ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશઃ ગડકરી
નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે.
તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક પર કામ શરૂ કરી દીધું છે. ૧૦૦ ટકા ઇથેનોલ અન સીએનજી થી ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ પણ આપી રહી છે.
આવનારા દિવસોમાં કન્સ્ટ્રકશન ઇક્્યૂપમેન્ટ માટે જે લોકો ફાઇનાન્સ કરાવે છે, જો તેઓ અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલ વાળા વિકલ્પ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય આ ટેકનિકને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે.
કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે, હાલમાં જ ત્રણ ટ્રક લોન્ચ કરાયા છે. જેમાં બે ટ્રક એવા છે, જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિનની સાથે હાઇડ્રોજન મિલાવીને ઉપયોગ કરાયો છે. જ્યારે એક ટ્રક સંપૂર્ણ રીતે હાઇડ્રોજન ફ્યુલ સેલ પર ચાલે છે. કંસ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર ઇક્્યૂપમેન્ટમાં પણ આ પ્રકારના પ્રયોગ કરાઈ રહ્યા છે.
