ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં દીક્ષાંત સમારોહમાં ભરતનાટ્યમની નૃત્યદીક્ષા
ભરતનાટ્યમ આરંગેત્રમની પ્રસ્તુતિ સતત એક કલાક અને ચાલીસ મીનીટ નૃત્ય પ્રદર્શન દ્વારા કરી. આમ તમામ આઠેય બાલિકાઓએ નૃત્ય અને અભિનયમા પોતાની કળા પરના પ્રભુત્વને દર્શાવ્યુ છે.
અમદાવાદ: અમદાવાદના ભાગવત વિદ્યાપીઠના પવિત્ર પરિસરમાં ‘કલાસૂર્ય ફાઉન્ડેશન’ દ્વારા ભરતનાટ્યમ દીક્ષાંત સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 8 પ્રતિભાશાળી બાલિકાઓએ તેમના પ્રથમ ‘આરંગેત્રમ્’ દ્વારા વર્ષોની કઠોર નૃત્ય સાધનાને મંચ પર સાકાર કરી.
તાલ, લય અને ભાવના સુંદર સમન્વય સાથે આ દીકરીઓએ ભારતીય નૃત્યકલાની પરંપરાને જીવંત રાખી છે. ફાઉન્ડેશનના સંગીતા પટેલના જણાવ્યા મુજબ, સંસ્થા માત્ર ટોકન ફી પર શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના અંદર છુપાયેલા કલાકારને ઘડવાનું ઉમદા કાર્ય કરી રહી છે.
ફાઉન્ડેશન દ્વારા આઠ પ્રતિભાશાળી બાલિકાઓને નૃત્યદીક્ષા આપવામાં આવી. બાલિકાઓએ આરંગેત્રમ્ દ્વારા પોતાની પ્રથમ જાહેર પ્રસ્તુતિ આપી હતી.

કુમારી ઉદિતા ભટ્ટ (શ્રીમતી ઉષ્મા અને શ્રી દિગંત ભટ્ટ), કુમારી દિવ્યા ભાવસાર (શ્રી નીતા ભાવસાર), કુમારી આરના પટેલ (શ્રીમતી પાયલ અને શ્રી ધવલ પટેલ), કુમારી આધ્યા પટેલ (શ્રી પ્રિતી પટેલ), કુમારી સુરભી યાદવ ( શ્રીમતી નતાષા રોય & શ્રી શની કુમાર), કુમારી ઝલક ધંધુકીયા (શ્રીમતી દર્શના અને હાર્દિક ધંધુકીયા), કુમારી બ્રિંદા ભૂત (શ્રીમતી અલ્પા અને શ્રી મીહીર ભૂત), કુમારી દિપેક્ષાકુંવર રાઠોડ (શ્રીમતી રાજુકુંવર અને શ્રી ભવરસિંહ રાઠોડ) એ કલાસુર્ય ફાઉન્ડેશન સંસ્થામા કલાગુરુ શ્રી સંગીતા પટેલના માર્ગદર્શન હેઠળ, ભાગવત સોલા વિધ્યાપીઠના પ્રાંગણમા ભરતનાટ્યમ આરંગેત્રમની પ્રસ્તુતિ સતત એક કલાક અને ચાલીસ મીનીટ નૃત્ય પ્રદર્શન દ્વારા કરી. આમ તમામ આઠેય બાલિકાઓ એ નૃત્ય અને અભિનય મા પોતાની કળા પરના પ્રભુત્વને દર્શાવ્યુ છે.

આ આરંગેત્રમની ખાસ વાત એ છે કે આ સંસ્થા માત્ર સવા રુપીયો ગુરુ દૃક્ષિણા અને ટોકન ફી લઈ મંદિરના પ્રાંગણમા આરંગેત્રમ કરાવે છે. સાત વર્ષના ખૂબ લાંબા કોર્ષને ક્રેષ કોર્ષ દ્વારા માત્ર ૧ વર્ષના ટુંકા સમય મા પૂર્ણ કરાવી આપે છે જે આજના ગતિશીલ સમય માટે ખૂબ જરુરી છે.

