ભાઇ ઇશાન રોશનનાં લગ્નમાં ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. જો કે લગ્નનાં સેલિબ્રેશનની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે. હૃતિક રોશન પૂરાં પરિવાર સાથે જોવા મળ્યો. જો કે એક્ટરનાં ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન હાલમાં એની કઝિન ઇશાન રોશનનાં લગ્નને એન્જોય કરી રહ્યાં છે. પૂરા પરિવાર સાથે હૃતિક રોશન જોવા મળ્યો. જો કે આ લગ્નમાં હૃતિક રોશન કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યો. એક્ટરે ડાન્સ કરીને ધમાલ મચાવી દીધી છે.
આ ખાસ અવસર પર હૃતિક રોશનની સાથે એનો દીકરો રેહાન રોશન અને ઋદાન રોશન પણ જોવા મળ્યાં હતા.આટલું જ નહીં એક્ટરની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સબા આઝાદ પણ આ ફેમિલી સેલિબ્રેશનનો હિસ્સો બની. એક્ટરની એક્સ વાઇફ પણ એનાં બોયફ્રેન્ડની સાથે લગ્નમાં પહોંચી હતી. લગ્નનાં ફંક્શનનાં અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં રોશન પરિવારની મસ્તી અને ખુશીઓ સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.
આ વચ્ચે હૃતિક રોશને એનાં દીકરા સાથે ડાન્સ કર્યાે તો લોકો જોતાં રહી ગયા.સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં હૃતિક રોશન એનાં દીકરા અને સબા આઝાદની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
હૃતિક રોશનની સાથે એની ભત્રીજી સુરાનિકા સોની અને કઝિન પશ્મીના રોશન પણ ડાન્સમાં જોવા મળી રહ્યાં છે. જો કે આ બધાએ મળીને સ્ટેજ પર દમદાર પરફોર્મન્સ આપ્યું. પરિવારનાં લોકોએ ૧૯૯૯નું ફેમસ સોન્ગ તેરા તડપાવે પર જોરદાર ડાન્સ કર્યાે. જો કે આ વાત દરેક લોકો જાણે છે કે હૃતિક રોશન એક સારો ડાન્સર છે અને એનાં બન્ને દીકરા પણ આ બાબતમાં અવ્વલ છે.
પિતાની તાલમાં તાલ મિલાવતા હંમેશા જોવા મળતા હોય છે. કેટલાક લોકોએ તો ગુડ લુક્સથી લઇને પપ્પાની કાર્બન કોપી પણ કહી દીધું છે.આ ઇવેન્ટમાં હૃતિક રોશને બ્લેક આઉટફિટ પહેર્યું હતું જેમાં એક્ટર હંમેશાની જેમ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.
મોટો દીકરો રેહાન વ્હાઇટ એથનિક આઉટફિટમાં જોવા મળ્યો, જ્યારે નાનો દીકરો ઋદાન એનાં પિતાની જેમ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આટલું જ નહીં આ વીડિયોમાં ત્રણેયનું બોન્ડિંગ જોરદાર જોવા મળી રહ્યું છે. આ વીડિયો જોઇને યુઝર્સે કોમેન્ટ્સ પણ કરી છે.SS1MS
